________________
૩૫૮
કલશામૃત ભાગ-૬
છે તેનો પણ કર્યાં આત્મા અજ્ઞાની છે. આહાહા..! પોતાની પર્યાયમાં પણ જે પુણ્ય-પાપના દોષ ઉત્પન્ન થાય છે એ વિકાર છે અને આત્મા નિર્વિકારી સ્વભાવ છે, તો જેની દૃષ્ટિ સ્વભાવ ઉ૫૨ થઈ તે, જે છે પ્રકારે) જ્ઞાનાવરણીય બંધાય તે છ કા૨ણનો પણ તે કર્તા થતો નથી. આહાહા..! દેવીલાલજી'! આવી ઝીણી વાત છે, પ્રભુ!
એક દ્રવ્ય–એક વસ્તુ બીજી વસ્તુને કંઈ પણ કરે એ ત્રણકાળમાં જૈનદર્શનમાં એવી વાત છે નહિ. આહાહા..! જેમ આત્મા ઇચ્છા કરે તો શરીર ચાલે કે વાણી બોલે એ વાત ત્રણકાળમાં સાચી નથી. કેમકે પરદ્રવ્યની પર્યાયને પદ્રવ્યની પર્યાય કરે, એ પરિણમનારું દ્રવ્ય છે તો પોતાથી પરિણમે છે તેને બીજો પરિણામે એમ થતું નથી. કહો, શેઠ! હેં? મુમુક્ષુ :– હોવામાત્ર ઉત્ત૨ :એ તો કહે છે, અજ્ઞાની જૂઠી દૃષ્ટિથી જોવે છે. અમે તમાકુ વેંચીએ છીએ ને તમાકુ લઈએ છીએ, તમાકુના પૈસા અમે લઈએ છીએ એ બધી પદ્રવ્યની ક્રિયા આત્મા કરે એમ ત્રણકાળમાં નથી, એમ કહે છે. આહાહા..! આ તો વીતરાગમાર્ગ છે. સર્વજ્ઞ પરમેશ્વર જિનેન્દ્રદેવ જેણે ત્રણકાળ ત્રણલોક એક સમયમાં જોયા. પરમાત્મા મહાવિદેહક્ષેત્રમાં બિરાજે છે. ‘સીમંધર’ ભગવાન પાસે ‘કુંદકુંદાચાર્યદેવ’ ગયા હતા, આઠ દિવસ રહ્યા હતા અને આવીને આ શાસ્ત્ર બનાવ્યા છે. ભગવાનનો આ સંદેશ છે. આહાહા..!
...
આત્મા, જે જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મ બંધાય છે તેનો આત્મા કર્તા નથી. તો શાસ્ત્રમાં આવે છે ને, એ કહ્યું ને? જૈનસિદ્ધાન્તમાં પણ એમ કહ્યું છે...' જુઓ! લોકો તો કહે છે પણ જૈન સિદ્ધાંતમાં એમ કહ્યું છે, એમ કહે છે. એમ કહ્યું ને? જૈનસિદ્ધાન્તમાં પણ...’ એમ. લોકો તો કહે છે પણ જૈન સિદ્ધાંતમાં પણ એમ કહ્યું છે કે, જીવ જ્ઞાનાવરણાદિ પુદ્ગલકર્મને કરે છે,...’ અને આત્મા જ્ઞાનાવરણીય કર્મને ભોગવે છે.’ આહાહા..! શું કહ્યું ઇ? સિદ્ધાંતમાં એમ કહ્યું છે કે, જ્ઞાનાવરણીય કર્મના પરિણામનો આત્મા કર્તા છે અને જ્ઞાનાવરણીયના પરિણામથી પોતાની પર્યાયમાં જે હિણી દશા થાય છે તે તેનાથી થાય છે, તો જ્ઞાનાવરણીય કર્મનો ભોક્તા પણ આત્મા છે. એમ જૈન સિદ્ધાંતમાં કહેવામાં આવ્યું છે. છે? આહાહા..!
તેનું સમાધાન આમ છે કે જૂઠા વ્યવહારથી કહેવા માટે છે...' શેઠ, છે? શું કહ્યું? ક્યાં છે? નથી ખબર. ઇ એના ઓલા ચોપડા જોવે એ પ્રમાણે આ ધ્યાનમાં બહુ નથી રાખતા. જૂઠા વ્યવહારથી કહેવા માટે છે,...’ છે? છે. જૂઠા વ્યવહા૨થી કહેવા માટે છે.’ આ ચોપડા વાંચ્યા નથી, પૈસાના ચોપડા વાંચ્યા છે. શેઠ! જ્ઞાનાવરણીય કર્મને આત્મા કરે છે અને તેને ભોગવે છે એ વ્યવહાર જૂઠી દૃષ્ટિથી કહેવામાં આવ્યો છે. સમજાય છે કાંઈ?
મુમુક્ષુ :- આત્મા કરે છે તે જૂઠી દૃષ્ટિથી કેવી રીતે?
ઉત્તર :- એ નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે (કે) નિમિત્ત શું છે? નિમિત્ત છે ને? તેનું