________________
૪૬
કલશમૃત ભાગ-૬
એ તો અમૃતનું નિધાન છે. અતીન્દ્રિય અનંત સુખનો સાગર છે, અતીન્દ્રિય અનંત જ્ઞાનનો તો ભંડાર છે. આહાહા.! એ ઇન્દ્રિયથી, મનથી, રાગથી જાણવામાં નથી આવતો. આહાહા! અરે.. “સુધાવર: કવ રચા” “અમૃતના નિધાન સમાન છે. કૂટનો અર્થ નિધાન કર્યો. સુધાનો અર્થ અમૃત કર્યો. કૂટ. કૂટપર્વત ઉપર મોટા કૂટ હોય છે. એમ આ કૂટ–નિધાન છે. આ પર્વત ઉપર મોટા કૂટ નથી હોતા? આપણે શાસ્ત્રમાં પણ આવે છે ને? ચારસો કૂટનો, પાંચસો કૂટનો. પર્વત ઉપર શિખર, શિખર હોય. એમ આ આત્મા તો અમૃતનું શિખર છે. આહાહા.! અમૃતનો કુંડ છે, અમૃતનો કૂટ છે, અમૃતનું નિધાન છે. આહાહા.! અહીં બે બીડી, સિગારેટ જ્યાં પીવે ત્યાં મોજ લાગે, મજા લાગે. સવારમાં ઉકાળો પીવે. ઊઠે એટલે પા શેર, દોઢ પા શેર ચા પીવે ત્યારે મગજ ઠીક (ચાલે). આહાહા. એને એમ કહેવું કે. પ્રભુ તારો આત્મા અતીન્દ્રિયનું નિધાન છે ને આ તારો પીવાનો ભાવ છે એ તો ઝેર છે ને! આહાહા...! સમજાણું કાંઈ?
અમૃતકૂટા આહાહા...! આ નિષિધ પર્વત ને નિલય પર્વત નથી? પર્વત ઉપર કૂટ હોય છે. ઊંચા ઊંચા. શાશ્વત, શાશ્વત. એને કૂટ કહે છે. અહીંયાં ભગવાન અમૃતનો કૂટ છે. આહાહા...! એ પત્થરના કૂટ છે. નિષિધ, નિલય પર્વત આદિ છે. આ પરમાત્મા ભગવાન અંદર છે, ભાઈ! એને ક્ષેત્રની જરૂર નથી. ઘણું લાંબુ ક્ષેત્ર હોય તો આમ હોય, એવું કાંઈ છે નહિ. શરીર પ્રમાણે ભગવાન અંદરમાં અનંત આનંદનો કૂટ ભંડાર ભર્યો છે. આત્મા
જ્યારે ભગવાન પરમાત્મા થાય છે ત્યારે તેને અનંત આનંદ આવે છે. એ અનંત આનંદ પ્રત્યેક ક્ષણે ભિન્ન ભિન્ન આવે છે. ભિન્ન ભિન્ન અનંત આનંદનો સાગર તો અંદર છે. એ તો એક સમયની આનંદની પર્યાય છે.
પરમાત્મા જિનેન્દ્રદેવ અરિહંત થાય છે. ણમો અરિહંતાણું કહે છેએ કોઈ પક્ષનો શબ્દ નથી. ભગવાન આનંદથી ભર્યો પડ્યો છે તેનાથી વિરુદ્ધ ભ્રમણા, શ્રદ્ધા ને રાગ-દ્વેષને અરિ કહે છે. અરિ, જેને હંતા નામ હયા, અરિને જેણે હંતા-હણ્યા એ ણમો અરિહંતાણં. એમને હું નમસ્કાર કરું છું. એ આવે છે. એ કોઈ પક્ષનો શબ્દનો નથી. આહાહા...! ણમો અરિહંતાણં. જેણે ભગવાન આનંદના નાથનો અનુભવ કરીને ભ્રમણા મિથ્યાત્વ ને રાગદ્વેષરૂપી વેરીને હંતા નામ નાશ કર્યા અને પૂર્ણ આનંદની પર્યાયનો ઉત્પાદ કર્યો અને ધ્રુવ સ્વરૂપ તો અનાદિનું છે જ. આહાહા.. ઉત્પાદ-વ્યય-ધ્રુવ. ણમો અરિહંતાણે એવા અરિહંત. અરિ નામ વિકાર-દુશમનને હણીને જેણે નિજ અતીન્દ્રિય આનંદની પર્યાય-દશા પ્રગટ કરી, જેને સુધા-તૃષા નથી, જેને એકલો આનંદ આનંદ આનંદ છે એવા પરમાત્માને અરિહંત કહેવામાં આવે છે. આહાહા. એ પરમાત્માને જે અનંત આનંદ આવે છે તે પણ એક સમયની પર્યાય છે. આહાહા...! આ તો નિધાન છે. આવા અનંત અનંત આનંદનું તો નિધાન ભગવાન છે. અહીં “અમૃત” શબ્દ કહ્યો. આહાહા...! આવી વ્યાખ્યા ને ઉપદેશ. માંડ પકડાય.