________________
કળશ- ૨૧૪
૩પ૭
મહા સુદ ૧૪, મંગળવાર તા. ૨૧-૦૨-૧૯૭૮.
કળશ- ૨૧૪, ૨૧૫ પ્રવચન–૨૩૮
આ “કળશટીકા' છે. “સમયસાર જે કુંદકુંદાચાર્યદેવ” સંવત ૪૯માં ભરતક્ષેત્રમાં થયા તેઓ ભગવાન પાસે ગયા હતા. “સીમંધર ભગવાન બિરાજે છે ત્યાં ગયા હતા, આઠ દિવસ રહ્યા હતા. ત્યાંથી આવીને આ શાસ્ત્ર બનાવ્યા છે અને તેની ટીકા “અમૃતચંદ્રાચાર્યદેવે” (કરી) એમના કળશ છે. ૨૧૪. લ્યો, શેઠા આજે હિન્દી ચાલશે. ૨૧૪. હિન્દી છે ને? ૨૧૪.
|રથોદ્ધતા) यत्तु वस्तु कुरुतेऽन्यवस्तुनः किञ्चनापि परिणामिनः स्वयम् । व्यावहारिकद्दशैव तन्मतं
नान्यदस्ति किमपीह निश्चयात्।।२२-२१४।। શું કહે છે? કોઈ આશંકા કરે છે કે જૈનસિદ્ધાન્તમાં પણ એમ કહ્યું છે કે જીવ જ્ઞાનાવરણાદિ પુદ્ગલકર્મને કરે છે, ભોગવે છે.' આ મૂળ ચીજ છે.
મુમુક્ષુ :- “ગોમ્મદસારમાં લખ્યું છે.
ઉત્તર :- હા, લખ્યું છે. ઈ કહે છે, એ વ્યવહારિક જૂઠી દૃષ્ટિથી કહેવામાં આવ્યું છે. જ્ઞાનાવરણીય આદિ કર્મ બંધાય છે એ તો પોતાની પર્યાયથી બંધાય છે, આત્મા એને બાંધે છે એવી વાત છે જ નહિ. એક દ્રવ્યની પર્યાય-અવસ્થા બીજા દ્રવ્યની પર્યાય ક્યારેય કરતી નથી. આવી ચીજ છે.
વીતરાગ પરમેશ્વરે પોતાના જ્ઞાનમાં જાણ્યું એવું વસ્તનું સ્વરૂપ કહ્યું. જૈન સિદ્ધાંતમાં એમ આવે છે કે, જ્ઞાનાવરણીય (આદિ આઠ કર્મ જીવ બાંધે. બાંધે કહે છે ને? અને જ્ઞાનાવરણીય કર્મને આત્મા ભોગવે, એમ આવે છે ને? એ તો વ્યવહારિક જૂઠી દૃષ્ટિથી કહેવામાં આવ્યું છે. આહાહા... એમ જ્ઞાનાવરણીય કર્મ છે એ પોતાની જ્ઞાનની પર્યાયને હિણી કરે એ પણ વ્યવહારથી જૂઠી દૃષ્ટિથી કહેવામાં આવ્યું છે. પરદ્રવ્યની પર્યાયને. પર્યાય નામ અવસ્થા, પરદ્રવ્ય પરિણમન કરે છે તેની અવસ્થાને પરદ્રવ્ય કરી શકે છે એવું કાંઈ નથી. આહાહા.! સમજાય છે કાંઈ
જે છે પ્રકારે જ્ઞાનાવરણીય બંધાય છે. જ્ઞાનાવરણીય (કર્મ) બાંધવાના છ પ્રકાર છે ને? અતપ્રદોષ, નિન્દવ આદિ છ બોલ છે. જ્ઞાનાવરણીયના બંધનમાં નિમિત્ત રૂપે છ બોલ