________________
૩૬૦
કલશામૃત ભાગ-૬
જૈનદર્શનનું તત્ત્વ અંતરમાં સમજ્યા વિના એના જન્મ-મરણ ક્યારેય મટશે નહિ અને આવી વાત જૈનધર્મ સિવાય બીજામાં છે જ નહિ. આહાહા..!
અહીંયાં કહે છે કે, અન્ય લોકો તો કહે છે જ, એમ કહે છે. પણ’ છે ને? પણ’. જૈનસિદ્ધાન્તમાં પણ...’ એમ. છે? શેઠ! ક્યાં છે? અન્યમતિ તો કહે છે કે, ૫૨નો કર્તા પરનું કરે, એમ લોકો પણ કહે છે કે, અમે પ૨નું કરીએ છીએ, તો જૈન સિદ્ધાંત પણ એમ કહે છે તો એમાં તમારે શું ફેર પડ્યો? એમ કહે છે. હેં? વાંધો તમે શા માટે કાઢો છો? શેઠ! જૈનસિદ્ધાન્તમાં પણ એમ કહ્યું છે..’ આત્મા આઠ કર્મ બાંધે, આઠ કર્મ ભોગવે એમ શાસ્ત્રમાં આવે છે ને? તો કહે છે, એ બધા કથન જૂઠી વ્યવહારદૃષ્ટિથી કહેવામાં આવ્યા છે. આહાહા..! આવી વાત હવે.
નિકાચિત કર્મ તો ભોગવવા જ પડે.
મુમુક્ષુ :ઉત્તર ઃ– કોણ ભોગવે? નિવ્રુત અને નિકાચિત કર્મ પડ્યા હોય તો આત્માએ ભોગવવા જ પડે એ વાત જૂઠી. કર્મ જડ છે. ભગવાનઆત્મા તો અરૂપી ચૈતન્ય છે. એ જડની પર્યાય ભોગવે કે પોતાની પર્યાયને ભોગવે? આહાહા..! શું કરે પણ તત્ત્વની ખબર ન મળે.
ઇ કહે છે, કર્તા છે અને ભોક્તા છે. તેનું સમાધાન આમ છે કે જૂઠા વ્યવહારથી કહેવા માટે છે,...' આહાહા..! કહો, શેઠ! આ તમાકુના ઓરડા ભરી રાખીએ છીએ ને પછી પૈસા ઊપજાવીએ છીએ અને આ શું કહેવાય? તમાકુની બીડી લઈને મોટર.. મોટર.. મોટરનું ઓલું અમથું શું કહે છે સાધારણ? મોટર વિના સાધારણ શું કહેવાય? જીપગાડી. શેઠને બધું છે. જી... જીપગાડી. એકવાર તમે દેખાડવા લઈ ગયા હતા ને? મલ્હારગઢ’. એના ઘરે ચાલીસ તો મોટર છે. ગૃહસ્થ છે ને એ તો બીડીવાળો મોટો વેપારી છે. કહે છે કે, એ જીપથી મેં કામ લીધું, આત્મા જીપને ચલાવે છે એ વાત તદ્દન ખોટી છે, એમ કહે છે. આહાહા..! સમજાય છે કાંઈ ? લોકો તો કહે છે પણ તમે જૈન સિદ્ધાંતમાં કેમ કહો છો ? એમ પૂછે છે. કે, ભઈ! અમે કહીએ છીએ એ જૂઠા વ્યવહા૨થી કહીએ છીએ. એ સાચો વ્યવહાર છે જ નહિ. આહાહા..!
સાચો વ્યવહાર તો એ છે કે, આત્મા પોતાના પરિણામને કરે. વિકારી કે અવિકારી પર્યાય-પરિણામને કરે, એ સાચો વ્યવહાર છે. નિશ્ચયમાં તો આત્મા વિકારનો પણ કર્તા નથી. ધર્મી જીવ છે, જે સમ્યગ્દષ્ટિ છે, જેને ધર્મનું ભાન થયું છે કે હું તો ચૈતન્ય આનંદ સ્વરૂપ છું, એવો સમકિતી જીવ, ધર્મની પહેલી સીડીવાળો એ પુણ્યના પરિણામનો પણ કર્યાં થતો નથી. આહાહા..! સમજાય છે કાંઈ? આહાહા..! ઝીણી વાત છે, ભાઈ! શું થાય? જોયું? એ જૂઠા વ્યવહારથી કહેવા માટે છે, દ્રવ્યનું સ્વરૂપ વિચારતાં...’ દ્રવ્ય નામ પદાર્થ. આત્મા અને આ પુદ્ગલ પરમાણુ જડ, તેનું સ્વરૂપ વિચારતાં. છે? પદ્રવ્યનો કર્તા જીવ નથી.’ આહાહા..! પરદ્રવ્યનો આત્મા કર્તા નથી. કેમકે પદ્રવ્ય પોતાથી પરિણમે છે તેને