________________
કળશ-૧૯૫
૧૧૩
વેદનનો કર્યા છે તેમ પરમાર્થદષ્ટિએ નથી. અહીં દૃષ્ટિ અને દૃષ્ટિનો વિષય જે છે એ વાત ચાલે છે ને? પર્યાયમાં કર્તા-ભોક્તા છે એ વાત જ્ઞાન જાણે. એ વાત તો ૪૭ નવમાં આવી છે. આહાહા..
‘સ્વરતઃ સ્થિત: એ તો સ્વરસથી જ સ્થિત છે. આહાહા. એનો અર્થ શું કર્યો? સ્વભાવથી અનાદિનિધન એમ જ છે.” રાગનો કર્તા નથી એવો સ્વભાવ અનાદિનો જ છે. આહાહા.! સમજાણું કાંઈ? ભાષા થોડી પણ ભાવ તો છે ઈ છે. આહાહા...! આમાં વાદવિવાદ કરે કાંઈ પાર પડે એવું નથી. “મોક્ષમાર્ગ પ્રકાશકમાં લીધું છે. અશુભથી બચવા શુભ આવે તો એને તો વ્યવહાર કહો. ઈ તત્ત્વજ્ઞાન સહિત હોય તો અશુભથી બચવા વ્યવહાર આવે છે તેને વ્યવહાર કહે છે. પણ તત્ત્વજ્ઞાન, જ્યાં તત્ત્વ જ એવું છે કે રાગનો કર્તા નથી એવો સ્વભાવ છે, એવી દૃષ્ટિ જ જ્યાં નથી ત્યાં અશુભથી બચવા શુભ આવે છે એમ ક્યાં છે? હજી મિથ્યાત્વથી બચ્યો નથી ત્યાં અશુભથી બચવાનું ક્યાં આવ્યું? આહાહા...! સમજાણું કાંઈ?
એવો સહજ સ્વભાવ. “વરસતઃ છે ને? રસ એટલે સ્વભાવ. “અનાદિનિધન...” રિશતનો અર્થ એ કર્યો. અનાદિઅનંત એમ જ છે. “રિશતઃ આહાહા.! અનાદિઅનંત સ્વરસથી સ્થિત. પરનો કર્તા-ભોક્તા નથી એવા સ્વભાવથી ભર્યો છે. આહાહા.! સમજાણું કાંઈ? “કેવું છે? એ “રિશતઃકહ્યું હતું ને? “વરતઃ રિશત: “કેવું છે?’ ‘વિશુદ્ધ છે. દ્રવ્યની અપેક્ષાએ દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મથી ભિન્ન છે. આહાહા.! એને વિશુદ્ધ કહીએ. શુભભાવને પણ વિશુદ્ધ કહે છે, શુદ્ધભાવને પણ વિશુદ્ધ કહે છે, ત્રિકાળીને પણ વિશુદ્ધ કહે છે. વિશુદ્ધ જે ઠેકાણે લાગુ પડે તે પ્રમાણે પાડવું. વિશુદ્ધ શબ્દ શુભભાવમાં પણ આવે છે, વિશુદ્ધ શબ્દ શુદ્ધભાવમાં પણ આવે છે અને વિશુદ્ધ શબ્દ ત્રિકાળીમાં પણ આવે છે. આહાહા...! અહીંયા ત્રિકાળીની વાત છે. વિશુદ્ધ. સમજાણું કાંઈ? આહાહા..!
એ ભગવાનઆત્મા ત્રિકાળ વિશુદ્ધ (છે). જડકર્મ, નોકર્મ–મન, વાણી, દેહ અને ભાવકર્મ– દયા, દાન, પુણ્ય-પાપના ભાવથી અનાદિઅનંત ભિન્ન છે. એવું વિશુદ્ધ છે. આહાહા...! વિશુદ્ધ છે. વિશેષે ખાસ શુદ્ધ છે એ. આહાહા. એ સમ્યગ્દર્શનનો વિષય છે. આહાહા...! સમજાણું કાંઈમૂલ્યમરિવો’ કીધું ને? ભૂતાર્થનો આશ્રય લેવો એમ કહો, જ્ઞાયકભાવ કહો, બેનની ગુજરાતી સાદી ભાષામાં જાગતો કહો અને તે ધ્રુવ છે એને ઊભો કહો. આમાં એક શબ્દ આવ્યો છે ક્યાંકી “શ્રીમદ્ના વચનમાં ક્યાંક છે. ઊભો છે. ઊર્ધ્વ તો બીજું છે. ઊભો છે એવો શબ્દ છે ક્યાંક. આ બે ચોપડી છે ને કાંઈક? આ “જ્ઞાનામૃત” અને “સંતવાણી. ક્યાંક એક શબ્દ આવ્યો હતો. અનાદિ ઊભો છે નો અનાદિ છે. આહાહા!
મુમુક્ષુ :- અનાદિનો ઊભો છે તો થાકતો નહિ હોય? ઉત્તર :- ઊભો છે ઈ ચાલતો નથી, એમ કહે છે. ચાલે તો થાકે. અને ચાલે એ