________________
૧૭૬
કલશમૃત ભાગ-૬
છે કાંઈ સમ્યગ્દર્શનનું ભાન નથી. રાગની કર્તાબુદ્ધિ છે. છે તો નિરતિચાર, વ્રત-મહાવ્રત, હોં! પંચ મહાવ્રત, અઠ્યાવીસ મૂળગુણ. આહાહા...! નહિતર ઉપર જઈ શકે નહિ કેમકે) મિથ્યાદૃષ્ટિ છે. પણ એ રાગનો કર્તા થાય છે. જ્ઞાનનો કર્તા (થતો નથી), આનંદનો સ્વાદ નથી. આહાહા.! આનંદનો સ્વાદ નથી તેથી તેને રાગનો સ્વાદ છે. છે નિરતિચાર પંચ મહાવ્રત, હોં પણ એને રાગનો સ્વાદ છે. આત્માનો સ્વાદ નથી. કેમકે રાગને ઉપાદેય માનીને ત્યાં જ તેની રુચિમાં રહ્યો છે. આહાહા. તે કારણે ભગવાન આનંદકંદ પ્રભુ, રાગને ઉપાદેય માનનારાને ભગવાન આત્મા હેય થઈ ગયો. યશપાલજી! આવી વાત છે. આહાહા...! અને જેણે ભગવાન શુદ્ધ ચૈતન્યમૂર્તિ પ્રભુ તેને જેણે ઉપાદેય તરીકે સમ્યગ્દર્શન, જ્ઞાનમાં માન્યો, અનુભવ્યો તેને રાગ હેય છે. વ્યવહાર આવે છે, સમ્યગ્દર્શન થયું, મુનિ થયો તોપણ રાગ, વ્યવહાર તો આવે છે કે નહિ? પણ છે હેય. આહાહા.! સમજાય છે કઈ?
અહીં ત્યાં સુધી લેવું કે, કર્મ વિકાર કરાવે નહિ. કરાવે નહિ કહે છે ને? અને વિકાર થયો તો કર્મબંધન થયું એમ પણ નથી. છ કારણે જ્ઞાનાવરણીય બંધાય છે. જ્ઞાનાવરણીય તો સમકિતીને પણ બંધાય છે. તેને છ બોલ તો હોય છે. આહાહા..! પણ ધર્મજીવ તેનો કર્તા થતો નથી, જ્ઞાતા રહે છે. ભાવ અને ભાવથી બંધ-નિમિત્ત-નિમિત્ત સંબંધ, એ બેયનો જાણનારો રહે છે. ઝીણી વાત છે, ભાઈ! સમજાય છે કાંઈ? આહાહા.! અજ્ઞાની એ રાગનો કર્તા થાય છે તો ત્યાં કર્મની પર્યાય કર્મને કારણે થાય છે. એણે રાગ કર્યો માટે કર્મની પર્યાય થઈ એમ નથી).
મુમુક્ષુ :- રાગ ન કર્યો હોત તો કર્મપર્યાય ન થઈ હોત.
ઉત્તર:- પણ એ પ્રશ્ન જ નથી. એ પ્રશ્ન થયો હતો. (સંવત) ૨૦૦૬ની સાલમાં તમારા ગામમાં “રાજકોટમાં પ્રશ્ન થયો હતો. “ચુનીલાલ મૂળશંકરે પ્રશ્ન કર્યો હતો. “મૂળશંકર' નહિ? છઠ્ઠી સાલ, છઠ્ઠી. કેટલા વર્ષ થયા? ૨૮. ૨૮ વર્ષ પહેલા સભામાં પ્રશ્ન થયો હતો કે, રાગ ન કર્યો હોત કર્મ ઉત્પન્ન ન થયા હોત. પણ અહીંયાં એ પ્રશ્ન જ ક્યાં છે? અહીંયાં તો રાગ કરે છે, બસ! એટલી વાત છે. એ સમયે કર્મની પર્યાય થાય છે એ રાગથી થઈ નથી. રાગ ન કરત તો કર્મમાં પણ કર્મ થવાની લાયકાતવાળા પરમાણુ ન થાત. અરે ! પ્રભુ! શું કરે? સમજાય છે કાંઈ? એમ કે, રાગ ન કર્યો હોત તો કર્મ ન બંધાત માટે એટલું તો થયું કે નહિ? કે, ના, ના ભાઈ! એમ નથી, પ્રભુ! રાગ થયો તો ત્યાં બંધ થયો તે તેનાથી નહિ. એ તો પર્યાયમાં થવાવાળી પર્યાય ક્રમબદ્ધમાં એ જ આવનારી હતી. પણ રાગ ન કરત તો? પણ ન કરતનો પ્રશ્ન ક્યાં આવ્યો? રાગ તો છે એટલી વાત તો સિદ્ધ કરવી છે. ન થાય છતાં કર્મની પર્યાય તેનાથી થતી નથી. આહાહા.! સમજાય છે કાંઈ? એક ન્યાય પલટે તો આખું તત્ત્વ પલટી જાય, પ્રભુશું થાય? આહાહા...! આ તો સર્વજ્ઞ ત્રણલોકના નાથ પરમાત્માથી માર્ગ આવ્યો છે. આમ છે. આહાહા...!