________________
કળશ- ૨૧૯
૪૫૧
આહા. એ કાંઈ એનો સહારો નથી. તે કહે છે...' ___ 'किञ्चन अपि अन्यद्रव्यं तत्त्वदृष्ट्या रागद्वेषोत्पादकं न वीक्ष्यते' छ? 'किञ्चन अपि ચદ્રવ્ય “
વિષ્યન” એટલે કોઈપણ અન્ય દ્રવ્ય એમ. આહાહા. આઠ કર્મ હો. આહાહા...! જ્ઞાનાવરણીય કર્મ એ જ્ઞાનની હિણી દશા કરે એ ત્રણકાળમાં બનતું નથી. કહો, સમજાણું કાંઈ? દર્શનમોહનો ઉદય છે એ મિથ્યાત્વ, વિપરીત માન્યતા કરાવે એ બિલકુલ નથી. અંદરમાં ચારિત્રમોહનો ઉદય છે માટે અહીં રાગની વાસના થાય છે, બિલકુલ જૂઠી વાત છે. આહાહા...! આ મોટી તકરાર છે, જેનમાં. ઓલા કહે ઈશ્વરકર્તા છે, આ કહે મારા વિકારનો કર્મ કર્તા છે. કોઈ કર્તા (નથી), તું છો. કર્મ-બર્મ કોઈ કરતું નથી. ઈશ્વરે તને કર્યો નથી અને ઈશ્વર તને કરાવતો નથી. આહાહા.! સમજાણું કાંઈ
આ મોટા કષાયખાના હોય છે). “અમેરિકામાં દોઢ માઈલમાં એક કારખાનું છે. મોટો અબજોપતિ છે. ચાંદીના રૂપાની ખુરશીએ બેસે. એ કષાયખાનુ ભગવાન કરાવતો હશે? ગાય કાપે, એકસાથે સો-બસો લાઈનમાં રાખી, ગમાણ હોય ને ગમાણ? ગાયું આમ ચરે. એમ ગમાણમાં મોટું રાખીને ઘાસ રાખ્યું હોય, ઉપરથી હથિયાર આવે. પચાસ-સો ગાય એકસાથે ધડ ને (શરીર) બે જુદા (થઈ જાય). મોટું કારખાનું છે. હૈ? આવા ભાવ ઈશ્વર કરાવતા હશે કે અમારી પ્રેરણા છે, તું કર. કર્મ પણ કરાવતું નથી અને ઈશ્વર પણ કરાવતું નથી, એમ કહે છે. આહાહા.! એવા ભાવ, દુઃખરૂપ વિકારીભાવ તું પોતે કરે છે, ભાઈ! આહા.!
આઠકર્મ એટલે જોયું? જ્ઞાનાવરણીય આત્માના જ્ઞાનને હીણું કરે, દર્શનાવરણીય આત્માને નિદ્રા આપે, વેદનીય કર્મ અનુકૂળ સામગ્રી આપે અને સુખની કલ્પના કરાવે, આહાહા! મોહકર્મ દર્શન, ચારિત્રના ઉદયથી અહીંયાં મિથ્યાત્વ અને રાગ-દ્વેષ થાય, આયુષ્યકર્મને લઈને અહીંયાં આત્માએ શરીરમાં રહેવું પડે, આહાહા.! એમ નથી. કહે છે. તારી યોગ્યતાથી તું શરીરમાં રહ્યો, આયુષ્ય તો નિમિત્ત છે. આહાહા.! એવું છે. જેટલું આ શરીરનું આયુષ્ય લઈને આવ્યો છે પૂર્વનું તેટલું અહીં રહેશે, પણ એ કર્મને લઈને નહિ. કર્મ તો કર્મમાં રહ્યું. પોતાની શરીરમાં રહેવાની જેટલી યોગ્યતા–લાયકાત છે તેથી તે રહે છે. એ લાયકાત પૂરી થયે દેહ છૂટી જાય છે, બીજો દેહ ધારણ કરે). આહાહા...! એ આયુષ્યથી નહિ, નામકર્મને લઈને નહિ. આહાહા.! જશકીર્તિ ને એવી પ્રકૃતિ હોય ને? ગોત્ર, અંતરાય કર્મ. એ આઠ કર્મને લઈને આત્મામાં વિકાર થાય છે એમ જે અજ્ઞાની માને છે એ બિલકુલ જૂઠી વાત છે. આહાહા...! અથવા શરીર કરાવે અથવા મન કરાવે, વચન કરાવે, આ વાણી જડ છે ને અવાજ? એ તો માટી છે. આત્મા આમાં ઉતરે? આત્મા તો અરૂપી છે. વાણી જડ છે. જડ આત્મામાં વિકાર કરાવે? આહાહા...! પ્રશંસાના શબ્દો આવે તો રાજી રાજી થઈ જાય. ઈ પ્રશંસાને લઈને અહીં રાગ થયો છે? તેં કર્યો તો થયો છે. નિંદા સાંભળી. ઈ ભાષા તો જડ છે. એને લઈને તેને અંદર દ્વેષ થાય છે? તને ગોડ્યું નથી માટે તને દ્વેષ થાય