________________
૪૦૮
કલશામૃત ભાગ-૬
થોડા રાગ-દ્વેષ થાય છે પણ તેનો કર્તા થતો નથી, તેનો જ્ઞાતા-દૃષ્ટા રહે છે. આહાહા...! શું કહ્યું? એ કહ્યું ને?
જ્ઞાનું જ્ઞાન ન મતિ જ્ઞાન એટલે આત્મા. આત્મા સ્વરૂપે શુદ્ધ ચૈતન્ય છે એવો અનુભવ ન કરે ત્યાં સુધી તેને રાગ-દ્વેષની ઉત્પત્તિ થાય છે અને રાગ-દ્વેષની ઉત્પત્તિથી ચાર ગતિમાં દુઃખ સહન કરવા પડે છે. એ રાગ-દ્વેષ ઉત્પન્ન થયા એ દુઃખ છે. આહાહા...! હિંસા, જૂઠ, ચોરી, વિષયભોગ, વાસના એ પાપરૂપી દુઃખ છે. દયા, દાન, ભક્તિ, પૂજા, વ્રત, તપ એ પુણ્યરૂપી દુઃખ છે. બેય દુઃખ છે. બેય રાગ ને દ્વેષ વિકલા છે, વૃત્તિઓ ઊઠે છે. આહાહા.! આકરું કામ.
મુમુક્ષુ :- જીવ કર્મ નહિ કરે તો કેવી રીતે...? ઉત્તર :- નહિ કરે તો જ્ઞાનમાં રહેશે. કરે તો મરી જશે. મુમુક્ષુ :- કર્મ તો કરવા જોઈએ.
ઉત્તર :- નથી કરવા. અહીં ના પાડે છે. કર્મ રાગ-દ્વેષ કરે તો મરી જશે એ આત્મા. એ આત્માની શાંતિને મારી નાખે છે. ઝીણી વાત છે. હું કરે કર્મ સો હી રે. કરતારા, જો જાને સો જાનમહારા. જાને સો કર્તા નહિ હોઈ, કર્તા સો જાને નહિ કોઈ.” જે કર્તા (થાય છે, તે જાણતો નથી. હું કરું, કરી શકું છું એમ માનનારો આત્મા જાણનારો રહેતો નથી અને જાણનારો રહે છે તે રાગનો કર્તા થતો નથી. આહાહા...! કર્મ-રાગનું કર્મ કરવું એ જ મિથ્યાષ્ટિ માને છે, એમ અહીં તો કહે છે. આહાહા.! આ પરની સેવા-બેવા કરવી એ બધું મિથ્યાત્વ, ભ્રમ, રાગ છે. કારણ કે એ તો બ્રહ્મચારી છે, પરણ્યો નથી. ત્યાં બધા પૈસા આવે એ નાખી ધે. બેયમાં રાગ છે.
મુમુક્ષુ :- ગરીબોને દવા ફ્લે...
ઉત્તરઃ- દવા કોણ આપી શકે છે? વિકલ્પ ઊઠે છે. ઝીણી વાત છે, ભાઈ! ચૈતન્યજ્યોત ભગવાન અંદરમાં રાગની ઉત્પત્તિ થાય એ સ્વભાવ નથી.
મુમુક્ષુ :- ખાવાનું કેવી રીતે મળશે?
ઉત્તર :- ખાવાનું તો આપણે સાંભળ્યું નથી? આપણે ગુજરાતીમાં આવે છે, તમારે હિન્દીમાં પણ હશે. ખાનેવાલે કા નામ દાને દાને હૈ. આવે છે? શું આવે છે હિન્દીમાં એ કેમ? કે, જે રજકણ આવવાના છે તે આવશે. આપણે કહેવત છે–ખાવાવાળાનું નામ દાણે છે. દાણા સમજ્યા? દાળ, ભાત કંઈ પણ. નામ તો છે નહિ, પણ જે રજકણ ત્યાં આવવાના છે એ આવશે, નહિ આવવાવાળા નહિ આવે. એના પ્રયત્નથી, રાગથી આવશે એ બિલકુલ ખોટી વાત છે. આહાહા...!
મુમુક્ષુ :- જે દાન કરે છે તેને કંઈ પુણ્ય નહિ? ઉત્તર :- દાન કરે છે તો અંદર રાગની મંદતા છે એ પણ બંધનનું કારણ છે.