________________
કળશ-૧૮૯
૩૯
અવલંબન જોઈને ખૂબ કહ્યું છે. નથી આવ્યું શાસ્ત્રમાં અગિયારમી ગાથા. હૈ? આહાહા.! નિમિત્ત હસ્તાવલંબ જોઈને વ્યવહારનું કથન તો કર્યું છે. આહાહા.! જયચંદજી પંડિત ખુલાસો કરે છે. ભગવાને એ વ્યવહારનું કથન કહ્યું છે એ બધો સંસાર છે. આહાહા. એક સમયનો સંસાર (છે) બાકી આખો આત્મા ભગવાન અતીન્દ્રિય આનંદનો પિંડ પ્રભુ! અરે.! આત્મા! આવો મનુષ્યભવ મળ્યો, જૈનદર્શનની વાણી મળી. આહાહા...! તું શુભમાં આગળ આગળ એની ક્રિયા, પ્રવૃત્તિ કરતો જાય છે અને કરે છે.. આહાહા.!
ગન: કર્ધ્વ કર્ધ્વ વિ વિરોદતિ' અરે.! જના સંસારી સમસ્ત પ્રાણી જીવરાશિ.” (ર્ણમ્ કર્ધ્વમ) નિર્વિકલ્પથી નિર્વિકલ્પ અનુભવરૂપ....” “ િન થિરોદતિ આહાહા.! એ વિકલ્પથી રહિત નિર્વિકલ્પ ભગવાન સ્વરૂપ નિર્વિકલ્પ. અરે.. એક એક શક્તિ અનંત અનંત આનંદસ્વરૂપ નિર્વિકલ્પ. આહાહા.! એવી અનંત શક્તિના સાગર-સમુદ્રથી ભરેલો પ્રભા એમાં આરૂઢ કેમ થતો નથી? આહાહા.! એને કહે કે, નિશ્ચયાભાસ થઈ ગયો. સાધન-ફાધન એને કહેતા નથી. ભાઈ! સાધન-ફાધન નથી, સાંભળ તો ખરો. પ્રજ્ઞાછીણી સાધન કહ્યું. કહ્યું નહિ? પ્રજ્ઞાછીણીનો અર્થ અનુભવ છે. પ્રજ્ઞાછીણી શબ્દનો અર્થ જ અનુભવ છે. આહાહા...!
રાગથી ભિન્ન પોતાનો અનુભવ નિર્વિકલ્પ આનંદનો સ્વાદ આવવો)... આહાહા.! સમજાણું કાંઈ? તેને ત્યાં ભેદજ્ઞાન અને પ્રજ્ઞા કહ્યું છે. પ્રજ્ઞા એટલે એકલી જ્ઞાનની પર્યાયનો વિકાસ, એમ નહિ. આહાહા.પ્રજ્ઞા છે. પ્ર-વિશેષ જ્ઞ એટલે સ્વરૂપ તરફનું ભેદજ્ઞાન કરવું એ સાધન છે. આહાહા...! અરે.! પ્રભુ! નીચે નીચે કેમ જાય છે? તું ઊંચે કેમ આવતો નથી? એમ કહે છે. સમજાણું કાંઈ નીચે નીચેની વ્યાખ્યા પણ અહીંયાં તો એ કરી, શુભને જ નીચે નીચેની વ્યાખ્યા કહી છે. શુભથી નીચે ઊતરી અશુભમાં જવું એ વાત તો છે જ નહિ. આહાહા. વ્યવહારના કથન શાસ્ત્રમાં ઘણા આવે છે તો એવા વિકલ્પ અને વિકલ્પની ઝાળમાં તું કેમ ગુંચવાઈ જાય છે? આહાહા.. કેમકે અમારે સર્વ શાસ્ત્રનું તાત્પર્ય તો વીતરાગતા બતાવવું છે. તને વીતરાગતા થાય એ કહેવું છે. કેમકે વસ્તુ વીતરાગસ્વરૂપ છે.
જિનસ્વરૂપ આત્મા! આહાહા...! તમારી છોડી બોલતી હતી. “નરેન્દ્રાની. પાંચ વર્ષની છે ને? ધનપાળભાઈના ભાઈની, એની છોડી જ કહેવાય ને? તમારા ભાઈની દીકરી–છોડી. ઘટ ઘટ અંતર જિન વસે' એમ કહેતી હતી. ઠીકા કીધું બેન. નાની ઉંમરમાં આવા શબ્દો તો બોલે છે). “ઘટ ઘટ અંતર જિન વસે અંદર વિકલ્પથી પાર પરમાત્મા, પૂર્ણ પરમાત્મ સ્વરૂપ વસે છે, પ્રભુ! તેને અમે આત્મા અને તેને પરમાત્મા કહીએ છીએ. આહાહા...!
એવા નિર્વિકલ્પ, નિર્વિકલ્પમાં કેમ જાતો નથી? “ઝર્બન ઝર્ઝન' જોયું? ઓલામાં બે અધઃ અધઃ' શબ્દ હતા. “અધ: ધ' હતું. અહીં “áમ્ ર્ધ્વ છે). આહાહા...! ગજબ ટીકા! સંતોની વાણી, દિગંબર મુનિઓની વાણી તે વાણી કહેવાય. ક્યાંય છે નહિ.