________________
૪૫૨
કલામૃત ભાગ-૬
છે, નિંદાના શબ્દોથી નહિ. આહાહા.!
વિકારી પર્યાય પણ સ્વતંત્ર કરે તો કર્તા થાય એ વાત પણ જેને ન બેસે એને નિર્વિકારી ત્રિકાળી ચીજ સ્વયંસિદ્ધ છે એ વાત એને કેમ બેસે? જે પ્રગટ પર્યાય છે એની વિકૃત અવસ્થા કે અવિકૃત અવસ્થા મારાથી થાય છે એટલું એ માને નહિ, એને આખો ભગવાન ત્રિકાળી આનંદનો નાથ પ્રભુ, પર્યાયમાં–અવસ્થામાં આવતો નથી પણ અવસ્થામાં તેની શ્રદ્ધા થાય છે, તો એ શ્રદ્ધા કેવી રીતે કરી શકે? પર્યાયની સ્વતંત્રતાની શ્રદ્ધાના ઠેકાણા નહિ એને દ્રવ્યની સ્વતંત્રતાની શ્રદ્ધા શી રીતે થાય? આહાહા.! સમજાણું કાંઈ? આવો કઈ જાતનો ઉપદેશ આવો? વ્રત પાળવા, દયા પાળવી, સેવા કરવી, દેશસેવા (કરવી) એવું તો બધું સાંભળીએ છીએ. ધૂળેય કરી શકતો નથી. સાંભળના પક્ષઘાત થાય છે તો પગને હલાવી શકતો નથી. એટલી ખબર છે તને? શરીરને હલાવવા માગે તો હલતું નથી ઈ તો એને કારણે હલે.
મુમુક્ષુ :- “અમુલખભાઈને .
ઉત્તર:- “અમુલખભાઈને તો જરી પગ વાગ્યો. કો'ક માણસ સામો આવ્યો તો ભટકાઈ ગયો. પડી ગયો. કાલે આવ્યા હતા. એ તો ત્યાં જડની પર્યાય થવાની એથી ઓલું નિમિત્ત આવ્યું. પણ જડની એવી પર્યાય) થઈ માટે ત્યાં આત્મામાં દુઃખ થાય છે, એમ નથી. આહાહા...! પોતે અણગમો અંદર ઉત્પન્ન કરે છે, એવા વિકારને ઉત્પન્ન કરે છે તે પોતે કર્તા જીવ છે. આહાહા...આકરી વાતું છે.
આમ છરા પડે શરીર ઉપર, માટે એને લઈને ત્યાં દ્વેષ થાય છે, એમ નહિ. આહાહા.! અંદર આત્માના સ્વભાવને ભૂલી અને પ્રતિકૂળ દેખી, માનીને એને દ્વેષ થાય છે. એ દ્વેષનો કરનારો જીવ સ્વતંત્ર છે. પરને લઈને દ્વેષ થયો નથી. આહાહા...! આવી પ્રગટ વિકૃત અવસ્થાની પણ સ્વતંત્રતા ન બેસે એને અવ્યક્ત આખો આત્મા અંદર... આહાહા.! અતીન્દ્રિય આનંદનો કંદ પ્રભુ છે, એ કેમ બેસે એને? અને એ બેઠા વિના એના જન્મ-મરણ કદી ટળે એવા નથી. આહાહા.! ક્રિયાકાંડ કરે ને વ્રત કરે ને તપ કરે ને... એ બધી રાગની ક્રિયાઓ છે. આહાહા.! સમજાણું કાંઈ? કોઈપણ દ્રવ્ય, એમ કહેવું છે. “ઇત્યાદિરૂપ છે જેટલું પારદ્રવ્ય તે,” એમ. “
વિષ્યન’ છે ને? એટલે જેટલું કોઈપણ પરદ્રવ્ય, એમ. કંઈપણ કરી શકે નહિ, એમ નહિ. “
વિષ્યન મપિ' કોઈપણ દ્રવ્ય, એમ. આહાહા! શું કહ્યું છે? આત્મામાં વિકાર કાંઈપણ ન કરી શકે, કાંઈપણ ન થાય, એમ નહિ. આત્મામાં વિકાર કોઈપણ દ્રવ્ય કરી શકતું નથી. આહાહા...! સમજાણું કાંઈ?
મેસુબ આવ્યો, ચાર શેર ઘીનો પાયેલો. મેસૂબ... મેસૂબ. એટલે એને મીઠાશનો રાગ (આવ્યો. એ મેસૂબ) તો જડ છે, એ જડનો સ્વાદ એને નથી આવતો. કારણ કે પોતે તો પ્રભુ અરૂપી છે અને આ મેસૂબ તો જડ, માટી, ધૂળ છે. ફક્ત તેનું લક્ષ કરીને ઠીક