________________
૩૬
કલશામૃત ભાગ-૬
ભરી છે. એક એક શક્તિ, એવી અનંત શક્તિ અતીન્દ્રિય અનંત આનંદથી ભરી છે અને એ શક્તિ પાછી અનંત છે. એક એક શક્તિમાં અનંત રૂપ છે. એવી અનંતી શક્તિમાં અતીન્દ્રિય અનંત આનંદરૂપ અનંત શક્તિ, અનંત રૂપ પડ્યા છે, એવા ભગવાન આત્મામાં કેમ નથી જાતો? આહાહા! આવી વાત છે.
પંચમ આરો છે તો એમ નથી કહ્યું કે, પંચમ આરામાં તો અત્યારે શુભભાવ જ બસ છે. કેટલાક સાધુ ઈ કહે છે, અત્યારે તો શુભભાવ એ બસ છે, મોક્ષ નથી. અરે.. ભગવાના આત્મા મુક્તસ્વરૂપ જ છે, પ્રભુ! તને ખબર નથી. એ મુક્તસ્વરૂપ જ છે. વસ્તુ તરીકે અત્યારે મુક્તસ્વરૂપ છે. એ તો પર્યાયમાં મુક્તિની વાત ચાલે છે તો પહેલા મુક્તસ્વરૂપની દૃષ્ટિ તો કર, એમ કહે છે. ક્રિયાકાંડ કરતા કરતા કરતા અધઃ અધઃ અધઃ અધઃ, શુભભાવના વિકલ્પ કરતા કરતા અધોઃ અધોઃ આઘો ક્યાં જા છો? આહાહા...!
શ્રીમદુમાં તો એક વાક્ય એવું છે કે, બહુ વાંચન કરે એની બુદ્ધિ મંદ થઈ જાય છે. શું કાંઈક ભાષા બીજી છે. મનનશક્તિ.? બહુ વાંચન, વાંચન, વાંચન આખો દિ પાના ને પાના જોયા જ કરે. આહાહા...! મનનશક્તિ અંદરની જે અંતરમાં વળવાની શક્તિ એ તો વિપરીત થઈ જાય છે. આહાહા...!
અહીં શું લીધું અધઃ અધ, અધિક અધિક વિકલ્પ કરે છે. વાંચનનો, દયાનો, વતનો, ભક્તિનો, પૂજાનો, ભગવાનની ભક્તિમાં બેસે, બસ. આઠ આઠ કલાક, દસ કલાક બેસે).
મુમુક્ષુ :- પાંચ-છ કલાક ધ્યાન કરે તો?
ઉત્તર :ધ્યાન તો અંતરનું ધ્યાન છે કે બહારનું ધ્યાન છે? અંતર નિર્વિકલ્પ (સ્વરૂપમાં) જવું તે ધ્યાન છે. ભગવાનનું ધ્યાન આઠ કલાક કરે તો એ તો વિકલ્પ છે, રાગ છે. આહાહા...!
અનંત શક્તિઓ અને અનંત શક્તિમાં પણ એક એક શક્તિનું અનંત રૂપ અને એક એક શક્તિ પણ અતીન્દ્રિય અનંત આનંદરૂપ, અનંત જેનું રૂ૫, એવી અનંત શક્તિઓનો પ્રભુ દ્રવ્ય ભગવાન, એના તરફ કેમ જાતો નથી? કહે છે. આહાહા.! અને વિકલ્પની પરંપરા હાંક્યા જ કરે છે, કર્યા જ કરે છે, એમ કહે છે. તું એક પછી એક વિકલ્પ કર્યા જ કરે છે. અંતરમાં જવાનો તો જરીયે પ્રયત્ન પણ કરતો નથી. જે કરવાનું છે એ તો કરતો નથી. આહાહા...! દિગંબર સંતોની એવી વાણી છે. પાંચમા આરાને જોતા નથી કે, આ પાંચમો આરો છે નો આરા-ફારા આત્મામાં કાંઈ છે જ નહિ. આત્મામાં રાગ નથી, ત્રિકાળ આત્મામાં તો પર્યાય નથી તો વળી કાળ ક્યાંથી આવ્યો? આહાહા...! આહાહા.!
અહીંયાં કહે છે, “અધઃ અધઃ પ્રપતન જેમ જેમ અધિક ક્રિયા....” બહુ ક્રિયા કરે). અપવાસ ને ઉણોદરી ને રસપરિત્યાગ ને કાયોત્સર્ગ ને કાયક્લેશ ને ભગવાનને ખમાસણા દેવા ને... આહાહા.. જેમ જેમ અધિક ક્રિયા કરે છે, અધિક અધિક વિકલ્પ કરે છે.' આકરું પડે એવું છે. વસ્તુસ્થિતિ પહેલી અનુભવ કરાવે છે. દૃષ્ટિથી અનુભવ વિના ધર્મની