________________
કળશ- ૨૧૭
૪૦૫
આહાહા.! એક એક શબ્દમાં ઘણો ફેર છે, બાપુ
અહીંયાં તો કહે છે, ઈષ્ટમાં અભિલાષ-રાગ, અનિષ્ટમાં દ્વેષ એ બે જાતિના મલિન પરિણામ–અશુદ્ધ પરિણામ (થાય) એ બેય અશુદ્ધભાવ છે. આહાહા.! એ વિકલ્પ ઊઠે છે, વૃત્તિ આ કર, આ કરું, આ મૂકું એ બધી વૃત્તિ રાગ છે અને વિકાર છે. વિકાર છે એ વિકારના બે પ્રકાર છે–એક રાગ અને એક ષ. તો કહે છે કે, રાગ અને દ્વેષ ક્યાં સુધી ઉત્પન્ન થાય છે? કે, જ્યાં સુધી આત્માને પોતાના સ્વરૂપનું ભાન નથી અને રાગથી ભિન્ન પોતાનું ભાન નથી ત્યાં સુધી ઈષ્ટ પદાર્થને જોઈને રાગ, અનિષ્ટને જોઈને દ્વેષ ઉત્પન્ન કરે છે. એ આનંદ અને જ્ઞાનની ઉત્પત્તિ કરતા નથી અને વિકારની ઉત્પત્તિ કરે છે. આહાહા.! હૈ?
મુમુક્ષુ :- પદાર્થમાં ઇષ્ટ-અનિષ્ટપણું છે?
ઉત્તરઃ- રાગમાં ઇષ્ટપણું નથી, વસ્તુમાં ઈષ્ટપણું નથી, વસ્તુમાં ઇષ્ટપણું નથી. અજ્ઞાની માને છે. વસ્તુમાં ઇષ્ટપણું શું? વસ્તુ વસ્તુ છે, શેય છે. એ ઈષ્ટ-અનિષ્ટ છે ક્યાં? એ તો શેય છે, જાણવા લાયક છે, જડ આદિ બધા. પણ અજ્ઞાની આ ઠીક છે, એવો ઈષ્ટ પદાર્થમાં આરોપ કરીને રાગ ઉત્પન્ન કરે છે. પદાર્થ ઈષ્ટ-અનિષ્ટ છે નહિ, એ તો જડ છે, માટી છે, જ્ઞાનમાં તો જોય છે, જાણવા લાયક છે. એમાં બે ભાગ ક્યાંથી લાવ્યો? કે, આ ઠીક છે અને આ અઠીક છે. એ અજ્ઞાનપણે ઉત્પન્ન કરેલા રાગ-દ્વેષના ભાવ છે. આહાહા...!
મુમુક્ષુ :- દર્દી સાજો થાય ને ડૉક્ટર ... ઉત્તર :- ધૂળેય નથી. સાજો કોણ થાય? શું કહ્યું? મુમુક્ષુ :- મનુષ્ય જન્મ થાય ત્યાર પહેલા આત્મજ્ઞાન થાય?
ઉત્તર – હા, પહેલા થાય છે. તિર્યંચમાં-પશુમાં થાય છે. થાય છે, અંદર શક્તિ છે ને, આત્મા પડ્યો છે ને પશુમાં થાય છે. આ મનુષ્યક્ષેત્ર છે, આ મનુષ્યક્ષેત્ર જેટલામાં મનુષ્ય છે ને એ ક્ષેત્રને મનુષ્યક્ષેત્ર કહે છે. એ ૪૫ લાખ યોજનમાં છે. ૪૫ લાખ યોજનમાં આ મનુષ્યક્ષેત્ર છે. પછી અનંત ક્ષેત્ર છે, અસંખ્ય યોજન છે, ત્યાં એકલા તિર્યંચ છે. ગાય, ભેંસ, સિંહ, વાઘ, માછલા, પાણીમાં મોટા મોટા માછલા થાય છે, હજાર યોજનના. બહુ લાંબી વાત છે. એમાં મચ્છ છે એ પણ આત્મજ્ઞાન પામે છે. આત્મા છે ને અંદર? પહેલા અહીંયાં જ્ઞાનીએ કહ્યું હતું તો સાંભળ્યું હતું પણ સમજ્યો નહિ, ત્યાં જઈને અંદર (ભાન થાય છે કે, ઓહો...! આ ચીજ શું જ્ઞાની કહે છે કે, તું તો ભિન્ન છો. રાગથી, પુણ્યથી, શરીરથી ભિન્ન છો, એવું ભાન થઈને તિર્યંચમાં પણ આત્મજ્ઞાન થાય છે.
અરે..! નરકમાં પણ થાય છે. નીચે નરક છે. આ ઝીણી વાત છે. આ માંસ ખાય છે, માંસ, માછલા, ઇંડા ખાય છે તો એ નરકમાં જાય છે. નીચે નરક છે. નરકમાં એટલું દુઃખ છે કે અહીંયાં જેટલી પ્રતિકૂળતા પપ્રાણીને આપી એથી અનંતગુણી પ્રતિકૂળતા ત્યાં છે. ત્યાં એનો જન્મ થાય છે. જેટલી પ્રમાણમાં આત્માએ પરને પ્રતિકૂળતા નામ દ્વેષ આદિ