________________
૪૦
કલશમૃત ભાગ-૬
આહાહા...! અરે...! પ્રભુ! તું શુભ-અશુભ અધઃ અધઃમાં ક્યાં ચાલ્યો જાય છે? ત્યાં “ર્બન
ટ્વે બે વખત) લીધું. થોડું હો પણ સત્ય હો, પ્રભુઅહીં તો એ વાત છે. સમજાણું કાંઈ? મુનિ પણ આ તો કોઈ અલૌકિક વાતું છે, ભગવાના આહાહા...!
કાલે કોઈ લખાણ આવ્યું હતું ને? (કહેતા હતા), અહીં બાવન જિનાલય બનાવો. અરે.. ભગવાના ક્યાં કરે? આ તો થઈ ગયું છે થઈ ગયું. એક જણ કહે કે, “બાહુબલીની પ્રતિમા બનાવો. કોણ બનાવે? ભગવાના આહાહા..! એ તો થઈ ગયું છે થઈ ગયું. હવે તો પહેલા શાસ્ત્રને સસ્તા બનાવો અને શાસ્ત્રમાંથી નીકળી પછી અંદરમાં જાઓ. શું કહ્યું? આ જે શાસ્ત્ર છે તેને સસ્તા-સોંઘા બનાવો જેથી લોકોને પહોંચે અને પછી સસ્તો તમારો આત્મા છે ત્યાં જાઓ. વચમાં રાગની જરૂર નથી. સરૂપતા શરીરની જરૂર નથી કે શરીર નિરોગ હોય તો અમે અનુભવ કરી શકીએ, આહાહા.. પૈસા હોય તો અનુભવ કરી શકીએ, અમારો નિભાવ કરનારા દીકરા-દીકરી રસ્તે ચડી ગયા હોય તો પછી અમે અનુભવ કરી શકીએ. પંડિતજી! તમારે કાંઈ છે કે નહિ? કાંઈ નથી? એક છોકરો છે. આહાહા. એમ કે, એકાદબે છોકરાવ સરખા (લાઈન) ચડી જાય તો પછી અનુભવ થાય). પ્રભુ! તને ખબર નથી. એ વખત તને ક્યાં મળશે?
અહીં કહે છે, આહાહા...! “નિર્વિકલ્પથી નિર્વિકલ્પ અનુભવરૂપ કેમ પરિણમતો નથી?” આહાહા. જોયું? “ઘરોદતિની વ્યાખ્યા કરી. આહાહા.. વીતરાગપણે કેમ પરિણમતો નથી? એ શુભરાગ ઝરપણે કેમ ત્યાં અટકી જાય છે? સમજાણું કાંઈ? કેમ પરિણમતો નથી?’
ઘરોહતિ વ્યાખ્યા કરી. આહાહા! કેવો છે જન?” “નિ:પ્રમાઃ “નિર્વિકલ્પ છે.” વિકલ્પથી ભિન્ન થઈને અનુભવ થાય એ તો નિર્વિકલ્પ અનુભવ છે. એમાં કોઈ વિકલ્પની સહાય નથી. એમ કહે છે. આટલા આટલા વિકલ્પ કરે પછી (અનુભવ થાય).
એક ફેરી કહ્યું હતું ઓલા “છોટાલાલજીએ. “છોટાલાલજીનું આવ્યું હતું કે, વ્યવહાર પહેલો કરે પછી વિશ્રામ મળે પછી અંદરમાં જાય. પછી બિચારા ફરી ગયા, પછી ફરી ગયા. પહેલું ઠીક હતું, વચમાં ફેરફાર થઈ ગયા પછી (કહે), મારી ભૂલ થઈ ગઈ. “છોટાલાલ બ્રહ્મચારી હતા. “ઈન્દોર. અરે. ભગવાન માર્ગ તો આ છે. પહેલી કબુલાતમાં પણ નકાર છે એ અંદરમાં કેવી રીતે જશે? હેં? આહાહા!
શાસ્ત્રનો બોધ દેવાથી જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થાય છે. લ્યો! એમ આવે છે. શાસ્ત્ર વેંચવા, વસાવવા એ બધી વાતો વિકલ્પની છે, ભગવાના પાઠ એવા આવે. શાસ્ત્ર વેંચો, ભણો, ભણાવો તો જ્ઞાનાવરણીયનો ક્ષય થાય છે. એ શુભરાગ હો તો ક્ષયોપશમ છે, પણ એ ક્ષયોપશમ કંઈ યથાર્થ નથી. શાસ્ત્રદાન આદિમાં રાગ મંદ થયો છે તો ક્ષયોપશમ થાય પણ એ તો પરલક્ષી ક્ષયોપશમ છે, ભગવાના આહાહા.! અહીંયાં તો નિર્વિકલ્પમાં કોઈ વિકલ્પની અપેક્ષા જ નથી, એમ કહે છે. સમજાણું કાંઈ ? આહાહા.! છે?