________________
૪૧૨
કલશામૃત ભાગ-૬
ફળમાં સ્વર્ગ મળ્યું. જ્ઞાની તો એ પણ જાણતા હતા કે આ દુઃખ છે. સ્વર્ગમાં પણ દુઃખ છે. અનંત આત્મા પોતામાં છે, એવા અનુભવમાં છે. આહાહા..!
મુમુક્ષુ :– પુણ્ય કરીને સ્વર્ગમાં જાવું એ જ મોક્ષ..
ઉત્તર :- ના, ના. ધૂળમાંય ત્યાં મોક્ષ નથી. સ્વર્ગ પણ એક ગતિ છે. મોક્ષ તો સર્વથા રાગથી અને ગતિથી છૂટી જાય તેનું નામ મોક્ષ છે.
મુમુક્ષુ :– સ્વર્ગમાં જાય તો થોડું નજીક થાય ને! અહીંથી દેવ પછી મનુષ્ય ને પછી
મોક્ષ.
ઉત્ત૨ :– એમ નથી, નથી, નથી. એણે પહેલું સમ્યગ્દર્શન પ્રગટ કરવું પછી પુણ્ય અને પાપના વિકલ્પથી મારી ચીજ અંદર ભિન્ન છે, એવો અનુભવ થાય તો એ પ્રથમ ધર્મની શરૂઆત છે. પછી રાગનો ભાવ છે એને છોડીને સ્વરૂપમાં લીનતા, આનંદમાં જમાવટ થઈ જવી તે ચારિત્ર છે. પણ એ પહેલા સમ્યગ્દર્શન થયું હોય તો પછી ચારિત્ર થશે. ચારિત્ર કોઈ ક્રિયાકાંડ નથી. અંદરમાં રમવું, આનંદમાં જામી જવું, અતીન્દ્રિય આનંદનું ભોજન કરવું એ ચારિત્ર છે. આહાહા..!
અહીં એ કહે છે, જ્યાં સુધી જ્ઞાનં જ્ઞાનં ન મતિ” છે ને? પોતાના શુદ્ધસ્વરૂપના અનુભવરૂપ પરિણમતું નથી; (ભાવાર્થ આમ છે કે જેટલા કાળ સુધી જીવ મિથ્યાદૃષ્ટિ છે...)’ જુઓ..! આહાહા..! એ રાગ મારું કર્તવ્ય છે (એમ માને છે) ત્યાં સુધી એ મિથ્યાદૃષ્ટિ, મિથ્યા નામ જૂઠી સૃષ્ટિ છે, સત્ય દૃષ્ટિ નથી. આહાહા..! કેમકે આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ છે એમાં રાગનું કર્મ એ તેનું કર્તવ્ય છે જ નહિ. આહાહા..! દયા, દાન, વ્રતના ભાવ પણ રાગ છે, અનુકંપાનો ભાવ પણ રાગ છે. આહાહા..! એ રાગ મારો છે એ મિથ્યાદષ્ટિ થઈને કરે છે. આહાહા..! ‘મિથ્યાસૃષ્ટિ છે તેટલા કાળ સુધી રાગ-દ્વેષરૂપ અશુદ્ધ પરિણમન મટતું નથી).' જુઓ! જ્યાં સુધી રાગ મારી ચીજ છે અને રાગથી મને લાભ થશે ને મારે રાગ કરવો જ પડશે (એમ માને છે) ત્યાં સુધી તેને મિથ્યાર્દષ્ટિપણું છે, એ જૂદી દૃષ્ટિ નહિ છૂટે. આહાહા..! છે?
‘મિથ્યાદૃષ્ટિ છે તેટલા કાળ સુધી રાગ-દ્વેષરૂપ અશુદ્ધ પરિણમન મટતું નથી).' આહાહા..! હું શરીરનું કાંઈક કરી શકું છું, પરનું કરી શકું છું, દેશની સેવા કરી શકું છું, ૫૨ની સેવા કરી શકું છું, જ્યાં સુધી આવી માન્યતા મિથ્યાદૃષ્ટિની છે ત્યાં સુધી તેને રાગ-દ્વેષ છૂટતા નથી. આહાહા..! આકરું કામ છે, ભઈ! ‘મિથ્યાદૃષ્ટિ છે તેટલા કાળ સુધી રાગ-દ્વેષરૂપ અશુદ્ધ પરિણમન મટતું નથી).’ ‘પુન: વોર્ધ્વ વોધ્યતાં યાવત્ ન યાતિ” તથા જ્ઞાનાવરણાદિ કર્મ અથવા રાગાદિ અશુદ્ધ પરિણામ...' પુણ્ય-પાપના ભાવ. એ જ્ઞેયમાત્ર બુદ્ધિને પ્રાપ્ત થતાં નથી.' આહાહા..! શું કહે છે? રાગાદિ છે એ જ્યાં સુધી શેયરૂપ ન થાય અને આત્મા જે જ્ઞાનસ્વરૂપ છે એનો રાગથી ભિન્ન અનુભવ ન થાય ત્યાં સુધી મિથ્યાદષ્ટિ રાગ-દ્વેષનો