________________
૪૧૦
કલશામૃત ભાગ-૬
થાય. ધૂળેય નહિ થાય. પૈસા જડ છે, ધૂળ છે. એ ક્યાં તારી ચીજ હતી? મારી હતી એમ માનીને આપ્યા તો એ પાપ છે અને રાગ મંદ કર્યો હોય તો પુણ્ય છે. બેય દુખ છે. આત્મા જ્ઞાતા-દેણ છે એમાં જ્યાં સુધી ન આવે ત્યાં સુધી દુઃખી છે, ચાર ગતિમાં રખડશે. અમે તો બધાને જાણીએ છીએ ને. અહીં તો ૮૮ વર્ષ થયા, ડૉક્ટરા ૮૮, ૮૯, ગર્ભના તો ૮૯ ચાલે છે. સવા નવ મહિના માતાના પેટના. અહીંનું આયુષ્ય છે ને. લોકો જન્મ પછી ગણે છે, પણ શાસ્ત્રકાર તો માતાના ઉદરમાં–પેટમાં ઓલા ભવમાંથી આવે છે ત્યારથી અહીંનું આયુષ્ય છે. ૮૯ આ વૈશાખ સુદ ૨ બેસશે, જન્મના. ૮૯, વૈશાખ સુદ ૨. આમ તો ગર્ભના તો ૮૯ ચાલે છે. સવા નવ તો થઈ ગયા છે. બહુ જોયું છે, બહુ સાંભળ્યું છે, બધું કર્યું છે. દુકાનમાં પાંચ વર્ષ વેપાર પણ કર્યો હતો. પાપ. પાંચ વર્ષ વેપાર કર્યો હતો. ૧૭ વર્ષની ઉંમરથી ૨૨ સુધી). ૧૭ સમજ્યા? ૧૦ ને ૭. ત્યાંથી ૨૨. પાંચ વર્ષ. બાવીસ વર્ષે દુકાન છોડી દીધી. પાલેજ છે ને? “ભરૂચ અને વડોદરા વચ્ચે પાલેજ છે. ત્યાં પારસીનું મોટું જીન હતું. હવે તો ભાગીદારે લઈ લીધું, મોટું મકાન બનાવ્યું છે. કોણ કરે છે? અહીં તો કહે છે, આહાહા...
મુમુક્ષુ – નિષ્કામ ભાવે દાન કરે તો...
ઉત્તર :- નિષ્કામ ભાવ રહેતો નથી, એમાં રાગ જ છે. અનાસક્તિ ભાવે કરવું, એમ કહે છે. ખબર છે ને, અમને ખબર નથી? નિષ્કામ ભાવે કરવું એ વાત જ ખોટી છે. એ વૃત્તિ ઊઠી એ નિષ્કામ છે નહિ. આત્મા જ્ઞાતા-દષ્ટા સ્વરૂપમાં રહે પછી વૃત્તિ ઊઠે તો એનો જાણનાર રહે છે, પણ હજી જ્ઞાતા-દષ્ટાની ખબરેય ન મળે. હું રાગનો કર્તા નથી અને પરનો કરવાવાળો હું નથી. આહાહા.! હું તો સ્વપરને પોતામાં રહીને જાણનારો છું, બસ! એવી દૃષ્ટિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી તો રાગ-દ્વેષ ઉત્પન્ન કર્યા વિના રહે જ નહિ. આહાહા...!
મુમુક્ષુ :- એકસાથે તો આત્મજ્ઞાન થતું નથી, .. ઉત્તર :- એકસાથે થાય છે, એક ક્ષણમાં. મુમુક્ષુ :- કંઈ કર્મ .
ઉત્તર :- કર્મ છોડીને આત્મધર્મ એક ક્ષણમાં થાય છે. આહાહા.! પુણ્ય અને પાપના રાગના ભાવ છે એની રુચિ છોડીને, આત્મા આનંદ સ્વરૂપ છે એની દૃષ્ટિ કરે (તો) એક ક્ષણમાં થઈ જાય છે. આહાહા...! પાણી શીતળ છે તો એક ક્ષણમાં ઉષ્ણ થઈ જાય છે નો અને ઉષ્ણ છે તે ક્ષણમાં શીતળ થઈ જાય છે. એનો સ્વભાવ છે. એમ આત્મા રાગદ્વેષ કરે છે તો ઉષ્ણ છે, દુઃખી છે. એને છોડીને હું તો આત્મા આનંદ સ્વરૂપ છું એમ થાય તો એ સુખી છે. એ જ્ઞાતા-દષ્ટા કર્મનો કર્તા થતો નથી. ઝીણી વાત બહુ છે. આ બધાને ઇ જ થઈ ગયું ને? સૌને આમ કરીએ. કરીએ... કરીએ...