________________
કળશ-૧૮૯
४७
કઠણ પડે. ભઈ! માર્ગ તો આ છે, બાપા! દુનિયાએ કંઈને કંઈ ચડાવી દીધા છે. આહાહા.! ત્યાંથી પાછો વળ, પ્રભુ! અને જ્યાં સ્વરૂપ નિધાન છે ત્યાં આવ ને આહાહા! છે?
તે “અમૃતના નિધાન સમાન છે. સુધાનો અર્થ કર્યો અમૃત. કૂટનો અર્થ કર્યો નિધાન. “જીવ ચા અમૃતના નિધાન “ઇવ’ (અર્થાતુ) નિશ્ચય રચાત’ હોય છે, એમ. સમજાણું કાંઈ? એ ચાર શબ્દમાં આમ પડ્યું છે. અમૃત–સુધા, કૂટ–નિધાન “વ રચાત’ એ જ છે. એ તો અમૃતનું નિધાન છે. આહાહા..! ભગવાન અંદરમાં તો અનંત આનંદનો નાથ છે પણ એની દશામાં ખબર નથી, ચોરાશી લાખો યોનિમાં ચાર ગતિમાં ભટકે છે. આહાહા.. જેને આત્માનું સમ્યગ્દર્શન પ્રગટ કરવું હોય તો એ ઝેરના વિકલ્પથી ભિન્ન કરી અમૃતના નિધાનનો અનુભવ કરવો. આહાહા...! આવો માર્ગ. આવો જૈનધર્મ હશે? આત્મધર્મ. આ તો કહે દયા પાળો ને છ કાયની દયા પાળો ને વ્રત પાળો ને અપવાસ કરો ને રાત્રે ન ખાવું, છ પરબી આમ કરવું ને ઢીકણું કરવું. બાપુ એ તો બધી વિકલ્પની, રાગની વાતું છે. આહાહા...!
આ તો રાગથી, વિકલ્પથી પાર પ્રભુ અંદર છે. એનું નિધાન, સુધા નિધાન. “વ ચાત આહાહા.! અમૃતનું નિધાન જ છે. “ચાત્' એટલે હોય છે, છે. “સુધાર: વ’ એ જ રચાતા હોય છે. એના સમાન છે, એમ. આહાહા.! સમજાય છે ને કાંઈ? માર્ગ તો આવો છે, પ્રભુ. આહાહા...! આ તો કહે, એકેન્દ્રિયની દયા પાળવી, બેઇન્દ્રિયની દયા પાળવી, ત્રણઇન્દ્રિયની દયા પાળવી. અહીં કહે છે કે, ત્રણ કાળમાં દયા પાળી શકતો જ નથી. પરની ક્રિયા કોણ કરી શકે? આહાહા.... અને તને દયાનો ભાવ આવ્યો એ ભાવ પણ રાગ છે. આહાહા.! સુધાદ: ચા’ અમૃતનું નિધાન “વ' (અર્થાતુ) એ જ, એના સમાન. આહાહા...! “વ ચાત' એ જ છે. આત્મા તો અમૃતનું નિધાન એ જ છે. આહાહા...!
ભાવાર્થ આમ છે કે નિર્વિકલ્પ અનુભવ સુખરૂપ છે.” અમૃત કીધું ને? રાગભાવ જે છે વિષપરિણત એ તો ઝેર છે અને આ ભગવાન આત્માનો અનુભવ છે એ તો આનંદસુખ છે. આહાહા.! “નિર્વિકલ્પ અનુભવ સુખરૂપ છે, તેથી ઉપાદેય છે... આહાહા.! આત્મા આનંદ સ્વરૂપ ભગવાન ત્રિકાળી નિત્યાનંદ પ્રભુ, એ જ આદરણીય ને સત્કાર, સ્વીકાર કરવાલાયક છે. આહાહા..! “નાના પ્રકારના વિકલ્પો આકુળતારૂપ છે,...” નાના નામ અનેક પ્રકારના જે વિકલ્પ, રાગ ઊઠે છે... આહાહા.! એ બધા દુઃખરૂપ છે તેથી હેય છે. બે વાત લઈ લીધી. નિર્વિકલ્પ અનુભવ સુખરૂપ છે તેથી ઉપાદેય છે, અનેક પ્રકારના વિકલ્પ દુઃખરૂપ છે, આકુળતારૂપ છે તેથી હેય છે. ટૂંકમાં કહી દીધું. આહાહા. ૧૮૯ (કળશ પૂરો થયો).