________________
૪૦૪
કલામૃત ભાગ-૬
[ભાવાર્થ આમ છે કે જેટલા કાળ સુધી જીવ મિથ્યાદૃષ્ટિ છે તેટલા કાળ સુધી રાગ-દ્વેષરૂપ અશુદ્ધ પરિણમન મટતું નથી. “પુન: વોä વધ્યતાં યાવત્ ન યાતિ” (પુન:) તથા (વોટ્ય) જ્ઞાનાવરણાદિ કર્મ અથવા રાગાદિ અશુદ્ધ પરિણામ (વધ્યતાં યાવત્ જ યાતિ) શેયમાત્ર બુદ્ધિને પ્રાપ્ત થતાં નથી. ભાવાર્થ આમ છે કે-જ્ઞાનાવરણાદિ કર્મ સમ્યગ્દષ્ટિ જીવને જાણવા માટે છે, કોઈ પોતાના કર્મનો ઉદય કાર્ય જે તે પ્રકારે કરવાને સમર્થ નથી. “તત્ જ્ઞાનું જ્ઞાન મવતુ' (તત) તે કારણથી (જ્ઞાન) જ્ઞાન અર્થાત્ જીવવસ્તુ (જ્ઞાન ભવતુ) શુદ્ધ પરિણતિરૂપ થઈને શુદ્ધસ્વરૂપના અનુભવસમર્થ હો. કેવું છે શુદ્ધ જ્ઞાન ? “ચવતીજ્ઞાનમા’ (ચવત) દૂર કરી છે (જ્ઞાનમાd) મિથ્યાત્વભાવરૂપ પરિણતિ જેણે એવું છે. આવું થતાં કાર્યની પ્રાપ્તિ કહે છે-“ન પૂર્ણ સ્વમાવ: મવતિ' (ચેન) જે શુદ્ધ જ્ઞાન વડે પૂસ્વમાવ: મવતિ) પૂર્ણ સ્વભાવ અર્થાત્ જેવું દ્રવ્યનું અનંત ચતુષ્ટયસ્વરૂપ છે તેવું પ્રગટ થાય છે. ભાવાર્થ આમ છે કે મુક્તિપદની પ્રાપ્તિ થાય છે. કેવો છે પૂર્ણ સ્વભાવ અર્થાત્ સ્વરૂપ ? “માવામાંવ તિરય ચતુર્ગતિસંબંધી ઉત્પાદ-વ્યયને સર્વથા દૂર કરતું થયું જીવનું સ્વરૂપ પ્રગટ થાય છે. ૨૫-૨૧૭.
(ભન્દાક્રાન્તા) रागद्वेषद्वयमुदयते तावदेतन्न यावत् ज्ञानं ज्ञानं भवति न पुनर्बाध्यतां याति बोध्यम् । ज्ञानं ज्ञानं भवतु तदिदं न्यक्कृताज्ञानभावं भावाभावौ भवति तिरयन् येन पूर्णस्वभावः ।।२५-२१७।।
આહાહા...! શું કહે છે? જુઓ! “Sત રાગદ્વેષદ્વયં તાવત્ ૩યતે” પ્ત નામ વિદ્યમાન, ઈષ્ટમાં અભિલાષ...” ઇષ્ટ પદાર્થ જોઈને અભિલાષ, રાગ (થવો) અને “અનિષ્ટમાં ઉદ્વેગ એવા બે જાતિના અશુદ્ધ પરિણામ...” આહાહા...! આત્મામાં અજ્ઞાનભાવ જ્યાં સુધી છે ત્યાં સુધી ઈષ્ટમાં (રાગ થાય છે). અહીં તો એક લીટી, બે લીટી ચાલે એકદમ પૂરું ચાલતું નથી. એક-બે લીટીમાં ઘણું ભર્યું છે. શું કહે છે? જુઓ!
“તત', “તત’ (અર્થાતુ) વિદ્યમાન ઈષ્ટમાં અભિલાષ...' આત્મામાં જ્યાં સુધી અજ્ઞાનપણું છે ત્યાં સુધી ઇષ્ટ પદાર્થ જોઈને રાગ થાય છે અને અનિષ્ટને જોઈને દ્વેષ થાય છે. એ અજ્ઞાનપણે છે. પોતાના સ્વરૂપમાં રાગ-દ્વેષ નથી. પણ અજ્ઞાન જ્યાં સુધી છે અને સ્વરૂપનું ભાન નથી તો ઇષ્ટ જોઈને રાગ (થાય છે) અને અનિષ્ટ જોઈને દ્વેષ (થાય છે). એવા રાગ-દ્વેષની ઉત્પત્તિ થાય છે, પણ પોતાના જ્ઞાન અને આનંદની ઉત્પત્તિ થતી નથી.