________________
૩૪
પોષ સુદ ૧૧, ગુરુવાર તા. ૧૯-૦૧-૧૯૭૮.
કળશ-૧૮૯ પ્રવચન-૨૦૯
કળશટીકા' ૧૮૯ કળશ. મોક્ષ અધિકાર' છે ને? મોક્ષ અધિકાર.’ (વસન્તતિલકા)
यत्र
કલશામૃત ભાગ-૬
तत्राप्रतिक्रमणमेव सुधा તાઃ प्रमाद्यति ખન: नोर्ध्वमूर्ध्वमधिरोहति
तत्किं
किं
प्रतिक्रमणमेव विषं प्रणीतं
સ્વાત્। प्रपतन्नघोऽघः निष्प्रमादः।।१०-१८९ ।।
ખંડાન્વય સહિત અર્થ :- તત્ નન: હ્રિ પ્રમાઘતિ” શું કહે છે? આત્મામાં આત્મા અપ્રતિક્રમણ સ્વરૂપ છે. જે અજ્ઞાનીનું અપ્રતિક્રમણ–પાપ છે તેની તો અહીં વાત નથી, પણ જ્ઞાનીનું જે પ્રતિક્રમણ છે, પ્રતિક્રમણ વગેરે આઠ બોલ છે, તે પણ વિષકુંભ છે. કેમકે ભગવાનઆત્મા અનંત અતીન્દ્રિય આનંદ, અનંત આનંદ સ્વરૂપ, અતીન્દ્રિય અનંત આનંદરૂપ, આનંદ સ્વરૂપ, તેનું વેદન કેમ નથી કરતો? એમ કહે છે. આહાહા..! શુભભાવ જે પ્રતિક્રમણ આદિનો છે તેને તો ઝેર કહ્યું. અમૃત તો આત્માનો અનુભવ (છે). કેમકે આત્મા જે છે એ અતીન્દ્રિય અનંત આનંદરૂપ જીવતર શક્તિનો ભંડા૨ (છે). શું કહ્યું?
આત્મા જે છે એ તો અતીન્દ્રિય અનંત આનંદરૂપ અનંત જીવતર શક્તિ; પહેલી શક્તિ છે ને? અતીન્દ્રિય અનંત આનંદરૂપ અનંત જીવતર શક્તિ. જીવતર શક્તિમાં અનંતતા. આહાહા..! એવી એવી અનંત અતીન્દ્રિય આનંદરૂપ અનંત શક્તિ જેનું રૂપ છે, એવા ભગવાનઆત્માનો અનુભવ કેમ નથી કરતો? એમ કહે છે. અમે જ્યારે શુભભાવને વિષ કહ્યો તો તેને છોડી, અજ્ઞાનીના અપ્રતિક્રમણ અશુભભાવની તો વાત છે જ નહિ, અપ્રતિક્રમણ જે અજ્ઞાનીના છે, મિથ્યાદર્શન, અજ્ઞાન આદિ તેની વાત તો અમે છોડી દીધી છે, ફક્ત શુભભાવ જે છે એ વિકલ્પમાં વિકલ્પ કરતા કરતા કરતા કરતા કરતા તો બધા ઝેર છે. આહાહા..! તેને જ્યારે ઝેર કહ્યું તો નીચે ઊતરવા માટે નથી કહ્યું. હૈં? આહાહા..!
અંત૨ ભગવાનઆત્મા એક એક શક્તિ અનંત અતીન્દ્રિય અનંત આનંદરૂપ