________________
કળશ-૨૦૦
૧૭૫
વાત તો એવી છે, પ્રભુ! આહાહા..! અહીંયાં તો હજી અજ્ઞાની વિકાર કરે છે તોપણ વિકારને કા૨ણે ત્યાં કર્મની પર્યાય થઈ એમ નથી. એ તો તેના પરમાણુમાં તે સમયે વિકારની પર્યાય થવાની યોગ્યતાથી થઈ છે. આહાહા..! અને અહીં અજ્ઞાની જીવમાં જે વિકાર થયો, પુણ્ય દયા, દાન, વ્રતના પરિણામનો કર્તા હું છું, તો એ પરિણામનો કર્તા કર્મ છે, કર્મએ એ પરિણામ કરાવ્યા છે એમ નથી. આહાહા..! છે?
પુદ્ગલદ્રવ્ય જીવભાવનું કર્તા' એવો સંબંધ કેમ હોય? અર્થાત્ કાંઈ પણ નથી હોતો. શા કારણથી?” “વર્નસમ્બન્ધમાવે” આહાહા..! અભાવની વ્યાખ્યા તો એવી ક૨શે કે આત્મામાં એ સ્વભાવ નથી. ખરેખર તો દયા, દાનનો, વ્યવહા૨ રત્નત્રયનો રાગ કરવો તેનું કરવું એવો જીવનો કોઈ સ્વભાવ નથી. આહાહા..! જીવની અનંત શક્તિ છે, સંખ્યાએ અનંત સ્વભાવ (છે) અને એક એક શકિતનું અનંત સામર્થ્ય છે પણ એ કોઈ શક્તિ એવી નથી કે વિકાર કરે. આહાહા..! એ અજ્ઞાનભાવે વિકાર અજ્ઞાની ઉત્પન્ન કરે છે. એ કર્મથી નહિ, સ્વભાવથી નહિ. આહાહા..! સમજાય છે કાંઈ? કર્મથી વિકાર નથી થયો, સ્વભાવથી નથી થયો, સ્વભાવમાં એવી કોઈ શક્તિ નથી. પર્યાયમાં પોતાની યોગ્યતાથી ષટ્કારકરૂપે પિરણિત પર્યાય કરે છે તો ત્યાં અજ્ઞાનીને વિકાર થાય છે. આહાહા..! ઝીણી વાત બહુ, પ્રભુ! માર્ગ તો આવો જ છે. આહાહા..!
અહીં તો કહે છે કે, Íર્મસમ્વન્ધમાવે” જીવ કર્તા, જ્ઞાનાવરણાદિ કર્મ-એવો... અહીંયાં પહેલા જડથી લીધું છે. કેમકે એ પરસ્પર લેવું છે ને? એટલે એમ લીધું છે. જીવ જડને કરતું નથી, જડ આત્માની પર્યાયને કરતું નથી, એમ લીધું છે. પછી તો આગળ ૨૦૨ કળશમાં ચોખ્ખું લેશે કે, વિકારનો કર્તા પણ જીવસ્વભાવ, જીવ નથી. આહાહા..! સમજાય છે કાંઈ? જે વિકૃત દશા થાય છે, દયા, દાન, વ્રત, ભક્તિના ભાવ, પર્યાયબુદ્ધિવાળો મિથ્યાસૃષ્ટિ પરનો કર્તા થાય છે. તે નિમિત્ત થાય છે અને કર્મની પર્યાય જે બંધાય છે તે તેને કારણે છે. કર્મ કર્મને કારણે બંધાય છે.
જ્ઞાનીને કર્મબંધ તો તેને પણ છે, દસમે ગુણસ્થાન સુધી છ કર્મનો બંધ છે. છે કે નહિ? દસમે. આયુષ્ય અને મોહ બે નથી. દસમે રાગ છે, અંશ છે, છ કર્મ બંધાય છે. પણ શાની રાગનો જ્ઞાતા રહે છે અને બંધ થયો તેનો પણ જ્ઞાતા છે. આહાહા..! સમજાય છે કાંઈ? જો રાગને ઉપાદેય માને તો તેણે આત્માને હેય માન્યો. એ પરમાત્મપ્રકાશ’માં આવ્યું છે, કહ્યું હતું. ૩૭ ગાથા? હૈં? ૩૬ ગાથા. ૫૨માત્મપ્રકાશ'ની ૩૬ મી ગાથા છે. જેણે રાગને ઉપાદેય માન્યો, શુભરાગ, હોં! દયા, દાન, વ્રત, ભક્તિ આદિનો.. આહાહા..! તેણે આત્માને હેય માન્યો. આહાહા..! પરમાત્મપ્રકાશ' હમણાં વંચાઈ ગયું છે. ગાથા દીઠ અહીં તો ૪૩ વર્ષથી ચાલે છે. સમજાય છે કાંઈ? આહાહા..!
નવમી ત્રૈવેયક જે સાધુ જાય છે તો તેના પંચ મહાવ્રતાદિ નિરતિચાર હોય છે. સમજાય