________________
કળશ- ૧૯૫
૧૧૧
ભાવ નથી કે દયા, દાન, વ્રતના વિકલ્પનો કર્તા થાય અને ભોક્તા થાય, સ્વભાવમાં એવી કોઈ શક્તિગુણ નથી. આહાહા...! સમજાણું કાંઈ? “સ્વરસેત: રિશત: એવું ચૈતન્યદ્રવ્ય અકર્તા–કર્તા નથી એવું સહજ “સ્વરરત: રિશતઃ'. પોતાના સ્વભાવથી સ્વરસથી એ સ્થિત છે. પોતાના આનંદાદિ, જ્ઞાન સ્વભાવથી એવો સ્થિત છે કે જે રાગ, વ્યવહાર રત્નત્રયનો રાગ, તેનો કર્તા-ભોક્તા થાય એવો કોઈ સ્વભાવ નથી. ઝીણી વાત છે. આહાહા....! પરનો કર્તા-ભોક્તા તો છે જ નહિ.
મુમુક્ષુ - આખી દુનિયા પરનું કામ કરે છે.
ઉત્તર – કોઈ કરતું નથી. કોણ કરે છે? “સુમનભાઈ કરે છે આ બધું? “રામજીભાઈએ વકીલાતમાં આ બધું કર્યું હતું? સ્પષ્ટ કરાવે છે. ભાષા થઈ હતી, એ તો જડ છે. “સુમનભાઈ શું કરે? રાગ કરે. પરનું કરી શકે છે?
અહીં તો રાગના કરવાપણાનો કોઈ ગુણ નથી, એમ સિદ્ધ કરવું છે. પર્યાયમાં રાગ ઊભો થાય છે એ અજ્ઞાનને લઈને છે. આહાહા.! સમજાણું કાંઈ? ભગવાન વસ્તુ જે ધ્રુવ વિદ્યમાન ટકતું તત્ત્વ, જ્ઞાયકભાવ.... બેનની ભાષામાં જાગતો જીવ, જ્ઞાયકભાવ ઊભો છે ને એ કોઈ ચીજ રાગને કરે કે ભોગવે એ કોઈ સ્વભાવમાં, સ્વભાવવાનમાં છે નહિ, એવું છે નહિ. આહાહા.! સમજાણું કાંઈ? સંસારનો કોઈપણ વિકલ્પ, અહીંયાં તો દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો વિકલ્પ (આવે) તેનો પણ કર્તા અને ભોક્તા દ્રવ્ય સ્વભાવ નથી. વસ્તુમાં કોઈ એવી શક્તિ નથી, કોઈ ગુણ નથી. આહાહા.!
સત્ એવું જે સ્વરૂપ, તેનો ભાવ, સત્ એ ભાવવાન તેનો ભાવ. અનંત ભાવ છે, અનંત અનંત ભાવ છે પણ એ ભાવમાં કોઈ ભાવ, ગુણ-શક્તિ એવી નથી કે રાગને કરે. આહાહા...! સમજાણું કાંઈ? એવું ‘સહજ.” “રતઃ સ્થિત તો પોતાના સ્વભાવના રસથી એ સ્થિત છે. એ કોઈ રાગને કરે એવી વસ્તુમાં સ્થિતિ જ નથી. આહાહા.! અશુભથી બચવા શુભ આવે છે એમ કહેવું એ તો સમ્યગ્દષ્ટિ માટે છે. જેને દ્રવ્યનો સ્વભાવ, રાગનો કર્તા નથી એવો સ્વભાવ અનુભવમાં આવ્યો હોય... આહાહા.! સમજાણું કાંઈ? એવી દૃષ્ટિ જેને અંતરમાં અંતર્મુખ થઈને થઈ હોય), દ્રવ્ય જેવું સ્થિત છે એમ અનુભવમાં આવ્યું હોય એને અશુભથી બચવા રાગ આવે છે પણ તે રાગનો કર્તા નથી. આહાહા! કેમકે વસ્તુમાં અનંત અનંત અનંત બેસુમાર શક્તિ (ભરી છે), પણ બેસુમારમાં કોઈ એક શક્તિ એવી નથી કે જે વિકારને કરે. આહાહા...! હવે અહીં તો (અજ્ઞાની) કહે કે, અશુભથી બચવા
વ્યવહાર કરે છે તો એ શુભ વ્યવહાર છે અને એ શુભથી શુદ્ધ થશે. ફેરફાર છે, પ્રભુ વસ્તુની સ્થિતિ એમ નથી.
અહીંયાં એ કહ્યું ને? “વરતઃ સ્થિતઃ એ સ્વના આનંદ અને જ્ઞાનાદિ સ્વભાવથી સ્થિત છે, ધુવ છે. એમાં એવી કોઈ શક્તિ, સ્વભાવ, રાગ કરવાની શક્તિ છે જ નહિ.