________________
૧૧૨
કલામૃત ભાગ-૬
આહાહા...! આ સંસારના ઉદયભાવને ઊભા કરવા એવી કોઈ શક્તિ આત્મામાં નથી. આહાહા...! ભગવાન આત્મા જ્ઞાયકભાવ (છે) એમાં તો અનંતી શક્તિઓ પડી છે. શક્તિ શબ્દ ગુણ, ગુણ શબ્દ ભાવ, ભાવ શબ્દ સનું સત્ત્વપણું, સત્નો માલ. આહાહા.! એ અનંત ગુણના માલમાં એવી કોઈ શક્તિ નથી કે રાગને કરે. આહાહા...! સમજાણું કાંઈ? માર્ગ એવો છે, ભાઈ! આહાહા.! વસ્તુસ્થિતિ એવી છે.
કોઈપણ એક શક્તિ રાગને કરે એવી હોય તો શક્તિનો તો ક્યારેય નાશ થતો નથી તો રાગનો પણ કદી નાશ ન થાય. સમજાણું કાંઈ? શક્તિ જે ગુણ છે, એવો કોઈ ગુણ રાગ કરવાનો હોય (તો) પણ હોય ક્યાંથી? વસ્તુ છે આત્મા, એમાં વસ્તુપણું, વસેલા, રહેલા વસ્તુમાં વસેલા, રહેલા ગુણો અમાપ છે, બેસુમાર છે. એમ હોવા છતાં કોઈ શક્તિની એવી શક્તિ નથી કે સંસારનો ભાવ કરે), રાગ છે તે સંસાર છે. આહાહા.! ચાહે તો શુભરાગ હો. એ તો કહ્યું ને? જગપંથ છે. મુનિને પણ રાગ આવે છે તો એ જગપંથ છે. આહાહા...! પણ એને કરે એવી કોઈ શક્તિ નથી. જ્ઞાનીને નબળાઈથી ઉત્પન્ન થાય છે. અજ્ઞાનીને સ્વરૂપના અજ્ઞાનથી વિકારનું કર્તાપણું ઉત્પન્ન થાય છે. આહાહા.! સમજાણું કાંઈ?
જ્ઞાનીને નબળાઈથી (થાય છે), પર્યાયમાં યોગ્યતા એવી છે તો ઉત્પન્ન થાય છે. ગુણદ્રવ્યમાં તો એવી (શક્તિ) નથી. આહાહા. વિષયમાં સુખબુદ્ધિ, એ સુખબુદ્ધિનો વિકાર કોઈ જીવ કરે એવો કોઈ આત્મામાં ગુણ નથી. આહાહા.પૈસામાં સુખ છે, સ્ત્રીમાં સુખ છે, આબરૂમાં સુખ છે એવો જે સુખ નામનો વિકાર... આહાહા...! ભગવાન તો અતીન્દ્રિય આનંદના સુખથી સ્થિત છે ના એવા સુખના વિકલ્પનો એ કર્તા કેવી રીતે હોય? આહાહા...! હસમુખભાઈ! ઝીણી વાતું છે, બાપુ ક્યાં લાદીનો ધંધો ને ક્યાં આ વેપાર? આહાહા...! અરે ! પોતાનો નિજ સ્વભાવ સ્વયં, સ્વરૂપ સ્વયં સ્વરૂપ જે કાયમી, અસલી, અસલી સ્વભાવ એમાં કોઈ અસલી સ્વભાવમાં કોઈ એવો અસલી ભાવ નથી. આહાહા...! એ શુભરાગને ઉત્પન્ન કરે અથવા રચે એવો કોઈ ગુણ અસલી સ્વરૂપમાં નથી. આહાહા...! સ્વભાવના અભાનમાં પર્યાયમાં અજ્ઞાનથી વિકાર થાય અને વિકારનો કર્તા થાય તો એ તો અનાદિનો સંસાર છે. આહાહા.! આવું ઝીણું છે. આવ્યું છે તમારા ભણતરમાં? ક્યાંય આવ્યું નથી. આહાહા.! હે
મુમુક્ષુ :- એમાં તો ફસાવાનું આવે. ઉત્તર :- પોતે ફસે છે ના આહાહા.
જ્યાં જ્ઞાતા-દષ્ટાના સ્વભાવથી અનંત અનંત અવિનાભાવી ગુણથી ભરેલો ભગવાન છે આ, એ ભગવાનની દૃષ્ટિ થઈ, નિજ સ્વભાવની પ્રતીતિ અનુભવમાં થઈ એ રાગનો કર્તા થતો જ નથી. નબળાઈથી રાગ આવે છે પણ તેનો તે જ્ઞાતા-દષ્ટા રહે છે. આહાહા...! ધર્મીને વ્યવહાર રત્નત્રયનો રાગ આવે છે પણ આવે છે તેનો એ કર્તા નથી, તેમ તેનો તે ભોક્તા,