________________
૩૫૪
કલશામૃત ભાગ-૬ દ્રોણગિરી'. અહીં ખૂબ ચર્ચા થઈ. છેવટે અંદર ખાનગી આવી એણે મને કહ્યું કે, તમે કહો છો એ પ્રમાણે તો અમે ક્ષુલ્લક છીએ નહિ. હવે અમારે કરવું શું? મેં કીધું, અમે કોઈને કાંઈ કહેતા નથી. તત્ત્વ છે ઈ સમજો. બાકી તમે છોડી દ્યો ને ગ્રહણ કરો ને ઢીકણું કરો (એમ કહેતા નથી. અહીં આવ્યા હતા, બિચારા બે વાર આવ્યા હતા. શું કરવું? શું કરવું? તમે જે કહો છો એ શૈલીએ તો ક્ષુલ્લકપણું અમારામાં નથી. હવે અમે ક્ષુલ્લક થઈને બેઠા, કરવું શું? ભઈ! અમે કંઈ કહેતા નથી કે, તમે ક્ષુલ્લકપણું છોડી દ્યો. આહાહા..!
એ તો કીધું ને, ઓલા આવ્યા હતા, શ્વેતાંબર સાધુ આવ્યા હતા એ અહીં ચોમાસુ રહ્યા હતા. બ્રાહ્મણ હતા. વાંચેલું ઘણું ચોમાસુ અહીં રહ્યા. સાંભળવા કાયમ આવે. એણે પણ મને ખાનગી કીધું, તમે કહો છો એ વાત સોળસોળ આના છે પણ અમારે કરવું શું હવે ત્યારે એમ કે, તમે કહો કે છોડો, અમે અહીં નભાવશું. અમે તો ભઈ કોઈને કંઈ કહેતા નથી. હું
અભ્યાસ જ એ હતો. એનું નામ શું હતું? “કુમુદવિજય'. બ્રાહ્મણ હતા. શ્વેતાંબર સાધુ. ચાર મહિના રહ્યા. સવાર-બપોર આવે. ઉતર્યા હતા ત્યાં ઓલા શ્વેતાંબરનું છે ને? “ચારિત્રવિજય” સાંભળવા અહીં આવે. બેઠા. એક તો પછી ચાલ્યો ગયો, છોડી દીધું. આ કહે, વાત તો સાચી સોળસોળ આના વાત છે. અમારે શું કરવું? હવે ક્ષુલ્લક લઈને પડ્યા છીએ. આહાહા...! બાપુ! ક્ષુલ્લકપણું એ ચીજ શું છે? અગિયાર પડિમા, બાપા! એ વસ્તુ, ભાઈ! આહાહા...! જેને હજી રાગના રજકણની પરની ક્રિયા, હું હોઉં તો આ થાય, એવી માન્યતાવાળાને બે દ્રવ્યની એકતાબુદ્ધિ છે અને એથી આગળ જતાં રાગના દયા, દાનનો રાગ પણ મારો છે એને પણ સ્વભાવ ને વિભાવની એક્તાબુદ્ધિ છે. આહાહા...! સમજાણું કાંઈ? આવો માર્ગ છે પ્રભુનો પરમેશ્વરે એમ કહ્યું છે, અહીં આવ્યું અને જ્ઞાનમાં એમ આવે છે અને વસ્તુની સ્થિતિ એમ છે. આહાહા!
“અનુભવગોચર પણ થાય છે. એમ કહે છે. “વ: પર: વરિ તુન્ પિ મરચું વિ૬ રોતિ “એવું કહ્યું દ્રવ્ય છે કે જે યદ્યપિ શેયવસ્તુને જાણે છે.” એ બાહ્ય લુટુંતિ, એમ. શેયને જાણે છે પણ શેયથી બાહ્ય લુટેતિ. શેયથી ભિન્ન છે. શેયને આત્મા જાણે છે પણ શેયથી આત્મા ભિન્ન લુટંતિ. બહાર રહે છે. આહાહા.! સમજાણું કાંઈ? “જોયવસ્તુને જાણે છે તોપણ શેયવસ્તુ સાથે સંબંધ કરી શકે? અર્થાત્ કોઈ દ્રવ્ય કરી શકે નહિ. આહાહા.! આ ઓલા બાવા નથી આવતા? અંદર લોલક અને હેઠે લાકડું હોય. આમ ફેરવે ત્યાં લોલક ખખડાટ થાય. માંગવા આવે ને? અમારી દુકાને તો ઘણું જોયેલું હોય ને? એ આવે છે, બાવા, નહિ? એવા કાંઈક નામ બોલાય છે. આમ પૈસો દેતા વાર લાગે તો એની પાસે લાકડું હોય છે. તે આમ આમ ફેરવે તો અંદર લોલક ફરે. પણ ખરેખર તો લાકડું એને અડવું નથી. અરે...! આવે છે ને આ? શું કહેવાય? અંદર આમ લોલક હોય. હૈ?