________________
કળશ-૧૮૯
કેવો છે જન ?” નિ:પ્રમાઃ” નિ:પ્રમાવ:' એમ છે ને? નિર્વિકલ્પ છે...’ એમાં પ્રમાદ નથી. પ્રમાદ નામ વિકલ્પ જેમાં નથી. જેટલા વિકલ્પ છે એ બધા પ્રમાદ છે. આહાહા..! ‘કેવો છે...’ નિર્વિકલ્પ અનુભવ છે. એ નિઃપ્રમાદ છે અને નિર્વિકલ્પ અનુભવ છે. આહાહા..! રાગનો સહારો છોડી જે અનુભવ છે એ તો નિર્વિકલ્પ છે. નિષ્ક્રમાદ છે એ જ નિર્વિકલ્પ અનુભવ છે. આહાહા..! સમજાણું કાંઈ?
'યત્ર પ્રતિમળમ્ વિષે વ પ્રખીતું જેમાં પઠન-પાઠન,...' આહાહા! લોકો એમ કહે કે, આપણે શાસ્ત્ર ખૂબ ભણો, ભણાવો, ઉપદેશ ક્યો, એમાંથી કર્મનો ક્ષય થશે. ભગવાન! એ વાત (રહેવા દે). એ બધા વિકલ્પ છે, પ્રભુ! આહાહા..!
૪૧
મુમુક્ષુ :- ક્ષય ન થાય પણ મોળા તો પડે ને!
ઉત્તર :- પાતળા-બાતળા જરીયે થતો નથી. પાતળો ક્યારે કહેવાય? મિથ્યાત્વનો અભાવ થાય ત્યારે પાતળો કહેવામાં આવે છે. અહીં તો વાત જ જુદી છે, ભાઈ! આહાહા..! લોકોને કઠણ લાગે. શાસ્ત્રમાં ભાષા પણ એવી આવે. દસ પ્રકારના ધર્મમાં આવે છે, ત્યાગધર્મમાં. પુસ્તક બીજાને આપે તો ત્યાગધર્મ. પણ એનો અર્થ બીજો છે, ભાઈ! એમાં રાગ ઘટાડે છે અને પુસ્તકની દરકાર કરતા નથી અને પોતાના સ્વભાવ તરફ જાય છે તેને યથાર્થ ત્યાગધર્મ હોય છે. આહાહા..! સમજાણું કાંઈ? એક લખાણનો ભાવાર્થ ન સમજે તો શું (થાય)? શાસ્ત્રમાં તો ઘણા લખાણ છે, પ્રભુ! જેમાં આત્માનો આશ્રય ન થાય એ કોઈ ચીજ નથી.
ભગવાનઆત્મા જ્યાં પરિપૂર્ણ પરમાત્માનો નાથ, પરમાત્મ સ્વરૂપ એનું રક્ષણ છે, પરમાત્મ સ્વરૂપનો રક્ષક આત્મા છે. આહાહા..! એનો રક્ષક નિર્વિકલ્પ બને ત્યારે વીતરાગતા થાય છે. આહાહા..! એ નિર્વિકલ્પ અનુભવ છે.
યંત્ર પ્રતિક્રમણમ્' પઠન-પાઠન,...’ છે? આ આવ્યું હતું, બે દિ' પહેલા કહ્યું હતું. ઓલા શેઠ હતા ને? પઠન-પાઠન, સ્મરણ, ચિંતન,...’ ભગવાનની ‘સ્તુતિ,... દેવ-ગુરુ-શાસ્ત્રની સ્તુતિ. આહાહા..! વંદના...' દેવ-ગુરુ-શાસ્ત્રની વંદના, જાત્રા. સમેદશીખર'ની જાત્રા, ગિરનાર’ની જાત્રા. ‘ઇત્યાદિ અનેક ક્રિયારૂપ વિકલ્પો વિષ સમાન કહ્યા છે,' ભગવાને તો તેને ઝેર કહ્યું છે. આહાહા..! લોકો સાંભળી શકે નહિ. ઝેર કહ્યા છે. વાંચન, શ્રવણ આદિમાં વિકલ્પ ઊઠે છે. એ હોય, પણ એ છે વિકલ્પ, રાગ. આહાહા..! અહીંયાં તો પઠનપાઠન, મનન, સ્તુતિ, વંદનાને ઝેર કહ્યું છે. છે?
વિષ સમાન કહ્યા છે...’ એમ કહ્યું ને? ‘વિષ વ પ્રળીતેં' ઝે૨ જ કહ્યું છે. એમ. ‘વ’ છે ને? આહાહા..! ઝેર સમાન કહ્યા છે,...’ અપ્રતિક્રમણ આત્માનો જે અનુભવ એ શું છે, તે વાત કહેશે. (શ્રોતા :– પ્રમાણ વચન ગુરુદેવ!)