________________
કળશ-૧૮૯
૩૭
શરૂઆત થતી નથી. બીજામાં વિશેષ કાળ આપે છે, અધઃ અધઃ વિકલ્પમાં જાય છે એ કરતાં આ બાજુ તો જા. આહાહા...! “ધનપાલજી'! આ ધન છે. એ ધનને પાળ ને, એમ કહે છે. રાગાદિ વિકલ્પમાં કેમ ઊતરે છે? આહાહા...!
એક તો ભગવાને દૃષ્ટિનો વિષય બતાવ્યો અને તેમાં લીન થવાની આજ્ઞા કરી. આહાહા..! સમજાણું કાંઈ? અરે.. જેમ જેમ અધિક ક્રિયા કરે છે, અધિક અધિક વિકલ્પ કરે છે, તેમ તેમ અનુભવથી ભ્રષ્ટથી ભ્રષ્ટ થાય છે.” આહાહા..! આકરી વાણી છે. જેમ જેમ શુભ શુભ વિકલ્પ, હોં! આહાહા..! જેમ જેમ શુભ વિકલ્પ કરતો જાય છે તેમ તેમ અધિક વિકલ્પ ઉત્પન્ન થાય છે અને તેમ તેમ અનુભવથી ભ્રષ્ટથી ભ્રષ્ટ થાય છે. આહાહા...! ગજબ વાણી છે ને! આ વસ્તુનું સ્વરૂપ. આહાહા...! સમજાણું કાંઈ?
જેમ જેમ વિકલ્પ કરે છે, વિકલ્પ તો રાગ છે ને, પ્રભુ ઝેર છે નો આહાહા.. તો જેમ જેમ વિકલ્પમાં ખૂબ ક્રિયાકાંડમાં જોડાય છે તેમ તેમ અનુભવથી ભ્રષ્ટથી ભ્રષ્ટ થાય છે. હજી તો શ્રદ્ધાના ઠેકાણા નથી કે, સ્વરૂપ તરફની એકાગ્રતા થાય એ જ ધર્મની શરૂઆત (છે). સમજાણું કાંઈ? કાલે કહ્યું હતું ને? પંચાસ્તિકાય”માં ૧૭૨ ગાથામાં એમ કહ્યું છે, શાસ્ત્રનું તાત્પર્ય, સૂત્ર તાત્પર્ય તો ગાથાદીઠ કહેવામાં આવ્યું છે. શાસ્ત્ર તાત્પર્ય, બધાનું તાત્પર્ય તો વીતરાગતા છે. આહાહા...! અને વીતરાગતા તો ત્યારે થાય છે કે જ્યારે ભગવાન પૂર્ણ અનંત શક્તિનો સાગર, તેનો આશ્રય લે છે તો વીતરાગતા ઉત્પન્ન થાય છે. તો સર્વ શાસ્ત્રનો સાર તો સ્વનો આશ્રય લેવો તે છે. હૈ? પહેલેથી ઠેઠ આગળ સુધી, શરૂઆત સમ્યગ્દર્શનથી માંડી કેવળજ્ઞાન પર્યંત સ્વનો આશ્રય વધારવો અને સ્વનો આશ્રય લેવો. આહાહા.! સમજાણું કાંઈ?
અહીં કહે છે કે, પરનો આશ્રયથી અધો અધો, આઘો આઘો કેમ જાય છે? જેમ જેમ ક્રિયાકાંડ કરતો જાય છે તેમ તેમ અંતર સ્વરૂપથી ભ્રષ્ટથી ભ્રષ્ટ થાય છે. એકલું ભ્રષ્ટ કહ્યું નથી. આહાહા. એવો માર્ગ છે, પ્રભુ! દુનિયા સાથે તો મેળ ખાય એવું નથી. શું થાય? માર્ગ તો આ છે. આહાહા.! કહે છે કે, તું કોણ છો? તું તો અતીન્દ્રિય આનંદસ્વરૂપ છો ને, નાથા જેમ જેમ ક્રિયાકાંડમાં વિકલ્પ કરતો જાઈશ તો અનુભવથી ભ્રષ્ટ થઈશ. આહાહા...! એ ક્રિયાકાંડના વિકલ્પ છોડી અશુભમાં જાવું એ વાત તો છે જ નહિ. સમજાણું કાંઈ? આહાહા...! એ તરફનો જેમ જેમ વિશેષ વિકલ્પ છે એમ એ તો વિશેષ વિશેષ પ્રમાદ છે. આહાહા...! પંચ મહાવ્રત આદિ પાંચ સમિતિ, સાધુના અઠ્યાવીસ મૂળગુણ પાળવાનો) વિકલ્પ એ તો પ્રમાદ છે. છë ગુણસ્થાને વિકલ્પ) ઉત્પન્ન થાય છે એ તો પ્રમાદ છે. આહાહા!
કહે છે કે, આટલી આટલી ક્રિયાકાંડમાં એક અપવાસ, બે અપવાસ ને ત્રણ અપવાસ ને ચાર અપવાસ ને પાંચ અવપાસ કરવા, એમ) ચડતા ચડતા ક્રિયાકાંડમાં ચડતો જાય