________________
કળશ- ૨૧૩
૩૫૫
મુમુક્ષુ :- હવે કોઈ એવા આવતા જ નથી.
ઉત્તર :- તે દિ' બહુ હતા. એ બધા બાવા દુકાને બહુ આવતા. થોડીક વાર લાગે ઓલા ઘરાક આવ્યો હોય તો પછી આમ ફેરવે. એમ કે, સંભળાવે, ઝટ લાવો. લાકડું એવું હોય કે આમ આમ હલે ત્યાં અંદર લોલક ઊંચુંનીચું થાય. એ પણ અહીં તો કહે છે કે. એને અડ્યું નથી ને એને કારણે થયું છે. આહાહા...! કોને વાત બેસે? એકાંત જ લાગે ને. આહાહા.! કહો, ‘શ્રીપાલજી આવી વાત છે. પછી સામે કેટલાક વિરોધ કરે (કે), એકાંત છે, એકાંત છે, એકાંત છે. આ સમ્યફ એકાંત જ છે. | મુમુક્ષુ :- આપ કહો છો સમ્યફ એકાંત. તે લોકો મિથ્યા એકાંત કહે છે. તે જ મોટો ફેર છે.
ઉત્તર :- ઇ જ કહે છે. આહાહા...!
“એવું ક્યું દ્રવ્ય છે કે જે યદ્યપિ શેયવસ્તુને જાણે છે. એટલા સુધી લીધું. ‘તોપણ શેયવસ્તુ સાથે સંબંધ કરી શકે?’ આહાહા.! આ કાગળને જાણે છે, અક્ષરને, છતાં જ્ઞાન શેયનો સંબંધ કરે એવું ક્યાં છે? આહાહા...! ખરેખર તો જ્ઞાન એને જાણે છે એમેય નથી. કારણ કે એને અડતું નથી. એનો પર્યાય જ્ઞાન છે એને અડે છે, સ્પર્શે છે તો જ્ઞાન જ્ઞાનની પર્યાયને જાણે છે. આહાહા.! ઈ આવે છે ને? કળશમાં નહિ? જ્ઞાન, શેય ને જ્ઞાતા. જ્ઞાન પણ આત્મા, શેય પણ પોતે જ પોતાનું. પરણેય નહિ આહાહા.. પોતે જ્ઞાન, પોતે જ્ઞાતા. પોતે શેય. આહાહા.! એવી પોતાની સત્તાનો ઉત્પાદ, શેયનો, જ્ઞાન પોતાને જાણે. આહાહા...! અહીં સુધી જાવું અંદર, બાપુ! આહાહા.! એ ધીરજના કામ છે. આ કાંઈ કોઈ ભણતર ભણી જાય માટે થઈ જાય એમેય નથી. આહાહા...!
અંદર વસ્તુ આ રાગને જોય જાણે છે, રાગને શેય તરીકે જ્ઞાન જાણે છે એ પણ વ્યવહાર છે, કહે છે. અને રાગ છે માટે અહીં જ્ઞાનમાં એના સંબંધીનું જ્ઞાન થયું એમેય નથી. એ સમયના જ્ઞાનની પર્યાયનો પોતાનો સ્વતઃ ઉત્પાદ સ્વપરપ્રકાશના સામર્થ્યથી થયો છે. રાગ થયો એનું જ્ઞાન પણ રાગ છે માટે થયું છે એમેય નહિ. આહાહા.! અહીં તો પદ્રવ્યની સાથે સંબંધ કહે છે, પણ અંદરમાં ભેદ પાડે તો અહીં સુધી ભેદ છે. આહાહા...! આવું ખેંચીને ખેંચીને બહુ આઘુ લઈ ગયા, એમ લોકો કહે છે. ખેંચીને નહિ, વસ્તુ જ એવી છે. ન કીધું માથે? “આવો તો નિશ્ચય છે...... છે ને? “યમ્ નિશ્ચયઃ'. શું? વસ્તુ વસ્તુરૂપે છે તેવો નિશ્ચય છે. આહાહા.... દરેક આત્મા ને દરેક પરમાણુ પોતપોતાની પર્યાયમાં રહેલું છે એ પરને લઈને નહિ અને પરને પોતે કરે નહિ એવી વસ્તુ છે એવો નિશ્ચય કરો. આહાહા...! પરમેશ્વરે એમ કહ્યું છે અને જ્ઞાનમાં પણ એ જ રીતે જણાય છે. આહા...!
યવસ્તુ સાથે સંબંધ કરી શકે?’ કેનહિ. “ભાવાર્થ આમ છે કે-વસ્તુસ્વરૂપની મર્યાદા તો એવી છે કે કોઈ દ્રવ્ય કોઈ દ્રવ્ય સાથે એકરૂપ થતું નથી.” આહાહા.! કર્મના રજકણો