________________
કળશ- ૨૧૪
૩૫૯
જ્ઞાન કરાવ્યું છે. તેનાથી પરમાં કાંઈ થાય છે એમ નથી. આહાહા...! ઝીણી વાત, ભાઈ! આત્મા પરની દયા પાળી શકે એમ છે નહિ, એમ કહે છે. પરદ્રવ્યની પર્યાય જે છે એ પર આત્મા કરી શકે એમ ત્રણકાળમાં નથી. આહાહા...! પરને જીવાડી શકે, પરને મારી શકે, પરને સગવડતા -અનુકૂળતા દઈ શકે, આહાર-પાણી આપી શકે એ આત્મા ત્રણકાળમાં કરી શકતો નથી. આહાહા.! અરે.. જૈનદર્શન શું છે એની ખબર નથી. પોતાની કલ્પનાથી જિંદગી અનંતવાર ગાળી. આહાહા.!
અહીંયાં કહે છે, આવ્યું? જ્ઞાનાવરણી આદિ આઠે કર્મ. આત્મા આયુષ્ય બાંધે છે એમ કહેવું એ જૂઠી વ્યવહારદૃષ્ટિથી છે. આત્મા તો, જે આયુષ્ય બંધાય એ કર્મની પોતાની પર્યાયથી બંધાય છે, આત્માએ તો આયુષ્ય બંધાય એવો ભાવ, ભવિષ્યનું આયુષ્ય બંધાય એવો ભાવ કર્યો, એ ભાવનું નિમિત્ત પામીને કર્મ બંધાય છે તો વ્યવહારથી કહેવામાં આવે છે કે આત્માએ આયુષ્ય બાંધ્યું. પણ એમ છે નહિ. આહાહા..!
મુમુક્ષુ :- પહેલા કહેવું કે આમ છે અને પછી કહેવું કે વ્યવહારથી છે.
ઉત્તર :- ખુલાસો નિમિત્તથી એમ લખ્યું છે, જુઓને છે? જેનસિદ્ધાન્તમાં પણ એમ કહ્યું છે.' એમ લખ્યું છે. લોકો તો કહે છે કે, અમે કરીએ છીએ, આવા કામ કરીએ છીએ, આવા કામ કરીએ છીએ, દુકાનના ધંધા ચલાવીએ છીએ, માલ-પૈસાને લઈએ છીએ, દઈએ છીએ, માલ લઈએ છીએ, દઈએ છીએ. અમે ખાઈએ. પીઇએ છીએ. એ તો જડની ક્રિયા છે. લોકો કહે છે કે, અમે આમ કરીએ છીએ. તો જૈન સિદ્ધાંતમાં પણ આવે છે ને? એમ કહ્યું. હું પણ છે ને? સમજાય છે કાંઈ? જૈનધર્મ સૂક્ષ્મ બહુ છે, પ્રભુ એ પરનો તો કર્તા નથી પણ પોતામાં જે વિકાર થાય છે, શુભ-અશુભ, દયા, દાન ભાવ આદિ, તેનો પણ આત્મા સ્વભાવની દૃષ્ટિથી કર્તા નથી. અજ્ઞાનભાવે એ વિકારનો કર્તા થાય છે. આહાહા...! આવી વાત છે, બહુ ઝીણી, બાપુ આહાહા...!
અનંતકાળથી રઝળે છે. મુનિવ્રત ધાર અનંત ઐર શૈવેયક ઊપજાયો” “છ ઢાળામાં આવે છે. “મુનિવ્રત ધાર અનંત ઐર રૈવેયક ઉપજાયો, પણ આતમજ્ઞાન બિન લેશ સુખ ન પાયો' આત્મા આનંદસ્વરૂપ (છે). આહાહા...! પંચ મહાવ્રત પાળ્યા પણ એ તો રાગ છે. અહિંસા, સત્ય, દત્ત, બ્રહ્મચર્ય, અપરિગ્રહના મહાવ્રતના ભાવ તો આસવ છે. “તત્ત્વાર્થસૂત્ર' છઠ્ઠા અધિકારમાં ઉમાસ્વામીએ લીધું છે. તો આસવ પાળ્યા, એ તો દૃષ્ટિ મિથ્યાત્વ છે.
મુમુક્ષુ :- મહાવ્રત પાળવાની પ્રતિજ્ઞા તો લીધી હતી.
ઉત્તર:- એ પ્રતિજ્ઞા તો અશુભને ટાળવા વ્યવહારથી કહેવામાં આવ્યું છે. એ વ્યવહારથી કહેવામાં આવ્યું છે. બાકી તો પુણ્ય, વતનો વિકલ્પ છે, ભગવાનની ભક્તિનો ભાવ છે એ છે શુભ, પણ એ શુભ મારી ચીજ છે અને હું કર્તા છું, ત્યાં સુધી એ મિથ્યાદૃષ્ટિ અને અજ્ઞાની છે, આહાહા.! આવી વાત છે, પ્રભુ! સૂક્ષ્મ વાત છે બહુ વીતરાગમાર્ગ અને એ