________________
૪૪૮
કલામૃત ભાગ-૬
પણ પર્યાય સ્વભાવ જ છે. માટે કર્મો કરાવ્યો હોય તો એમ માનો તો એનો નહિ, એમ કહે છે. પણ પોતે જ કર્યો છે. “સ્વસ્થ ભવનું સ્વમાવ’ પોતાની પર્યાયમાં થયો માટે એનો સ્વભાવ, પર્યાયની અપેક્ષાએ એનો સ્વભાવ કહેવામાં આવે છે. આહાહા! આયે મોટા વાંધા હતા ને? ૨૧ વર્ષ પહેલા.
ભાવાર્થ આમ છે...' કંઈ કીધા પહેલા પાધરો ભાવાર્થ ઉપાડ્યો છે. કોઈ એમ માને છે કે જીવનો સ્વભાવ રાગ-દ્વેષરૂપે પરિણમવાનો નથી...” જોયું? ભાઈ ‘ગાંગુલી' એમ વારંવાર પૂછતા હતા ને? વૈદ્ય. મોટા વૈદ્ય છે, હોમિયોપેથીના. કલકત્તા'. હોમિયોપેથી. એ વારંવાર પૂછતા હતા, આત્મા દોષ કરે? આત્મામાં દોષ થાય? પણ આત્મા ત્રિકાળમાં દોષ નથી. પણ એની વર્તમાન પર્યાયમાં) દોષ ન હોય તો વર્તમાન આનંદ હોવો જોઈએ. કારણ કે એ ભગવાન આત્મા તો આનંદ સ્વરૂપ છે. વસ્તુ હોય એ દુઃખરૂપ હોઈ શકે નહિ. વસ્તુ હોય એ અપૂર્ણ હોઈ શકે નહિ, વસ્તુ હોય તેને આવરણ હોઈ શકે નહિ. સમજાણું કાંઈ? આહાહા.! એ ત્રિકાળી વસ્તુ છે એ તો નિરાવરણ પૂર્ણ અને પૂર્ણ શુદ્ધ (છે). આહાહા.! પણ તેની વર્તમાન દશામાં એ વિકારીભાવ કરે છે તે દુઃખ છે. આહાહા...! એ દુઃખને ઉત્પન્ન કરનારો આત્મા પોતે પોતાના સ્વભાવને ભૂલીને ઉત્પન્ન કરે અથવા સ્વભાવમાં અસ્થિર થઈને ઉત્પન્ન કરે છે. સમજાણું કાંઈ? આહાહા..!
મુમુક્ષુ :- આત્મ ન કરે, પર્યાય કરે.
ઉત્તર :- પણ ઈ પર્યાય એની ગણવી છે કે અહીં અત્યારે? પર નહિ, અને એની પર્યાય એની છે એ પર્યાય આત્મા કરે છેએમ કહેવું છે અત્યારે. પર્યાય પર્યાયને કરે છે એ તો પરમાર્થિક (થયું. પણ અહીં તો પર કરતું નથી પણ આત્મા કરે છે એમ સિદ્ધ કરવું છે. આહાહા...! કોઈ કર્મ અને વિકાર કરાવે, કોઈ કર્મનું જોર આવે ને વિકાર કરવો પડે, પુણ્ય-પાપના ભાવ (કરવા પડે) એમ નથી, એ સિદ્ધ કરવા એ પર્યાયનો કર્તા આત્મા છે એમ કહ્યું). સમજાણું કાંઈ? આહા...!
જીવનો સ્વભાવ રાગ અને પુણ્ય-પાપરૂપે થવાનો નથી. પરિણમવું એટલે દશામાં થવું. આત્મા તો પવિત્ર છે, એની પર્યાયમાં વિકાર થવો એ એનો સ્વભાવ નથી એમ કોઈ માને. આહાહા...! “પદ્રવ્ય-જ્ઞાનાવરણાદિ કર્મ... આહાહા.... એ તો કર્મ છે એ એને રાગ કરાવે છે, એમ અજ્ઞાની કહે છે. અમારે ક્યાં કરવાનો ભાવ છે. આહાહા...! જ્ઞાનાવરણાદિ છે ને જોયું જ્ઞાનાવરણીયનો ઉદય આવે છે એટલે આત્મામાં જ્ઞાનની દશા હિણી થાય છે. અમે એને કઈ કરતા નથી. કર્મને લઈને હિણી દશા થાય છે. એમ નથી. આહાહા.! સમજાણું કાંઈ? આ જ્ઞાનનો વિકાસ કેમ નથી અવસ્થામાં અંતર સ્વરૂપ સર્વજ્ઞ સ્વરૂપી પ્રભુ છે. સર્વજ્ઞ જ્ઞાનસ્વભાવ પ્રજ્ઞાબ્રહ્મ સ્વરૂપ ભગવાન આત્મા છે પણ એની દશામાં કોઈને ઉઘાડ ઓછો, કોઈને વધારે, આ બધો ફેર કેમ? કે, કર્મને લઈને એ બધો ફેર છે, એમ નથી. એ પોતાના