________________
૧૭૪
કલશામૃત ભાગ-૬
જીવભાવનું કર્તા કર્મ જીવને રાગ કરાવે, રાગ થાય એમ નથી. કર્મ પરદ્રવ્ય છે, ભગવાન આત્મા પદ્રવ્ય છે.
અહીંયાં પહેલું એટલું તો સિદ્ધ કર્યું કે, પદ્રવ્ય એને વિકાર કરાવે છે એમ નથી. તેમ આત્મા કર્મની પર્યાય કરે છે એમ નથી. જોકે અંદર તો બીજી ચીજ સિદ્ધ કરવી છે. ખરેખર તો એ ભાવકર્મનો કર્તા પણ આત્મા નથી. દયા, દાન, વ્રત, ભક્તિ આદિ પરિણામ... કહેશે. ૨૦૨ માં છે. મોહ, રાગ, દ્વેષ અશુદ્ધ પરિણતિનો કર્તા, એ અજ્ઞાનથી માન્યું છે. આહાહા.. પુદ્ગલકર્મ શરીરાદિ કે કર્મની પર્યાય આત્મા કરે નહિ, કરતો નથી અને કર્મ આત્માને વિકાર કરાવતું નથી. વિકાર અજ્ઞાનભાવે જીવ પોતાની ભૂલથી, પોતાને ભૂલીને
અપને કો આપ ભૂલકર અજ્ઞાની વિકાર કરે, પણ એ વિકાર કર્મ કરાવે, કર્મ ઉદયમાં આવ્યા માટે એ કર્મને લઈને વિકાર થાય છે એમ નથી. સમજાય છે કાંઈ? રત્નત્રય શુભરાગ છે, પુણ્ય (છે), એ પણ કર્મ કરાવે છે એમ નથી. પરદ્રવ્ય કર્મ જીવનો ભાવ કેમ કરે? અજ્ઞાનભાવે ત્યાં સિદ્ધ કરવું છે ને? રાગાદિનો કર્તા અજ્ઞાની પોતાથી વિકારનો, વ્યવહાર રત્નત્રયનો કર્તા થાય છે. કર્મથી વિકાર, શુભભાવ થાય અને શુભભાવથી શુદ્ધભાવ થાય તો તો કર્મથી મુક્તિનો ઉપાય છે એમ એનો અર્થ થયો. સમજાય છે કાંઈ?
અહીંયાં કહે છે કે, પુદ્ગલકર્મને જીવ કરે નહિ અને પુગલ દ્રવ્ય જીવભાવનો કર્તા એવો સંબંધ કેમ હોય?’ આહાહા.. “સર્વોડપિ સન્વન્તઃ અહીં તો નિષેધ છે. તો નિમિત્તનિમિત્ત સંબંધ છે ને? પણ એનો અર્થ એ કે, નિમિત્ત પણ કર્તા નથી એટલે ખરેખર સંબંધ નથી. સમજાય છે કાંઈ નિમિત્ત હો પણ નિમિત્ત વિકાર કરાવે અથવા પરદ્રવ્યની પર્યાય થવામાં વિકાર, આત્મા નિમિત્ત છે તો આત્મા નિમિત્ત છે તો ત્યાં કર્મની પર્યાય થાય છે, આત્માએ રાગ-દ્વેષ કર્યો તો કર્મની પર્યાય કર્મમાં થઈ એમ નથી. સમજાય છે કાંઈ? કેમકે કર્મ પરમાણુમાં કર્મ થવાની પર્યાયનો સ્વકાળ હતો તેને કારણે કર્મની પર્યાય થાય છે. જીવે અજ્ઞાનભાવે રાગ-દ્વેષ કર્યો તો તેને કારણે કર્મની પર્યાય થઈ એમ નથી. સમજાય છે કઈ?
જ્ઞાનાવરણીય છે કારણથી બંધાય છે. છ કારણ આવે છે ને? નિન્દવ, અશાતના, એ જ કારણ છે ને “તત્ત્વાર્થ સૂત્રમાં? એ ભાવ થયો તો અહીંયાં જ્ઞાનાવરણીય કર્મનો બંધ પડ્યો એમ નથી. તેમ એ ભાવ કર્મએ કરાવ્યો છે, છ પ્રકારના છે કે જેનાથી) જ્ઞાનાવરણીય બંધાય છે? છ પ્રકારે દર્શનાવરણીય, વેદનીય, મોહનીય જે આઠે કર્મના નિમિત્ત વિકાર છે ને? એ વિકાર છે તો અહીંયાં કર્મ થયા એમ નથી અને કર્મ ત્યાં છે તો તેને કારણે અહીંયાં કર્મ વિકાર કરાવે છે એમ પણ નથી. આવી વાત છે.
મુમુક્ષુ - બે મળે છે તો વિકાર થાય છે.
ઉત્તર :- નહિ, નહિ, નહિ. બે કદી મળતા જ નથી. મળ્યા ક્યાંથી? બે વચ્ચે તો અભાવ છે. રાગ કર્મને અડતો નથી, કર્મનો ઉદય જડ રાગને અડતો નથી. ધીમે ભગવાન,