________________
કળશ- ૨૧૭
૪૦૭
માનીને અજ્ઞાની રાગ-દ્વેષ કરે છે અને રોગ આવે છે, નિર્ધનતા થાય છે તો અહહં. આ ઠીક નથી એમ દ્વેષ કરે છે. તો એ રાગ-દ્વેષ કરે છે તેટલા પ્રમાણમાં તેને ચાર ગતિમાં રખડવું પડે છે. આહાહા...!
ચાર ગતિ છે તેને લોજીકથી સિદ્ધ કરી શકાય છે બધી વાત, પણ એકસાથે કરવા જઈએ તો પાર ન આવે. નીચે નરકયોનિ છે, ઉપર સ્વર્ગ યોનિ છે, મનુષ્ય યોનિ અને તિર્યંચ યોનિ બે તો અહીંયાં દેખાય છે. આ તિર્યંચ કહે છે ને? ગાય, ભેંસ, સિંહ, વાઘ તિર્યંચ છે ને તિર્યંચઃ તિર્યંચ કેમ કહે છે? તિર્યંચ-તિરછા, તિરછા. આ મનુષ્ય આમ (સીધા) છે ને? તો ગાય, ભેંસ, સિંહ, વાઘ આડા છે. શરીર આડા થઈ ગયા. કેમ? પૂર્વે આડોડાઈ બહુ કરેલી. માયા, કપટ, કુટીલતા બહુ કરી હતી, આડોડાઈ બહુ કરી હતી તો તેનું શરીર પણ આડું થઈ ગયું છે. આ મનુષ્ય આમ (સીધા) છે, ગાય, ભેંસ આમ (આડા) છે. આડા છે ને? ગાય, ભેંસ, સિંહ, વાઘ, નોળ, કોળ (આડા છે). તે બધાએ પૂર્વે આડોડાઈ કરેલી તેનું ફળ છે. આહાહા...! ઝીણી વાતું ઘણી, બાપુ! શું કરે?
કોઈ દિ અભ્યાસ નહિ. હું કેમ રખડ્યો? ચાર ગતિમાં આ રખડું છે એ ભવ કેમ થયા? હું તો અરૂપી આનંદકંદ છું ને આ શું છે? આ કલંક શું? આ શરીર ને આ...? એનું કારણ શું? અજ્ઞાનપણે રાગ-દ્વેષ કર્યા તેના ફળમાં આ ચાર ગતિ મળી. આહાહા.! સમજાય છે કાંઈ? આહા...!
જીવદ્રવ્ય.” છે? “વાવત જ્ઞાનું જ્ઞાન ન મવતિ શું કહે છે? “વાવત જ્ઞાનું જ્ઞાન ન મવતિ જ્યાં સુધી જ્ઞાન જ્ઞાનમાં રહેતું નથી ત્યાં સુધી તેને રાગ-દ્વેષની ઉત્પત્તિ થાય છે. છે? “થાવત્ જ્ઞાનું જ્ઞાન ન મતિ જ્યાં સુધી જ્ઞાન અર્થાત્ જીવદ્રવ્ય પોતાના શુદ્ધસ્વરૂપના અનુભવરૂપ પરિણમતું નથી;.” આહાહા.! એનું સ્વરૂપ તો શુદ્ધ જ છે, પણ પર્યાયમાંઅવસ્થામાં શુદ્ધરૂપે થતો નથી ત્યાં સુધી રાગ ને દ્વેષની ઉત્પત્તિ થાય છે. આહાહા. સમજાય છે કાંઈ? આ તો અધ્યાત્મની વાત છે, ભાઈ! ભગવાના સૂક્ષ્મ છે. કદી અનંતકાળમાં અભ્યાસ કર્યો નથી અને એ અભ્યાસ વિના અંતરમાં જઈ શકે નહિ. આહાહા...!
પોતાના શુદ્ધસ્વરૂપના અનુભવરૂપ પરિણમતું નથી.” શું કહે છે? જ્યાં સુધી રાગદ્વેષ ઉત્પન્ન થાય છે, ક્યાં સુધી? કે, જ્યાં સુધી આત્મા જ્ઞાનસ્વરૂપનો અનુભવ કરતો નથી
ત્યાં સુધી રાગ-દ્વેષની ઉત્પત્તિ થાય છે. સમકિતીને ઉત્પન્ન થતા નથી, એમ કહે છે, ભાઈ! આહાહા...! આત્મજ્ઞાન થયું, હું તો જ્ઞાતા-દષ્ટા આનંદકંદ પ્રભુ, સચ્ચિદાનંદ, સત્ સત્ –શાશ્વત ચિદાનંદ, સચ્ચિદાનંદ, સતુ શાશ્વત ચિત્ આનંદ, જ્ઞાન ને આનંદ સ્વરૂપ છું એમ અંતરમાં અનુભવ ન કરે ત્યાં સુધી અજ્ઞાનપણે પરના નિમિત્તમાં જાય છે તો રાગ-દ્વેષ ઉત્પન્ન થાય છે. નિમિત્ત ઉપર લક્ષ જઈને રાગ-દ્વેષ ઉત્પન્ન થાય છે. જ્યાં સુધી આત્માનો અનુભવ ન કરે ત્યાં સુધી તેને રાગ-દ્વેષની ઉત્પત્તિ થાય છે. અને જ્યારે જ્ઞાનનું ભાન થયું પછી