________________
૧૧૪
કલશામૃત ભાગ-૬
તો શુદ્ધ પરિણમનમાં ચાલે તોય થાકે નહિ. વિશુદ્ધ શુભ-અશુભભાવમાં ચાલે તો થાકી જાય. થાક, દુઃખ. દુખ. આહાહા...!
અહીં એ કહ્યું. દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મથી ભિન્ન છે. એને અહીં વિશુદ્ધ કહેવામાં આવે છે, એને અહીંયાં સ્વરસમાં સ્થિત કહેવામાં આવે છે. સ્વરસથી એમાં સ્થિત છે. ત્રિકાળી પોતાનો સ્વભાવ જે શુદ્ધ છે એમાં એ સ્થિત છે તેને અહીંયાં વિશુદ્ધ કહેવામાં આવે છે. આહાહા...! અહીંયાં તો હજી દેહની ક્રિયામાં પણ આત્માનું નિમિત્તપણું છે નહિ અને નિમિત્ત છે માટે દેહની ક્રિયા થાય એની હજી હા પાડવી લોકોને મુશ્કેલ પડે. એની મેળાએ દેહ ચાલે? ભાષા એની મેળાએ બોલાય? આહાહા. અહીં તો સ્વભાવની દૃષ્ટિવાળું જે દ્રવ્યવિશુદ્ધ, એ તો રાગનો કર્તા નથી. એ તો રાગ અદ્ધરથી નબળાઈને લઈને થાય તેનો જ્ઞાતા-દ્રષ્ટા છે. આહાહા...!
મુમુક્ષુ :- એ તો જ્ઞાનીની વાત છે ને.
ઉત્તર :- તોય કીધું ને? ત્યારે એને પ્રતીતમાં આવ્યું ને? દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મથી રહિત ભગવાન આવો છે. અહીંયાં તો એવું કહે છે, અહીં તો બીજું સિદ્ધ કરવું છે કે, એ એવો અનાદિથી જ છે. એ રાગ કરે એવો કોઈ એનામાં ગુણ નથી, એમ સિદ્ધ કરવું છે. પણ એનું ભાન કોને થાય? આહાહા...! કે, આ વસ્તુ અનાદિની અતીન્દ્રિય અનંત આનંદ અને ગુણનો પિંડ અનાદિ સ્થિત છે એવું સ્વસમ્મુખ થઈને) સ્વનો આશ્રય કરે એને એ વસ્તુ છે એમ પ્રતીતમાં આવે અને પ્રતીતમાં આવી એટલે એને રાગનું કર્તાપણું રહેતું નથી. વ્યવહાર રત્નત્રયનો કર્તા એ ધર્મ નથી. આહાહા...! આવી વાત છે. બહુ ઝીણી.
વળી કેવો છે ઈ? “રવિખ્યોતિર્મિચરિતમુવનામોમવનઃ પ્રકાશરૂપ એવા ચેતનાગુણ દ્વારા આહાહા. એમાં ચેતનાગુણ છે. જે કારણે એ તો પ્રકાશ લોકાલોકને જાણે અને દેખે એવો સ્વભાવ છે. ધ્રુવમાં એવો સ્વભાવ છે. સમજાણું કાંઈ? આહાહા.! પ્રકાશરૂપ એવા ચેતનાગણ દ્વારા પ્રતિબિંબિત છે...' શું કહે છે? શક્તિ તો છે પણ એનું પરિણમન જ્યારે થાય તો લોકાલોક જેમાં પ્રતિબિંબિત થાય એવી પરિણતિ, પર્યાયનો સ્વભાવ છે. આહાહા...! લોકાલોકમાં કોઈ ચીજનો કર્તા તો છે નહિ પણ એની જે શક્તિમાં જે અકર્તાપણું છે એવું પરિણતિમાં ભાન થયું તો એ લોકાલોકને જાણનારો રહ્યો. લોકાલોક એમાં પ્રતિબિંબિત થાય છે), જાણે છે, બસ! આહાહા. લોકાલોકમાં તો બધું આવી ગયું ને? અલોકને એક કોર રાખો. લોક શબ્દમાં શરીર, વાણી, મન, ધંધા-વેપાર... એ બધા આત્મામાં પ્રતિબિંબિત (થાય છે) પોતાની પરિણતિમાં એ દૃષ્ટિનું ભાન થયું. લોકાલોક પ્રતિબિંબિત થાય છે. જાણવામાં આવે છે. આહાહા.! પણ કોઈનો કર્તા નથી). સ્ફરિત પ્રગટ દશા થઈ તોપણ કોઈનો કર્તાભોક્તા નથી. આહાહા...! આવું આકરું પડે માણસને. નિશ્ચય ને વ્યવહાર. આહાહા.! બાપુ! એના પરિણામ, વ્યવહારના પરિણામ તો રાગરૂપ છે ને, પ્રભુ! આહાહા...અને એ રાગને