________________
કળશ- ૨૧૯
૪૫૩
છે, એવો રાગ ઉત્પન્ન કરે છે. એ રાગને વેદે છે. મેસૂબને નહિ અને મેસૂબને લઈને રાગ થયો છે, એમ નહિ. રમણીકભાઈ ! આવી વાતું છે. આહાહા! વસ્તુનું સ્વરૂપ અને સ્થિતિની મર્યાદા જેટલી જેમ છે તેમ ન જાણે તો બધો મિથ્યા ભ્રમ છે. આહાહા.! સમજાણું કાંઈ? આહાહા...!
મુમુક્ષુ :- ઘણા પડખા જાણવા પડશે.
ઉત્તર:- ઘણે પડખે ઊંધો પડ્યો છે ને ઘણા પડખેથી ઊંધો પડ્યો છે, માળો એટલે ઘણા પડખેથી એની ઊંધાઈ જાણવી પડશે. આહાહા. જ્યાં હોય ત્યાં હું કરું, હું કરું, હું કરું. આ બધું મેં કર્યું છે, મેં કર્યું છે, આમ કર્યું, તેમ કર્યું. આહાહા.!
મુમુક્ષુ :- તો કોણે કર્યું
ઉત્તર :- કોણ કરે? જડની અવસ્થા જડથી થાય. આત્માથી થાતી હશે એ? આહા.! આ મકાન-બકાન થયા એ કોઈએ કરાવ્યા હશે? “રામજીભાઈએ? પ્રમુખ તો એ હતા. મિસ્ત્રી પણ કરતા નહોતા, મિસ્ત્રી રાગ કરતા. આહાહા...! પદ્રવ્યને કોણ કરે? અહીં તો કોઈપણ પદ્રવ્ય તને રાગ ઊપજાવે એમ નથી, એટલું કહેવું છે. આહાહા...! | ઇત્યાદિરૂપ છે જેટલું પદ્રવ્ય તે...” જેટલું પદ્રવ્ય છે. આહાહા.! સોનામહોર ને હીરા ને માણેક આમ નજરે પડે તેથી એણે અહીં રાગ ઉપજાવ્યો છે, જૂઠી વાત છે. તેને દેખીને તેં તારામાં રાગ ઉત્પન્ન કર્યો, એને લઈને નહિ. આહાહા.. દાખલો નથી આપ્યો ઓલો વેશ્યાનો? “સમ્યકૂજ્ઞાન દીપિકામાં. એક વેશ્યા મરી ગઈ. જુવાન અવસ્થા. એમાં એક મુનિ નીકળ્યા. આહા...! અરે.રે...આનું શરીર સારું હોત તો ધર્મ કરત. વિચાર એવા આવ્યા. એક કૂતરો આવ્યો. એને દેખીને આને ખાઉં એવો વિચાર આવ્યો). એક વ્યભિચારી આવ્યો કે, આ જો નીરોગ જીવતી હોત હું આમ કરત. વસ્તુ તો એની એ છે. કલ્પના કરનારા ભિન્ન ભિન્ન એ પોતાથી કરે છે, એને લઈને નહિ આહા.! સમજાણું કાંઈ છે, દાખલો છે ને? “સમ્યકજ્ઞાન દીપિકા'. વેશ્યા મરી ગઈ, જુવાન અવસ્થા, વીસ-પચીસ વર્ષની ઉંમર. મુનિ નીકળ્યા. આહાહા...! અરે.રે. આ શરીર મડદાં, એણે ભગવાન આત્માને ન જાણ્યો. એમ વૈરાગ્યે થયો. કૂતરો આવીને વિચારે છે), આ બધા ખસી જાય તો ખાઉં. વસ્તુ તો એની એ છે. એ ખાવાના ભાવ એણે કરાવ્યો છે? આહા. મુનિને વૈરાગ્ય થયો તો એનાથી થયો છે? એમ વ્યભિચારી આવીને કહે, આ જીવતી હોત તો હું વિષય લેત, તો એ મડદાએ કરાવ્યો છે? આહાહા..! એકની એક ચીજ છે એ આ રીતે પરને કરાવે? પર પોતે પોતાથી કરે ત્યારે ઓલાને નિમિત્ત કહેવામાં આવે છે. આહાહા. ન્યાય, લોજીકથી કંઈ તત્ત્વને સમજશે કે નહિ? આહા! આંધળે આંધળું ગાડું ચાલે છે.
મુમુક્ષ:- નોકર્મ સાથે તો અવિનાભાવસંબંધ નથી પણ દ્રવ્યકર્મ સાથે તો અવિનાભાવસંબંધ છે ને?