________________
૪૦૬
કલશમૃત ભાગ-૬
આપ્યા કે રાગ કર્યો, એટલા પ્રમાણમાં પ્રતિકૂળ સ્થાન ત્યાં નરકમાં છે, ત્યાં એ ઊપજે છે. ત્યાં અનંત વાર ઊપજ્યો છે. અનાદિકાળ છે. અનાદિ કાળમાં અનંતવાર ઊપજ્યો છે. ત્યાં પણ કોઈ આત્મજ્ઞાન પામે છે. આહા...!
મુમુક્ષુ :- મોક્ષે જાય?
ઉત્તર :- મોક્ષ ન જાય. મોક્ષ નહિ, આત્મજ્ઞાન પામે છે. મોક્ષ તો આ મનુષ્યપણામાં આવીને પામે. મનુષ્યપણા વિના મોક્ષ થતો નથી. અંદર પૂર્ણાનંદની પ્રાપ્તિ થવી એ મોક્ષ. એ દશા મનુષ્યપણામાં જ થાય છે, તિર્યંચમાં અને નરકમાં થતી નથી. સ્વર્ગના દેવ છે. આ ચંદ્ર, સૂર્ય છે ને? પથ્થર. એ દેવ છે. દેખાય છે એ તમારા ઓલા કહે છે ને. શું? વિજ્ઞાનવાળા ચંદ્રમાં લઈ ગયા ને ફલાણું લઈ ગયા. કહે છે, બધી ખબર છે. ચંદ્ર, સૂર્ય દેખાય છે એ તો પથ્થર છે. પ્રકાશ અનાદિનો છે, એમાં દેવ છે. જ્યોતિષના દેવ છે. એ દેવ પણ આત્મજ્ઞાન પામે છે. આહાહા...! આમ તો અનંતવાર બધામાં જન્મ્યો છે પણ આત્માના જ્ઞાન વિના ચોરાશીના અવતાર પરિભ્રમણ મચ્યું નહિ. આહાહા....!
મુમુક્ષુ :- આત્મા તો શુદ્ધ છે તો એને નીચે કેમ જવું પડે છે?
ઉત્તર :- ભાવ ભૂંડા કરે છે, રાગ-દ્વેષ કરે છે તો જાવું પડે છે. છે તો શુદ્ધ પણ ભાન નથી ને. રાગ-દ્વેષ કરે છે, આ કર્યું ને આ કર્યું ને આ કર્યું.
મુમુક્ષ :- આત્માએ તો એ કંઈ કર્યું નથી.
ઉત્તર :- માને છે. માને છે ને? માને છે કે, મેં આમ કર્યું ને આમ કર્યું ને આમ કર્યું. તો એટલા પ્રમાણમાં પાપ બાંધે છે. પાપને કારણે એ ગતિમાં જાવું પડે છે. જેમ લોઢું હોય લોઢું, ભારે, પાણીમાં મૂકો ઉપરથી તો અંદર ચાલ્યું જાય છે. કેમ કે બોજો થયો ને. એમ આત્મામાં બોજો થયો ને? લોઢાની જેમ. પાણીમાં નીચે ચાલ્યું જાય છે. એમ આત્મામાં પાપ કરે છે, હિંસા, જૂઠું, ચોરી, વિષયભોગ, વાસના એ આત્મા પર્યાયમાં-દશામાં કરે છે. પોતાના સ્વભાવને ભૂલીને, એ પાપના બોજાથી નીચે ચાલ્યો જાય છે. જેમ લોઢું પાણીના તળિયે નીચે ઊતરી જાય છે એમ નીચે ગતિ છે. સૂક્ષ્મ વાત છે. બધી સિદ્ધ કરવા જઈએ તો તો. લોજીકથી બધું સિદ્ધ કરી શકાય છે. સમજાય છે કાંઈ પણ એક એક વાત સિદ્ધ, કરવા જઈએ તો બીજી વાત પડી રહે. આહાહા..!
અહીંયાં તો આત્મા જ દોષ કરે છે. એ વસ્તુની પોતાની ચીજની ખબર નથી તો દોષ એ જ કરે છે. આ વિષયભોગ, વાસના, રાગ, દ્વેષ કરે છે એ કોણ કરે છે? એ આત્મા પર્યાયમાં કરે છે. પર્યાય એટલે અવસ્થા–હાલત, હાલત, દશા. ત્રિકાળમાં નહિ, ત્રિકાળ તો શુદ્ધ છે. પણ હાલતમાં, વર્તમાન દશામાં એ રાગ-દ્વેષ કરે છે. આહાહા.! એ તો કહ્યું ને? ઈષ્ટ જોઈને રાગ કરે છે, અનિષ્ટ જોઈને દ્વેષ કરે છે. ઈષ્ટ-અનિષ્ટ વસ્તુ નથી, પણ કલ્પના કરે છે કે, આ ઠીક છે. આ સ્ત્રી ઠીક છે, પૈસા ઠીક છે, આબરૂ ઠીક છે એમ