________________
કળશ- ૨૧૯
૪૪૯
અપરાધને લઈને (છે). આહાહા.! સમજાણું કાંઈ?
એમ માને છે કે જીવનો સ્વભાવ રાગ-દ્વેષ.” એટલે પુણ્ય-પાપ. દયા, દાન, વ્રત, ભક્તિના ભાવ તે પુણ્ય રાગ છે. હિંસા, જૂઠું, ચોરી, વિષયભોગ, વાસના એ પાપરાગ છે. અને પ્રતિકૂળ શેયને લક્ષમાં લઈને કે આ પ્રતિકૂળ છે એમ કરીને દ્વેષ કરે, એ રાગ અને દ્વેષનો કરનાર જીવ નથી એમ અજ્ઞાની કહે છે. સમજાણું કાંઈ? પરિણમવાનો નથી...” પરદ્રવ્ય એને કરે છે. આહાહા! આ શરીરને લઈને અંદર વિકાર થાય છે. જૂઠી વાત છે. શરીર જડ પર છે અને વિકાર તું તારી દશામાં કરે છે. શરીરને લઈને વિકાર થતો નથી. આહાહા...!
“સંસાર-ભોગસામગ્રી.” એ શરીર, કર્મ અને સંસાર આખો ઉદયભાવ અને ભોગની સામગ્રી. આમ અનુકૂળ પૈસા, આબરુ, બાયડી, છોકરા અનુકૂળ દેખી અને એને લઈને અહીંયાં રાગ-દ્વેષ થાય છે એમ નથી. આહાહા...! સમજાણું કાંઈ? અજ્ઞાની એમ માને છે એમ નથી. ભોગની સામગ્રી. આહાહા.! ખાવાપીવાના મેસૂબ, જોવાની રૂપાળી વેશ્યાઓ અને સૂંઘવાના ફૂલબાગ એ બધી ભોગસામગ્રીઓ આત્માને વિકાર કરાવે છે એમ અજ્ઞાની કહે છે. એ વાત જૂઠી છે. આહાહા! છે?
બલાત્કારે જીવને રાગ-દ્વેષરૂપ પરિણમાવે છે.” જોયું? એ શરીર, ઇન્દ્રિયો... આહાહા.! શરીરમાં વિકત દશા થાય એથી એને લઈને આત્મામાં વિકાર થાય છે. આહા..! એ શરીરને લઈને વિકાર થાય છે, એમ નથી. એ તો પરવસ્તુ છે. આહાહા! સ્ત્રી બહુ અનુકૂળ અને રૂપાળી દેખીને અમને વિકાર થાય છે એટલે એને લઈને વિકાર થાય છે, જૂઠી વાત છે. એ તો જ્ઞાનમાં શેય તરીકે જાણવા લાયક છે એને ઠેકાણે તેં માન્યું કે આ ઠીક છે. એ તો રાગ તેં કર્યો, વિકાર તારે કારણે થયો, એને કારણે થયો નથી. આહાહા. ન્યાયથી, લોજીકથી કંઈ સમજશે કે નહિ? આ તો તત્ત્વ એમ ને એમ માનવું એમ નહિ. અંદર ન્યાયના ભાવભાસન થાય કે સત્ય આ છે અને અસત્ય આમ છે. ત્યારે એને જ્ઞાનમાં યથાર્થ પ્રતીતિ થાય. આહાહા.! પણ એ નવરાશ ક્યાં? આહાહા.! જગતની હોળી સળગે આખો દિ. બાયડી, છોકરા, કુટુંબ, રળવું, ખાવું, પીવું, ભોગ, છ-સાત કલાક સૂવું. થઈ રહ્યું, જાઓ! જિંદગી બિરબાદ, બરબાદ. આહાહા.!
અહીં કહે છે, “શરીર–સંસાર... સંસારની બધી સામગ્રીઓ. એ બાયડી, છોકરા, કુટુંબ. સગાવ્હાલા એ બધા બળાત્કારે જીવને રાગ-દ્વેષપણે પરિણાવે છે. આહાહા.કર્મનો ઉદય આવે નિમિત્ત એટલે આત્મામાં કરવો જ પડે. નિમિત્ત થઈને જ આવે, એમ કહે છે. તદ્દન જૂઠી વાત છે. આહાહા. પરંતુ એમ તો નથી...” જોયું? આત્માને વિકાર પરિણામ કર્મ, શરીર, સંસારભોગ સામગ્રી બળાત્કાર કરે છે એમ છે જ નહિ. આહાહા...!
મુમુક્ષુ :- બિમારીમાં મગજ પાગલ થઈ જાય તો પાગલ નથી થવા માગતું કોઈ. ઉત્તર :- પાગલ થઈ ગયો છે, મૂઢતા પોતે પ્રગટ કરી છે. એ મૂઢતા પોતે કરી છે.