________________
૪૫૦
કલામૃત ભાગ-૬
કર્મને લઈને નહિ પરને લઈને નહિ. એ પ્રશ્ન થયો હતો. “પંચાધ્યાયી'માં છે એ પ્રશ્ન અમારે થઈ ગયેલો. કર્મને લઈને એમ કહે, આ મૂઢતા થાય છે, બિલકૂલ જૂઠ છે. છે, એક શ્લોક છે, પંચાધ્યાયીમાં છે. (સંવત) ૧૯૮૩માં શેઠ સાથે ચર્ચા થયેલી. ઇ શ્લોક એવો છે કે, કર્મ લઈને આમ થાય, કર્મને લઈને આમ થાય. તો નિમિત્તથી કથન છે. એમ કે, આ દારૂ પીવે અને મગજ બગડે છે એ દારૂને લઈને બગડે છે, એમ નથી. પોતે બગાડે ત્યારે દારૂને નિમિત્ત કહેવામાં આવે છે. શું કીધું
મુમુક્ષુ :- દારૂ પીવાનો ભાવ થયો.
ઉત્તર :- ભાવ થયો એ જ બગાડ તેં કર્યો. પરને લઈને શું છે? મોટી ચર્ચા થઈ હતી. પંચાધ્યાયીમાં એક શ્લોક છે. એ એવો અર્થ કરતા હતા કે, જુઓ! કર્મને લઈને આમ થાય ને કર્મને લઈને આમ થાય. શું થાય? કીધું. આહાહા.! એક શ્લોક છે. ઘણી ચર્ચાઓ થઈ ગયેલી પહેલા. - “જીવની વિભાવપરિણામશક્તિ જીવમાં છે. શું કહે છે? આત્મામાં વિકારપણે પરિણમવાની શક્તિ યોગ્યતા આત્મામાં છે. આહા.! જીવને વિકાર, વિભાવ એટલે વિકાર, પુણ્ય અને પાપનો વિકાર, વિષયવાસના, ક્રોધ, માન, માયા, લોભ, દયા, દાન, રાગ, દ્વેષ આદિ બધા વિકાર છે. એ વિભાવપરિણામશક્તિ જીવમાં છે. પર્યાયમાં વિભાવપણે પરિણમવું એવી એની યોગ્યતા છે. શક્તિની વાત કરી, છે તો નિમિત્ત એ. શક્તિ છે એ તો પોતે વર્તમાન પર્યાયમાં નિમિત્તને આધીન થાય છે એ પોતાની યોગ્યતાથી થાય છે. આહાહા.! સમજાણું કાંઈ? આવા હવે એક એક બધી વાતમાં ફેર. નિર્ણય કરવો એને.
“જીવની વિભાવપરિણામશક્તિ જીવમાં છે, તેથી મિથ્યાત્વના ભ્રમરૂપે પરિણમતું થકું...” જોયું? પોતે ભ્રમણારૂપે પરિણમે છે, થાય છે. આહાહા.! પંચાધ્યાયીમાં એક શ્લોક છે. કેટલામો ૨૬મો કે એટલામો કાંઈક છે, બીજા ભાગમાં. એ ચર્ચા થઈ હતી. મિથ્યાત્વ એટલે વિપરીત માન્યતા. એ રાગ-દ્વેષ તે જ હું છું અને કર્મને લઈને ને પરને લઈને મારામાં વિકાર થાય છે એવો જે મિથ્યાત્વભાવ એ ભ્રમરૂપે પોતે થાય છે. કર્મ એને મિથ્યાત્વપણું કરાવે છે, એમ નથી). દર્શનમોહનો ઉદય એક કર્મ છે એને લઈને અહીં મિથ્યાત્વ થાય છે, એમ નથી. આહાહા...! વિપરીત ભ્રમરૂપે પરિણમતું થયું “રાગદ્વેષરૂપે જીવદ્રવ્ય પોતે પરિણમે છે... આહાહા...! સ્વયં આત્મા રાગના વિકલ્પના પુણ્ય-પાપના વિકાર એ રૂપે, આનંદ સ્વરૂપી ભગવાન હોવા છતાં એની વર્તમાન દશામાં દુઃખરૂપનું પરિણમન એ પોતે કરે છે. આહાહા...! ભલે પર્યાય કરે છે પણ આત્મા કરે છે એમ કહે છે).
પદ્રવ્યનો કાંઈ સહારો નથી.” દેખો! આત્મામાં રાગ-દ્વેષ અને વિષયવાસના આદિ થાય એમાં આત્મા સિવાય બીજા દ્રવ્યનો બિલકુલ સહારો નથી. આને લઈને મને આ થયું એમ નથી. આહાહા.! પરદ્રવ્ય એટલે આત્મા સિવાય શરીર, કર્મ, કુટુંબ, કબીલો, ભોગસામગ્રી,