________________
કલશામૃત ભાગ-૬
છે. આત્મ ભગવાન અંદર આત્મા જે છે એ નિજ સ્વભાવ ચેતના, આનંદથી ભરપૂર ભર્યો છે. આહાહા..! તેનો અનુભવ એ અહીંયાં કહ્યું–એ અપ્રતિક્રમણ.
અપ્રતિક્રમણનો અર્થ શું કર્યો? ‘ન ભણવું,...’ ભણાવવું નહિ. ૫૨ને ભણાવવું એ તો વિકલ્પ, રાગ છે. આહાહા..! ‘ન ભણવું,...' આહાહા..! ‘ન ભણાવવું,..’ છે ને? જેને પોતાને ભણવું નથી અને નથી ભણાવવું, એ અપ્રતિક્રમણ છે. એ વિકલ્પરહિત નિર્વિકલ્પતા છે, એમ કહે છે. આહાહા..! આવી ઝીણી વાતું છે. એને હિતને માટે (વાત છે).
મુમુક્ષુ :- નિશ્ચયનયનો પક્ષ તો કરવો કે નહિ?
ઉત્તર :– પક્ષ શું કરવો? એ તો પહેલો પક્ષ વિકલ્પથી આવે કે, માર્ગ આ છે. નિર્મળ શુદ્ધ પરિણતિથી આત્માને લાભ થાય છે એમ પહેલા વિકલ્પમાં આવે, પણ એ કંઈ સત્ય નિર્ણય નથી. એ નિર્ણય સત્ય નથી. પક્ષ કરવા ભૂમિકામાં પહેલા આવે છે કે, મારી ચીજ શુદ્ધ ચૈતન્ય અમૃત સ્વરૂપ, ચેતના સ્વરૂપમાં તેનો પક્ષ એ મારી ચીજ છે અને વિકલ્પ જે દયા, દાન, ભક્તિ, પૂજા, વ્રતાદિના વિકલ્પ છે એ હું નહિ. એવા વિકલ્પ સહિત વીર્યમાં શુભભાવમાં આવો નિર્ણય કરવાની યોગ્યતા પ્રથમ આવે છે પણ એ આવ્યો માટે ત્યાં અનુભવ થાય છે, એમ છે નહિ. સમજાણું કાંઈ?
અનુભવ તો ચેતન સ્વરૂપને અનુસરીને થવું તે અનુભવ છે. રાગને અનુસરીને થવું એ તો અહીંયાં ઝેર કહ્યું. આકરું કામ છે, ભાઈ! મોટા પંડિતો ભણી ભણીને મોટી વાતું કરે અને આવી વાતને ઊડાડી રે. આ સત્ય વાત છે એને ઊડાડી દો (અને કહે), સત્ય વાત નથી, આમ કરો, આમ કરો, આમ કરો. હવે એ તો અનંત વાર કર્યું છે, સાંભળ તો ખરો. ભગવાન ભક્તિનું નામ સ્મરણ, જાપ અનંત વાર કર્યાં છે અને પ્રતિક્રમણ, પરિહાર, ધારણા, નિંદા, ગર્હ એવો ભાવ-શુભભાવ અનંત વાર થયા છે. અહીંયાં તો જેનાથી જન્મમ૨ણ મટે અને ભવના ફંદ ટળે અને આનંદ-ભવના અભાવરૂપ આનંદનો સ્વાદ આવે એ વાત કહે છે. સમજાણું કાંઈ?
અહીંયાં કહે છે કે, ભણવું-ભણાવવું તેને ઝેર કહ્યું. ન ભણવું તે અમૃત છે. આહાહા..! અર્થાત્ ભણવું એ તો એક વિકલ્પ છે, રાગ છે. શાસ્ત્ર ભણવા એ પણ એક રાગ, વિકલ્પ છે. આહાહા..! આમ તો આગમનો અભ્યાસ કરવો એમ મોક્ષમાર્ગ પ્રકાશકમાં બહુ આવે છે. પહેલા અધ્યાયમાં જ આવ્યું છે. અભ્યાસ કરવાની વાત તો કરે પણ તે વિકલ્પ છે તેનાથી અંત૨માં આત્મજ્ઞાન થશે એમ છે નહિ. શાસ્ત્રમાં બુદ્ધિ જવી એ પણ એક વ્યભિચાર છે. કેમકે નિજ સ્વભાવને છોડી રાગની સાથે જોડાણ કર્યું તેનું નામ વ્યભિચાર છે. આહાહા..! ઝીણી વાત છે, ભગવાન!
૪૪
‘ન ભણાવવું,..’ ભણવું નહિ, ભણાવવું નહિ. એ વિકલ્પ રહિત દશા છે, એમ કહે છે. આહાહા..! એમ કે, ખૂબ લાખો માણસમાં વાંચન કરવું, ઉપદેશ દેવો એ ધર્મ છે, એમ