________________
૩૫૬
કિલશામૃત ભાગ-૬
અને આત્માના પ્રદેશ એક ક્ષેત્રે છે છતાં કર્મના પરમાણુઓ આત્માને જડ બનાવી શકતા નથી અને ચૈતન્ય જ્ઞાન છે તે કર્મને બાંધી શકતા નથી. આહાહા...! સમજાણું કાંઈ? “આ ઉપરાંત જીવનો સ્વભાવ છે કે શેયવસ્તુને જાણે;” એ તો પોતાનો સ્વભાવ છે, શેયને લઈને નહિ. આહા. “એવો છે તો હો, તોપણ હાનિ તો કાંઈ નથી.” પરને જાણવાનો સ્વભાવ છે. (તો કહે છે) હો, એમ કહે છે. એ તો પરને જાણવાનો સ્વભાવ પોતાનો છે. એમાં કાંઈ વિરોધ નથી. “જીવદ્રવ્ય શેયને જાણતું થકું પોતાના સ્વરૂપે છે.’ લ્યો. સામી ચીજ છે તેવું અહીં જાણતું થર્ક પોતે પોતાના સ્વરૂપમાં રહીને જાણે છે, એના સ્વરૂપમાં ગયું છે એમ નથી. આહાહા.સમજાણું કાંઈ? આવી વસ્તુની મર્યાદા અનાદિ પરમેશ્વરે કહી છે, વસ્તુની મર્યાદા એવી છે અને જ્ઞાનમાં પણ એ રીતે જ નિશ્ચય છે તેમ જણાય છે. વિશેષ કહેશે... (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ!)
રથોદ્ધતા) यत्तु वस्तु कुरुतेऽन्यवस्तुनः किञ्चनापि परिणामिनः स्वयम् । व्यावहारिकद्दशैव तन्मतं नान्यदस्ति किमपीह निश्चयात् ।।२२-२१४।।
ખંડાન્વય સહિત અર્થ :- કોઈ આશંકા કરે છે કે જેનસિદ્ધાંતમાં પણ એમ કહ્યું છે કે જીવ જ્ઞાનાવરણાદિ પુદ્ગલકર્મને કરે છે, ભોગવે છે. તેનું સમાધાન આમ છે કે-જૂઠા વ્યવહારથી કહેવા માટે છે, દ્રવ્યનું સ્વરૂપ વિચારતાં પરદ્રવ્યનો કર્તા જીવ નથી. ‘તુ યત્ વસ્તુ સ્વયમ્ પરિમેનઃ વસ્તુનઃ વિશ્વન પિ તે” () એવી પણ કહેણી છે કે (ય વસ્તુ) જે કોઈ ચેતનાલક્ષણ જીવદ્રવ્ય, (રવયમ રામન: કન્યવરંતુન:) પોતાની પરિણામશક્તિથી જ્ઞાનાવરણાદિરૂપ પરિણમે છે એવા પુદ્ગલદ્રવ્યનું (વિશ્વન પિ તે) કાંઈ કરે છે એમ કહેવું, “તત્ વ્યાવહારિશ' (તત) જે કાંઈ એવો અભિપ્રાય છે તે બધો (વ્યાવહારિકશા) જૂઠી વ્યવહારદષ્ટિથી છે. “નિશ્ચયીત્વ વિક્રમ પિ નાસ્તિ રૂદ મત’ (નિશ્ચયીત) વસ્તુનું સ્વરૂપ વિચારતાં (મ્િ પ નાસ્તિ) એવો વિચાર-એવો અભિપ્રાય કાંઈ નથી;ભાવાર્થ આમ છે કે કાંઈ જ વાત નથી, મૂળથી જૂઠું છે;– (૩ માં) એવો સિદ્ધાંત સિદ્ધ થયો. ૨૨-૨૧૪.