________________
કળશ-૧૯૫
૧૧૫
કરવું એવો કોઈ દ્રવ્યમાં ગુણ-શક્તિ તો નથી. આહાહા..!
તેથી તે વસ્તુની દૃષ્ટિ થતાં અંદર પરિણમન થતાં પણ લોકાલોકનું પ્રતિબિંબ (પડે), એમાં જણાય તેવો એનો સ્વભાવ છે. ત્રિકાળ સ્વભાવ તો લોકાલોકને જાણવાનો ધ્રુવ છે પણ પર્યાયમાં સ્ફુરિત પ્રગટ થતાં.. આહાહા..! જે વસ્તુ છે, રાગ ને વિકારનો અકર્તા એનો ગુણ (છે) એવી જ્યાં એની પિરણિત થઈ... આહાહા..! ભલે મતિ ને શ્રુતજ્ઞાન હો છતાં એ લોકાલોકને જાણે એવી એની પરિણિત છે. આહાહા..! ભારે!
એક કોર ચક્રવર્તીના રાજમાં રહે એમ દેખે, રહે એમ દેખે, ઇ ત્યાં છે નહિ, ઇ તો તેની જાણવાની પરિણતિમાં છે. આહાહા..! એ તો તેના સંબંધીનું જ્ઞાન પોતાનું પોતાથી થયેલું છે તેના જાણવામાં એ છે. એનાથી જ્ઞાન થયું છે, એ નહિ. એ તો પર્યાયમાં પોતાનું સામર્થ્ય એવું હતું કે જેથી સ્વપપ્રકાશક સામર્થ્ય સ્વતઃ પોતાથી થયું છે. એમાં આ જણાય છે એમ કહેવું એ વ્યવહા૨ છે. આહાહા..! સમજાણું કાંઈ? કેવળી લોકાલોકને જાણે એમ કહેવું એ પણ અસદ્ભુત વ્યવહાર છે. આહાહા..! એ સંબંધીનું પોતાનું જ્ઞાન પોતાથી થયેલું છે તેને પણ અહીંયાં વ્યવહા૨ કહેવામાં આવે છે. આહાહા..! ત્રિકાળને – દ્રવ્યને નિશ્ચય કહીએ તો પરિણતિને વ્યવહાર કહેવામાં આવે છે. આહાહા..! એ શુદ્ધ પરિણતિને, હોં! આહાહા..! એમાં લોકાલોક પ્રતિબિંબિત થાય છે, એમ કહે છે. છે ને? આહાહા..!
‘વિઝ્યોતિર્મિ:” ચેતનાગુણ દ્વારા... રિત” પ્રતિબિંબિત છે... ‘મુવનામોમવનઃ” ‘મુવનામોામવનઃ” ભુવન નામ લોક, એનો આભોગ નામ જાણવું, તેનું ભવન નામ થયું. ‘મુવનામો ભવન:’ આહાહા..! એની પછી વ્યાખ્યા કરી છે. નહિતર તો શબ્દ આટલો છે. ભુવન નામ લોકાલોક એનો આભોગ નામ જાણવું, તેનું ભવન. આહાહા..! સમજાય છે કાંઈ? આહાહા..! આજે આવ્યા નથી, નહિ? ‘હિંમતભાઈ’!
અનંત દ્રવ્ય પોતાના અતીત-અનાગત-વર્તમાન સમસ્ત પર્યાયો સહિત જેમાં,...’ આહાહા..! અનંત દ્રવ્ય જે છે, અનંત અનંત દ્રવ્ય હવે લીધા. અનંત ગુણ આમાં છે એમાં કોઈ ગુણ વ્યક્ત, અવ્યક્ત... હવે તો એની પર્યાયમાં અનંત દ્રવ્ય પોતાના અતીત-અનાગત...’ પોતાના દ્રવ્યની ગયા કાળની પર્યાય, વર્તમાન પર્યાય અને ભવિષ્યની પર્યાય. આહાહા..! સમસ્ત પર્યાયો સહિત જેમાં, એવું છે.’ સમસ્ત પર્યાય પ્રતિબિંબિત થાય છે, એમ. જ્ઞાનની પર્યાયમાં સમસ્ત દ્રવ્ય-ગુણ-પર્યાય અથવા એક એક દ્રવ્યની ભૂત-ભવિષ્ય ને વર્તમાન પર્યાય એવી અનંતી પર્યાયો) જ્ઞાનની પર્યાયમાં જાણવામાં આવે છે. પ્રતિબિંબિત શબ્દ તો (એટલા માટે છે) કે ઓલું બિંબ છે તો આ પ્રતિબિંબ છે, એમ. બાકી એ ચીજ કંઈ અહીં આવતી નથી. આહાહા..! સમજાણું કાંઈ? લીમડો દેખાય તો કાંઈ લીલો રંગ ન્યાં આવે છે અંદ૨? લીલા રંગ સંબંધીનું પોતાનું જ્ઞાન એમાં એ પ્રતિબિંબ છે એમ કહેવામાં આવે છે. આહાહા..! આવો માર્ગ (છે). આ તો ધીરાના કામ છે. ઘ૨, ઘ૨’ (અર્થ) કર્યો છે એમાંથી. સંસ્કૃત