________________
કળશ-૧૮૯
૪૩
અર્થમાં આમ લીધું છે. અહીંયાં બીજું કહેશે. શું?
પ્રતિક્રમણ આદિ શુભભાવ... આહાહા.. આત્માની પ્રાપ્તિમાં એ કારણ નથી. ત્યારે પ્રાપ્તિનું કારણ કોણ? કે, અપ્રતિક્રમણ. “સુધાવુર: વ ચા” “તે નિર્વિકલ્પ અનુભવમાં...” અંતરમાં જ્ઞાનની ભાવ પરિણતિ દ્વારા, ભાવકૃતજ્ઞાનની પર્યાય દ્વારા ચેતના સ્વરૂપ ચેતનનો અનુભવ (થવો) એ અમૃત છે, તે ધર્મ છે. આહાહા...! આકરી વાત છે, ભાઈ! અનંત અનંત કાળ થયા પણ કદી એણે ચેતના, ચેતના, ચેતના જેમાં જાણવું દેખવું સ્વભાવ છે). પરવસ્તુ પણ છે તેની કબુલાત કોણ કરે છે? એ તો ચેતના (છે). આહાહા.! શરીર, વાણી, મન, રાગ કે પરમાત્મા આદિ છે, તે છે એ કઈ ભૂમિકામાં જાણવામાં આવે છે? કે, ચેતનાની વર્તમાન પરિણતિની ભૂમિકામાં જાણવામાં આવે છે. ચેતના ત્રિકાળી ગુણ છે અને ચેતના સ્વરૂપ એ ચેતન દ્રવ્ય છે. આહાહા.. જેમાં, જે ભૂમિકામાં જાણવામાં આવે છે કે, આ છે, આ છે, આ છે, એ આ છે એ તેને જાણવામાં આવતું નથી પણ આ જ્ઞાનની પર્યાયમાં આ છે, એમ જાણવામાં આવે છે. આહાહા.. તો ખરેખર તો ત્યાં જ્ઞાનની પર્યાય પ્રસિદ્ધિ પામે છે. આહાહા.! એ પરવસ્તુ પ્રસિદ્ધિ નથી પામતી. સમજાણું કાંઈ
ચેતન ભગવાન, આ ચેતન ભગવાન આત્મા, તેની ચેતના શક્તિ-ગુણ-સ્વભાવ છે), તેની ચૈતન્ય પરિણતિ–ભાવકૃત. એ ભાવકૃત પરિણતિમાં આ છે, આ છે, રાગ છે, વ્યવહાર છે, આ છે તેની પ્રસિદ્ધિ ચૈતન્યની પર્યાયમાં, ચૈતન્યની પર્યાયની પ્રસિદ્ધિ થાય છે. હૈ? આહાહા.. આ છે, છે, તેની પ્રસિદ્ધિ તેમાં નથી. આ છે તેની પ્રસિદ્ધિ ચૈતન્ય પરિણતિમાં છે. ચૈતન્યની પરિણતિ જે પર્યાય છે તેની પ્રસિદ્ધિ છે. અહીંયાં આત્મખ્યાતિ કહ્યું ને? એ આત્મખ્યાતિ છે. ટીકાનું નામ “આત્મખ્યાતિ' છે ને? આહાહા. ચૈતન્યની વર્તમાન, દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાના રાગથી ભિન્ન ચૈતન્યની પરિણતિમાં જ આ છે, એવી પ્રસિદ્ધિ ચૈતન્ય પરિણતિ કરે છે તો એ ચૈતન્ય પરિણતિની જ પ્રસિદ્ધિ છે. એ પરિણતિ દ્વારા ચેતના સ્વરૂપ ચેતનને અનુભવવો એ અમૃત છે. આહાહા...! આવી વાત છે. ઝીણી વાત બહુ બાપુ! અત્યારે તો દુનિયામાં બહારમાં ધર્મને નામે કંઈક કંઈક ચાલ્યું છે પણ પ્રભુ! એમાં હિત નથી. જેમાં જન્મ-મરણ મટે નહિ એ હિત ક્યાંથી આવ્યું? આહાહા...!
શુભભાવ તો જન્મ-મરણ સંસારરૂપ છે. શુભભાવ ઝેર, સંસારરૂપ છે. ભગવાન આત્મા એ ઝેરના કાળમાં પણ ચેતન પરિણતિ ઝેરને પોતામાં પોતાને કારણે જાણે છે. જે જાણે છે એ જાણનપર્યાય, ચેતના ગુણ તેને ધરનારો ચેતન, તેનો અનુભવ એ અમૃત છે. આહાહા.! સમજાણું કાંઈ? ઝીણી વાત છે, ભગવાનજી તારી ચીજની શું મહિમા! આહાહા...! સર્વોત્કૃષ્ટ ભગવાન અંદર બિરાજમાન છે. સર્વજ્ઞ પરમાત્માની તો એ પર્યાય છે અને આ તો દ્રવ્ય સ્વભાવ છે. ભગવાન આત્મા વસ્તુ છે જે વસ્તુનો સ્વભાવ છે. આગળ કહેશે. “સ્વનિર્ભર આહાહા.! પછીના શ્લોકમાં–૧૯૦માં કહેશે. છેલ્લું પદ છે. એ તો સ્વરસથી પરિપૂર્ણ ભર્યો