________________
૩૮
કલશમૃત ભાગ-૬
છે એ તો અધો અધો જાતા, ભગવાનઆત્માનો જે નિર્વિકલ્પ અનુભવ, તેનાથી તો ભ્રષ્ટથી ભ્રષ્ટ થાય છે. આહાહા. આવું સાંભળવું પણ કઠણ પડે. હૈ? આ સાંભળવા મળે નહિ. આહાહા..!
પ્રભુ! તું તો નિર્વિકલ્પ અમૃતકુંડ છો ને, નાથા આહાહા...! ત્યાંથી હટી અધઃ અધઃ આઘે આઘે કેમ જાય છે? નજીક કેમ આવતો નથી? એમ કહે છે. આહાહા.! ભાષા કેવી લીધી છે? કે, “કૃપાસાગર છે સૂત્રના કર્તા આચાર્ય, તે એમ કહે છે.” આહાહા.! કૃપાના સાગર છે. વિકલ્પ કરુણા ઉત્પન્ન થઈ છે. આહાહા...! ક્રિયાકાંડમાં વિકલ્પ બહુ કરે છે, પંચ મહાવ્રત ને દયા, દાન ને આમ ખાવું ને આમ પીવું ને આમ ન લેવું ને. એ તો બધું વિકલ્પની ઝાળ, રાગની ઝાળ છે. જેને ભગવાને તો વિષકુંભ-ઝેરનો ઘડો કહ્યો છે. કુંભ, કુંભ, કુંભ, કુંભ તો પાણીથી ભર્યો હોય. આ તો ઝેરથી ભરેલો છે, એમ કહે છે. કુંભ” શબ્દ છે ને? કુંભ. કુંભ-પાણી છે ને? કુંભા કુંભનો અર્થ પાણી થાય છે. ભ (એટલે) ભરેલો. પાણીથી ભરેલો તેને કુંભ કહે છે. અહીંયાં કહે છે કે, વિષથી ભરેલો એવો વિષકુંભ છે. આહાહા...! વાણી તો વાણી છે. દિગંબર સંતોની વાણી કયાંય છે નહિ. આહાહા...! એને એકવાર ઊંચો ઊભો કરે છે. જાગ રે જાગ, નાથા વિકલ્પમાં રહેવું એ તારે માટે ઠીક નથી. આહાહા...! દુનિયાના માન ને સન્માન. અમને કોઈ માને ને અમે દેખાવમાં બહાર પડીએ. શું છે? ક્યાં જાવું છે તારે? એ બધી બહિરાત્મબુદ્ધિમાં કેમ ચાલ્યો જાય છે? આહાહા.!
ભગવાન કૃપાસાગર કુંદકુંદાચાર્ય, “અમૃતચંદ્રાચાર્ય બધા કહે છે ને? આ ગાથા તો કુંદકુંદાચાર્યદેવની છે. એ તો પછી “કળશટીકા' (થઈ. આહાહા...“તે કારણથી.” “ન:
ટ્વમ્ ઝર્ધ્વ વિ ધરોહતિ આહાહા...! અરે. અમે એમ કહ્યું કે, શુભભાવ ઝેર છે તો એને છોડી નીચે નીચે કેમ ઊતરે છે? એ વિકલ્પમાં ને વિકલ્પમાં કેમ ચાલ્યો જાય છે? શુભમાં ને શુભમાં સમજાણું કાંઈ? કોઈ સ્થળે એને સાધન કહ્યું હોય તો એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવું છે. અહીંયાં ઝેર કહે અને ત્યાં સાધન કહે તો એ તો વિરુદ્ધ છે. ભગવાનની વાણી વિરુદ્ધ હોય નહિ. અરે.! દિગંબર સંતોની વાણી વિરુદ્ધ હોય નહિ. આહાહા...! મહા અમૃતનું વેદન કરનારા, પ્રચુર અતીન્દ્રિય અમૃત, અતીન્દ્રિય અમૃત, ભાઈ! એ શું ચીજ છે? આહાહા...! અતીન્દ્રિય આનંદ શું છે? આહાહા.! જ્યાં ઇન્દ્રિયના વિષયો, ઈન્દ્રાસનના ને ઈન્દ્રાણીઓના (વિષયો) અશુભભાવરૂપી ઝેર છે. આહાહા...! અહીંયાં તો શુભભાવને ઝેર કહ્યું. આહાહા...!
ભગવાન એમ કહે કે, અમારું સ્મરણ કરે, અમારી ઉપર લક્ષ રાખો, અમે કહેલા શાસ્ત્રનું વાંચન કરો, વિચાર કરે એ બધું તો વિકલ્પ છે ને, ભગવાના આહાહા...! કહો, શશીભાઈ! આહાહા...! અને તું ક્યાં છો? પ્રભુ! તને ઊંચે ચડાવવાની વાત કરીએ છીએ અને તું વિકલ્પની ઝાળ (કર્યા કરે), ખૂબ ક્રિયાકાંડ શાસ્ત્રમાં ચાલ્યો છે. વ્યવહારનયનું નિમિત્ત