________________
૪૨
કલશમૃત ભાગ-૬
પોષ સુદ ૧૨, શુક્રવાર તા. ૨૦-૦૧-૧૯૭૮.
કળશ–૧૮૯, ૧૯૦ પ્રવચન–૨૧૦
કળશટીકા' ૧૮૯ કળશ ચાલે છે, અહીં સુધી આવ્યું છે. “અનેક ક્રિયારૂપ વિકલ્પો વિષ સમાન કહ્યા છે ત્યુ સુધી આવ્યું છે ને? હું શું કહ્યું કે, આત્મા વસ્ત તરીકે તો શુદ્ધ આનંદપ્રભુ છે. સચ્ચિદાનંદ શુદ્ધ અતીન્દ્રિય અનંત આનંદ, શુદ્ધ અનંત દર્શન, શુદ્ધ અનંત આનંદ, જ્ઞાન સ્વરૂપ એવી અનંતી શક્તિનો પિંડ પ્રભુ વસ્તુ સ્વભાવ, તેમાં જે આ પ્રતિક્રમણ ને શાસ્ત્ર ભણવા અને ભણાવવા, સ્તુતિ, ભગવાનની સ્તુતિ ને વંદન, એ બધો રાગ છે, વિકલ્પ છે. આહાહા..! સમજાણું કાંઈ? હિંસા, જૂઠું, ચોરી, વિષયભોગ વાસના એ તો તીવ્ર ઝેર છે જ પણ અહીંયાં જે રાગની મંદતામાં શાસ્ત્ર ભણવા, ભણાવવા, વંદન, સ્તુતિ આદિ સ્મરણ, પરમાત્માનું સ્મરણ, ભક્તિ, પૂજા આદિનો ભાવ બધો શુભરાગ છે, ઝેર છે. ગજબ વાત છે, પ્રભુ એ તારી ચીજમાં નથી.
એ તો આગળ આવશે કે, ભાવકૃત જ્ઞાનની ચૈતન્ય પરિણતિથી ચેતના સ્વરૂપ ચેતન અનુભવમાં આવે એવી એ ચીજ છે. એ આગળ કહેશે. શું કહ્યું કે, એ વિકલ્પ આદિ જેટલા ભક્તિ, પૂજાના ભાવ, ભગવતુ નામ સ્મરણ બધો રાગ છે, એ આત્માના આનંદ સ્વરૂપથી વિપરીત વિષકુંભ છે, ઝેરના ઘડા છે. આહાહા...! ત્યારે ભગવાનઆત્મા ચેતનાસ્વરૂપ ચેતન એમ કેમ લીધું? નીચે લેશે. ચેતનામાં બધું જાણવામાં આવે છે એ ચેતના. રાગ જાણવામાં આવે એ વિકારને વિષકુંભ કહ્યું તે પણ જાણવાની ભૂમિકામાં જાણવામાં આવે છે. જાણવાની ચેતનાભૂમિમાં ચેતનાની પરિણતિમાં, પર્યાયમાં એ રાગ જાણવામાં આવે છે કે, આ રાગ ભિન્ન છે. તો એ રાગથી આત્મામાં લાભ થાય છે, ભગવાનની ભક્તિ ને પૂજા ને દયા, દાનથી આત્માને ધર્મ અને લાભ થાય છે એમ છે નહિ. આહાહા.! આકરી વાત છે.
એ કહે છે, જુઓ! “પ્રીત “ઝેર સમાન કહ્યા છે....” “તત્ર અપ્રતિમામ રાધાદ:” સમયસારમાં એવો અર્થ લીધો છે કે, પઠન, પાઠન, પ્રતિક્રમણ, વંદન, સ્તુતિને જ્યારે ઝેર કહ્યું તો પાપ જે અપ્રતિક્રમણ છે, અનાદિનું પાપ, એને સુધા કેમ (કહીએ)? એ અમૃત કેમ હોય? એ ઠીક કેમ હોય? એમ. સમજાણું કાંઈ? જ્યારે શુભભાવ(ને) વિષ કહ્યું, જેને દુનિયા સદાચાર કહીને ધર્મ માને છે. ભગવાનની ભક્તિ, પૂજા, સ્મરણ, દાન એવો જે વિકલ્પ છે એ પણ જ્યાં ઝેર કહ્યું તો પછી પાપ પરિણામને શું કહેવું? એ તો અમૃત નહિ, એ તો ઝેર જ છે. એવો અર્થ સમયસારમાં કર્યો છે. અહીંયાં બીજો અર્થ કહેશે. “સમયસારમાં