________________
કળશ-૧૮૯
છે નહિ. એ તો વિકલ્પ છે, ભગવાન! આહાહા..! ન ભણવું, ન ભણાવવું, ન વંદવું,...' વંદના ન કરવી. આહાહા..! વંદના કરવી એ વિકલ્પ, રાગ છે. વંદના ન કરવી નામ સ્વરૂપ તરફની એકાગ્રતા કરવી. એ ન વંધ્યું છે. આહાહા..!
‘ન નિંદવું,...’ પાપભાવ કર્યાં તેની નિંદા કરવી એ શુભભાવ છે. તે ન નિંદવું,...’ એ પણ ન કરવું. શેઠ! આવી વાત છે, ભગવાન! તું તો ભગવાન છો ને, પ્રભુ! અતીન્દ્રિય આનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ – સત્—શાશ્વત જ્ઞાનમૂર્તિ પ્રભુ અને આનંદનો સાગર આત્મા, તેમાં વંદના, સ્તુતિ એ તો બધું વૃત્તિનું ઉત્થાન છે. વિકલ્પની ઉત્પત્તિ છે. આહાહા..! ન નંદવું તો અનાદર કરવો? ન વંદવુંનો અર્થ એ નથી. વંદનનો ભાવ છે, વિકલ્પ છે તો ન નંદવું એ નિર્વિકલ્પ છે, એમ. ન વંદવુંનો અર્થ દેવ-ગુરુ-શાસ્ત્રની વંદના નહિ, આદર કરવો નહિ. એટલે અનાદર કરવો એમ છે? અહીંયાં તો આદર કરવો એ વિકલ્પ છે તેને છોડવો. આહાહા..! આવી વાત છે. ‘લક્ષ્મીચંદભાઈ’! દુનિયાથી જુદી છે. આહાહા..! ઓહોહો..!
પ્રભુ! તું તો ચેતન પરિણતિથી અનુભવમાં આવે એવો છો ને! ચેતનનું ચેતના સ્વરૂપ એ તો ચેતનની પરિણતિથી અનુભવમાં આવે એમ છે ને! પોતાની ચૈતન્ય પરિણતિથી તે અનુભવમાં આવે એવો છે, એ રાગથી અનુભવમાં આવે એવી એ ચીજ જ નથી. સમજાણું કાંઈ? કઠણ પડે પણ પહેલા એનો નિર્ણય તો કરો. વિકલ્પ સહિત નિર્ણયમાં પણ પહેલા આમ આવવું જોઈએ. આહાહા..! હું તો ચેતન પરિણતિથી, નિજ ચેતન સ્વરૂપ, ચેતના સ્વરૂપ ચેતનને અનુભવ કરી શકું છું. મારો પત્તો ચૈતન્ય પરિણતિથી, ચેતના સ્વરૂપ ચેતનનો પત્તો લાગે છે. આહાહા..! મારો ભગવાન અંદર સચ્ચિદાનંદ પ્રભુ, એ મારી ચૈતન્ય પરિણતિ વિકલ્પ રહિત, એ પરિણતિથી તેનો પત્તો અને અનુભવ થઈ જાય છે. પત્તો લાગવો કહો કે અનુભવ કહો. આહા...!
‘ન નંદવું,..’ વંદનાનો અર્થ વંદનાનો વિકલ્પ ન કરવો, એમ. આહાહા..! નિજ ભગવાન સ્વ સિવાય કોઈપણ ચીજ પરવસ્તુ, ત્રણલોકના નાથ તીર્થંકર સર્વજ્ઞ ૫રમેશ્વર હો અને નિગ્રંથ દિગંબર સંત આનંદની લહેરમાં ઝુલનારા, એમની વંદના અને આદર એ પણ એક વિકલ્પ છે. આહાહા..! અનુભવ એ વિકલ્પથી નથી થતો. આહાહા..! ન વેંદવું, ઇત્યાદિ છે ને.
૪૫
‘ન નિંદવું, એવો ભાવ...' ‘સુધાદ: વ ચાત્' ઓલામાં એમ લીધું છે કે, એ અમૃત કેમ હોય? એ તો અપ્રતિક્રમણ–પાપ. જ્યારે પુણ્યને, શુભભાવને ઝેર કહ્યું તો અશુભ અમૃત કેમ હોય? અહીંયાં એમ કહે છે કે, ન વંદવું, ન સ્તુતિ કરવી એ અમૃતનો ઘડો છે. છે? અમૃત ‘સુધાદ: વ ચાત્” ‘અમૃતના નિધાન સમાન છે.’ આહાહા..! હજી પહેલી કબુલાત ક૨વામાં ૫૨સેવા ઊતરી જાય. અહીંયાં તો ભગવાનઆત્મા અંદર સચ્ચિદાનંદ પ્રભુ, તેનો અનુભવ ક૨વામાં.. શું કહ્યું?
“અમૃતના નિધાન સમાન છે.’ પ્રભુ તો. આહાહા..! ભગવાન અંદર આત્મા જેને કહીએ