________________
કળશ- ૨૦૦
૧૭૭
જ્ઞાનાવરણાદિ કર્મ–એવો છે જે બે દ્રવ્યનો એકસંબંધ, એવો... “મા” શબ્દમાં શું લીધું? જુઓ. બે દ્રવ્યના સંબંધનો અભાવ. તેનો અર્થ શું લીધો? “દ્રવ્યનો સ્વભાવ નથી...” એમ. એ દ્રવ્યનો સ્વભાવ નહિ. આહાહા. દ્રવ્યનો સ્વભાવ કર્મની પર્યાય કરે એમ નહિ અને કર્મની પર્યાય જીવને વિકાર કરાવે એવો કોઈ સ્વભાવ નથી. આહાહા..! અભાવની આ વ્યાખ્યા કરી. આ તો મધ્યસ્થતાથી સમજવાની વાત છે, ભગવાના આ કોઈ પંડિતાઈ અને વિદ્વત્તાથી પોતાની વાત માનવી અને એ શાસ્ત્રથી સિદ્ધ કરવી એ વાત નથી. સમજાય છે કાંઈ? આ તો ભગવાન ત્રિલોકનાથ જેવી વસ્તુસ્થિતિ છે એવું વર્ણન કરે છે, એવું જ્ઞાની માને છે. આહાહા...! સમજાય છે કાંઈ?
અહીં કહે છે કે, અભાવ. બે દ્રવ્યનો એકસંબંધ, એવો અભાવ સ્વભાવ છે, એમ કહે છે. અહીંયાં રાગ થયો તો કર્મબંધન થાય એવો સ્વભાવ જ નથી અને કર્મનો ઉદય આવ્યો તો અહીંયાં રાગ કરવો પડે એવો કોઈ સ્વભાવ જ નથી. આહાહા.. જૈનમાં કર્મનું લાકડું એવું મોટું ગરી ગયું છે. સ્થાનકવાસી, શ્વેતાંબરમાં તો છે જ. કારણ કે એ તો કૃત્રિમ શાસ્ત્ર છે પણ આમાં આવી ચોખ્ખી વાત કરી છે એમાં પણ લાકડું એ જ છે કે, કર્મને લઈને વિકાર થાય, કર્મને લઈને વિકાર થાય. વિકાર આત્મામાં તો છે નહિ તો વિકાર ક્યાંથી થયો? પર્યાયમાં વિકાર કેવી રીતે થયો? કે, કર્મને કારણે થયો. આહાહા...!
મુમુક્ષુ – શરીર બહુ માંદુ થાય તો અશાતા વેદનીય કર્મનો ઉદય આવ્યો તેમ કહેવાય ને?
ઉત્તર :- એને કારણે નથી. એ નિમિત્તથી કથન છે. અશાતા વેદનીયના પરમાણુ ભિન્ન છે અને શરીરની પર્યાય ભિન્ન છે તો અશાતાના ઉદયથી અહીંયાં તાવ થયો. તાવ સમજાય છે ને? બુખાર, એવી વાત છે જ નહિ. આહાહા.. કેમકે અશાતાના ઉદયના રજકણ ભિન્ન ચીજ છે અને આ શરીરમાં તાવ આવ્યો એ ભિન્ન ચીજ છે તો એ ઉદયથી અહીંયાં તાવ આવ્યો એ તો નિમિત્તનું કથન કરવા વાત કરે છે પણ એ નિમિત્તથી અહીંયાં થયું એમ નથી. આહાહા...! એ તો અહીંયાં સિદ્ધ કરવું છે. સમજાય છે કાંઈ કર્મ આત્માને તાવ લાવી ક્યું કે આ રોગ આવે છે ને? ક્ષયનો કે અનેક પ્રકારના બીજા રોગ આવે, ઊલટી થાય છે. ઊલટી, ઊલટી કહે છે ને? વમન, તો એવો કર્મનો ઉદય આવ્યો તો વમન થયું. એમ છે નહિ. આહાહા.! કેમકે વમનની પર્યાય ભિન્ન છે અને કર્મના ઉદયના રજકણની પર્યાય ભિન્ન છે તો એ પર્યાય એને કરે, વસ્તુનો સ્વભાવ એવો છે નહિ. આહાહા...! સમજાય છે કાંઈ?
બે દ્રવ્યનો એકસંબંધ, એવો દ્રવ્યનો સ્વભાવ નથી.” આહાહા. તે પણ શા કારણથી” સર્વ: પિ સન્વેન્થ: નાસ્તિ' આ શબ્દ. આહાહા...! એક દ્રવ્યને અને બીજા દ્રવ્યને “સર્વ: બપિ સqન્ય: નાસ્તિ'. આહાહા...! ભગવાન (આ) કોઈ વાત છે). બે દિ' પહેલા નહોતું કહ્યું? આ પગ ચાલે છે એ જમીનને અડીને ચાલતા નથી. કાલે પ્રશ્ન હતો ને? ભાઈ બપોરનો.