________________
કળશ-૧૮૯
૩૫
અને તે એક શક્તિ અનંત શક્તિરૂપ, એવો અતીન્દ્રિય અનંત આનંદરૂપ, અનંત શક્તિઓ, એક એક શક્તિ પણ અનંતરૂપ, તેનો ધરનારો ભગવાનઆત્મા, તે અમૃતનો અનુભવ કેમ નથી કરતો? એમ કહે છે. આવી વાત છે.
તત્ નન: વિં પ્રમાદ્યતિ જ્યારે અમે શુભભાવને ઝેર કહ્યું તો તેનાથી નીચે ઊતરી અશુભભાવ કરવાનું કહ્યું નથી. આવો પ્રમાદ કેમ કરે છે? અર્થાત્ તે કારણથી જન અર્થાત્ સમસ્ત સંસારી જીવરાશિ” કેમ પ્રમાદ કરે છે? આહાહા...! એ શુભભાવમાં કેમ રમે છે? શુભભાવ પ્રમાદ છે. આહાહા.! અત્યારે તો બધું જોર એનું ચાલે, શુભભાવથી શુદ્ધ થાય. અહીં તો શુભભાવને ઝેર કહ્યું તો કૃપાસાગર, ભાવાર્થ આમ છે કે-કૃપાસાગર છે સૂત્રના કર્તા આચાર્ય, તે એમ કહે છે કે નાના પ્રકારના વિકલ્પો કરવાથી સાધ્યસિદ્ધિ તો નથી.” એમ કહે છે. આહાહા...! ચાહે તો અસંખ્ય પ્રકારના શુભ વિકલ્પ હો, તેનાથી આત્માનું સાધ્ય નામ મુક્તિની સિદ્ધિ નથી. આહાહા...! સાધ્ય તો ભગવાન પરમાત્મા અનંત આનંદ સિદ્ધ દશા પ્રગટ કરવી, સાધ્ય તો તે છે. ઉપેય કહ્યું ને? ઉપાય-ઉપેય કહ્યું ત્યાં સાધ્યને ઉપેય કહ્યું છે. પરમાનંદ અનંત અતીન્દ્રિય શક્તિઓ, અનંત અતીન્દ્રિય આનંદરૂપ, તેની પર્યાયમાં અતીન્દ્રિય અનંત આનંદરૂપ સર્વ શક્તિની વ્યક્તતા-પ્રગટતા (થાય) તે સાધ્ય છે. સમજાણું કાંઈ? તો એ સાધ્ય, પ્રમાદ-શુભભાવથી તો સાધ્યની સિદ્ધિ થતી નથી. આહાહા...! સમજાણું કઈ?
આચાર્ય કૃપાસાગર કહે છે, “નાના પ્રકારના વિકલ્પો કરવાથી સાધ્યસિદ્ધિ તો નથી.” આહાહા.! વિકલ્પ છે એ તો. અહીં તો વિશેષ કહેશે. કેવો છે નાના પ્રકારના વિકલ્પો કરનારો જન?” “અધ: અધઃ પ્રપત આહાહા.! ભાષા (જુઓ ! ત્યાં “ગધ: : ભાષામાં તો શુભથી ઊતરીને અશુભમાં જવું, એમ લીધું હતું. અહીં બીજી વાત લીધી છે. ત્યાં એમ લીધું કે, અમે જ્યારે આત્માના અતીન્દ્રિય આનંદના અનુભવને જ્યારે અમૃત અને અપ્રતિક્રમણ કહીએ છીએ તો વિષપરિણત શુભને છોડીને અશુભમાં જવું એમ તો અમે કહ્યું નથી.
અહીં તો વળી એથી જુદો અર્થ કરે છે. “અધ: અધ: પ્રપતન” જેમ જેમ અધિક ક્રિયા કરે છે,” જુઓ! બહુ ક્રિયા કરવામાં તત્પર છે. દયા ને દાન ને વ્રત ને ભક્તિ ને પૂજા ને વાંચન ને શ્રવણ ને ચિંતવન ને મન ને... આહાહા..! શું કહે છે? જેમ જેમ અધિક ક્રિયા કરે છે, અધિક અધિક વિકલ્પ કરે છે.... આહાહા.. જેમ જેમ ઘણા વિકલ્પ કરે, શાસ્ત્ર ભણવા, વાંચન ને પઠન ને પાઠન ને, એમ તો અધ અધઃ એ તો શુભભાવમાં વિશેષ ઊતરે છે, એ તો વિકલ્પમાં ઊતરે છે. આહાહા...! ભગવાન કૃપાસાગરા આમાં આવ્યું ને? સંસારી જીવમાં નથી આવ્યું? “સંસારી જીવના ભાવમરણો ટાળવા કરુણા કરી ભગવાન કુંદકુંદાચાર્યે કરુણા કરી. કરુણાનો વિકલ્પ આવ્યો ને દુનિયાને કહ્યું, અરે...! પ્રભુ! અમે કહીએ છીએ પ્રભુ આત્મા મોટો અનંત આનંદકંદ, એક એક શક્તિ અતીન્દ્રિય અનંત આનંદથી