________________
૩૫૩
લઈને વિકા૨ થાય, કર્મને લઈને વિકાર થાય, બસ! એ પ્રશ્ન કરતા હતા કે, આત્મા તો શુદ્ધ સ્વરૂપ છે એ વિકાર કેમ કરે? અને વિકાર તો છે માટે વિકા૨ ૫૨થી થાય છે. આત્મામાં કોઈ દ્રવ્ય-ગુણ એવો નથી કે અશુદ્ધ છે. ત્યારે હવે પર્યાયમાં અશુદ્ધતા આવી ક્યાંથી? અહીં દ્રવ્ય-ગુણમાં નથી તો અહીં અશુદ્ધતા આવી ક્યાંથી? એટલે ૫૨ને લઈને અશુદ્ધતા થાય છે એમ બધાની આખી લાઈન જ એવી છે. આહાહા..! તે દિ' મોટી ચર્ચા ચાલી હતી. વિકા૨ કર્મને લઈને નિમિત્તથી થાય છે. નહિતર તો વિકા૨ સ્વભાવ થઈ જશે, એમ પ્રશ્ન હતો. પણ પર્યાયમાં વિકાર થવાનો સ્વભાવ જ છે. આહાહા..! સ્વસ્ય ભવનં સ્વભાવ. પોતાની પર્યાયમાં થાય છે એવો સ્વભાવ છે એવો જ એનો ભાવ છે. દ્રવ્ય-ગુણનો (નથી) પણ પર્યાયનો સ્વતંત્ર એવો સ્વભાવ જ છે. આહાહા..!
કળશ-૨૧૩
અહીં કહે છે, ૫રમેશ્વરે એમ કહ્યું છે. એ લોકોની બધાની શ્રદ્ધા એવી હતી. ‘વર્ણીજી’ની બધાની, બધા પંડિતોની આખી શ્રદ્ધા (એવી હતી). ત્યારે મોટી ચર્ચા થઈ હતી. વિકાર પોતાથી થાય કર્મથી નહિ. એ વાતથી તો એમને બહુ થઈ પડ્યું, એવું થયું કે, આહાહા..! આ લોકો તો ભૂલ્યા તે કેવા ભૂલ્યા! ન્યાં ‘કલકત્તા’ કાગળ આવ્યો. ગજરાજજી’ને ન્યાં. “સાહૂજી’ શેઠ લાવ્યા. આ વિકાર છે એ કોનાથી થાય? કર્મથી થાય એમ લખે છે અને તમે કહો છો કે કર્મથી નહિ. જો કર્મથી ન થાય તો એનો અર્થ એમ થઈ ગયો કે એ વિકાર તો સ્વભાવ થઈ ગયો. માટે કર્મથી થાય તો એ વિકાર કહેવાય. ‘સાહૂજી” (કાગળ) લઈને આવ્યા. ગજરાજજી’ને ત્યાં આહાર હતો. કીધું, ત્યાં ‘સમેદશીખર’ જવાબ અપાય ગયો છે. વિકારના કા૨ણોમાં ૫૨ કાકોની અપેક્ષા નથી. પંચાસ્તિકાય’ની ૬૨મી ગાથા. પાઠ જુઓ આ. ભગવાનનો કહેલો પાઠ છે. ત્રણે સંપ્રદાયમાં પહેલેથી જ આ છેવિકા૨ કર્મથી થાય, વિકાર કર્મથી થાય, બસ!
‘રામવિજય’ તો ચોખ્ખું એ જ કહે છે, ચર્ચા કરતા હતા ત્યારે. જેઠાભાઈ’ છે ને એક? જેઠાભાઈ” ખેડાવાળા’ પચાસ પ્રશ્ન કાઢ્યા હતા. પછી કહે કે, આપણે ચર્ચા કરીએ. જેઠાભાઈ’ કહે. પહેલી ચર્ચા કરી એટલી તમને માન્ય છે? કે, કર્મથી વિકાર થાય એ પહેલું માન્ય છે? પછી આપણે ચર્ચા કરીએ. રામવિજ્ય’ કહે. આ કહે, એ અમારે માન્ય નથી. પણ આ શેઠિયાઓને પણ ક્યાં ખબર હતી ત્યાં? જ્ય નારાયણ! માથે કહે ઇ હા.
મુમુક્ષુ :– આપના જેવું કોઈએ કીધું નહોતું.
ઉત્ત૨ :– એ તો શેઠ એમ કહે છે. શેઠ તો એમ કહે છે કે, અમને સંભળાવવા ન મળ્યા. આવું સ્વરૂપ આકરું છે, વસ્તુસ્થિતિ એવી છે. એમને પણ કેમ નહોતું બેસતું? કે કોઈ ગુણ એવો નથી કે વિકાર કરે અને પર્યાયમાં વિકાર અધ્ધરથી થાય એ શેને લઈને થાય? ચિદાનંદજી’ સાથે છ દિ' ચર્ચા ચાલી. અહીં ચોમાસુ હતું ને? બે ચોમાસા હતા. ચિદાનંદજી’ નહિ ઓલા હાથ આવો છે, ગુજરી ગયા. બહુ અભ્યાસી હતા. ‘ચિદાનંદ’.