________________
કળશ-૨૧૭
મુમુક્ષુ :- નિષ્કામ દૃષ્ટિએ...
ઉત્તર :- નિષ્કામ દૃષ્ટિ જ નથી. નિષ્કામ દૃષ્ટિ તો એને કહીએ, હું તો જ્ઞાતા-દષ્ટા છું, હું કોઈનો કર્તા નથી. રાગનો પણ કર્યાં નથી તો પરની લેવા-દેવાની ક્રિયાનો હું કર્તા નથી.
૪૧૧
એના પિતાજી ‘સોગાની' હતા ને? એમનું પુસ્તક છે-દ્રવ્યદૃષ્ટિ પ્રકાશ’, તમને મળ્યું છે? હિન્દી.. હિન્દી. મળ્યું છે? તે દિ' આપ્યું હતું? તે દિ’ આપ્યું હતું, ઠીક! એમના પિતાજીમાં ઘણી શક્તિ હતી. આત્મજ્ઞાન થયું હતું, અહીંયાં, આ ગામમાં. પહેલા આવ્યા. સાધુ,. બાવાનો ઘણો પરિચય કર્યો હતો. યમ, નિયમ ને આમ ધ્યાન બધા ગપ્પેગપ્પ. પછી અહીંયાં આવ્યા, એટલું કહ્યું, ભૈયા! આ વિકલ્પ ઊઠે છે ને રાગ, ચાહે તો દયા, દાનનો હો. એ બધા રાગથી પ્રભુ અંદર ભિન્ન છે.’ એટલું કહ્યું. ધ્યાનમાં ચાલ્યા ગયા. આપણે રસોઈ છે ને, ૨સોઈ? રસોઈખાનું.. શું કહેવાય છે આપણે? સમિતિ છે ને? ત્યાં જન્મ્યાને કાલે? સાંજે ત્યાં જમ્યા. એ સમિતિમાં ગયા અને સાંજથી સવા૨ સુધી ધ્યાનમાં બેઠા. એમના પિતાજી. અને અંદરમાં ઘોલન કરતા કરતા રાગથી ભિન્ન ચૈતન્યનો અનુભવ અહીંયાં સમિતિમાં થયો હતો. આખી જિંદગી બહુ સારા સંસ્કાર લઈને સ્વર્ગમાં ગયા. આહાહા..! બહુ શક્તિ..! ‘દ્રવ્યદૃષ્ટિ પ્રકાશ’ આપ્યું હતું ને? એમાં ઘણું છે. અને બેનનું તમને આપ્યું ને? વચનામૃત આપ્યું કે નહિ?
મુમુક્ષુ :– સ્વર્ગમાં ગયા પછી જીવનું શું થાય?
ઉત્ત૨ :– એ ન્યાંથી નીકળીને બીજા ભવમાં કેવળજ્ઞાન પામીને મોક્ષે જશે.
મુમુક્ષુ :- સ્વર્ગમાં ગયા પછી જીવ કઈ પ્રકૃતિમાં ઠરે છે? ક્યાં ઠરે છે?
ઉત્તર ઃ- ત્યાં પણ એ તો આત્મામાં ઠરે છે. સ્વર્ગમાં પણ. પણ થોડો રાગ છે તો
મનુષ્યભવ પ્રાપ્ત કરી, કેવળજ્ઞાન પ્રાપ્ત કરી રાગનો નાશ કરી મોક્ષમાં જશે.
મુમુક્ષુ :– એમાં કંઈ રૂપ છે?
ઉત્તર ઃસ્વર્ગ છે એ તો. અરૂપી વસ્તુ છે ને પદાર્થ છે, ચૈતન્ય આનંદકંદ વસ્તુ. મુમુક્ષુ :– સ્વર્ગમાં જીવનું રૂપ કેવું હોય?
ઉત્તર :- સ્વર્ગમાં દેવ હોય. જેવા આ મનુષ્ય હોય એવો દેવ છે. દેવનો દેહ છે. એ બહુ સુંદર દેહ ને બહુ રૂપાળા (હોય). પણ એ પણ બધી ધૂળ છે.
મુમુક્ષુ :– આંખ, કાન હોય?
ઉત્તર :- હા. બધું છે.
દેવને આંખ, કાન છે?
મુમુક્ષુ :
ઉત્તર :- પાંચે ઇન્દ્રિયો છે. મોટો દેહ છે. પાંચ ઇન્દ્રિયો છે. ઘણા પુણ્ય છે પણ એ બધું રાગનું ફળ હતું. દયા, દાન, ભક્તિના ભાવ કર્યાં હતા તો એ પુછ્યું હતું, એના