________________
૩૫૨
કલામૃત ભાગ-૬
તો એ જ થયું, પરની દયા પાળી શકતો નથી, એમ કહ્યું. પરને મારી શકતો નથી, પરની દયા પાળી શકતો નથી, પરને સગવડતા આપી શકતો નથી કે ભઈ! આને ક્ષુધા છે માટે આહાર આપું. તૃષા છે માટે પાણી આપું, ટાઢ છે માટે કપડા આપું. કે, ના. કોઈ દ્રવ્યની કોઈ સત્તા કોઈને આપી શકે ને લઈ શકે એ છે જ નહિ. આહાહા...!
મુમુક્ષુ :- શેઠિયાઓ તો કપડા આપે છે ગરીબ માણસોને.
ઉત્તર :- કોઈ આપતું નથી, કોણ આપે છે? એ જવાના રજકણમાં ક્રિયાવતી નામની શક્તિ છે એથી ક્રિયાવતી શક્તિને કારણે એ રજકણ ત્યાંથી બીજે જાય છે. એના પોતાના ઉત્પાદની પર્યાયને કારણે ત્યાં જાય છે. બીજાએ એની જવાની ક્રિયા કરી કે આ પૈસા
લ્યો, હાથે ગણીને આપ્યા. આ પૈસા, આ અનાજ, આ દાળ, આ ભાત, આ શાક. એ કહે છે કે, એક દ્રવ્યની સત્તા બીજા દ્રવ્યની સત્તામાં કાંઈ કરી શકે નહિ. આહાહા.. એકદમ અનંત શક્તિ છે એની દરેકમાં, પણ કોઈ એવી શક્તિ નથી કે પરની સત્તાનું કરી શકે. આહાહા..! સમજાણું કાંઈ? એ એક ઠેકાણે આવ્યું છે કે, ભઈ! આત્મામાં અનંત શક્તિ છે તો એક શક્તિ એવી પણ લ્યો કે, કર્મને કરે, પરને કરે, એવી શક્તિ લ્યોને. એને નમાલો કેમ ઠરાવી નાખો છો? અનંત શક્તિ છે તો એ માહેલી કોઈ એક શક્તિ એવી પણ છે કે પરનું કાંઈ કરી શકે. આહાર ક્ય, પાણી ધે, ફલાણું (ક). આહાહા...! ગજબ વાત છે. આવું સાંભળવા મળતું નથી કેટલાકને. એટલે બિચારા શું કરે? ઠરે નહિ ક્યાંય. આહાહા..! છે?
પરમેશ્વરે કહ્યો છે. બે વાત. “અનુભવગોચર પણ થાય છે. જોયું ત્રીજી વાત. જ્ઞાનમાં પણ એમ જણાય છે. કહે છે. કાલે આવ્યું હતું ને? ભાઈ! “ચંદુભાઈ! નહિ? “પુષ્યતે આવ્યું હતું ને? હૈ? જ્ઞાનમાં એમ જણાય છે, એમ કાલે આવ્યું હતું. ૨૦૧ પાને પણ
ક્યાં આવ્યું? વચ્ચોવચ્ચ. “પુષ્યતે' બસ, ઈ. “નિયમથી પોતાના સ્વરૂપે છે એવું અનુભવગોચર થાય છે.” છે. “ષ્યતે' કાલે આવ્યું હતું. વચમાં (છે). “રવમાનિયત', “સ્વમાનિયતં પુષ્યતે”. આહાહા.! અમારા જ્ઞાનમાં પણ એમ જણાય છે. ઓલો એક જણો આવ્યો હતો. (ઈ કહે) પાણી અગ્નિથી ઊનું થાય છે એ પ્રત્યક્ષ દેખાય છે અને એને તમે ના પાડો છો, એ દૃષ્ટિનો વિરોધ છે. દેખાય છે ને? પણ દેખાતું નથી, એમ કહે છે. તું સંયોગથી દેખે છો.
એક આવ્યો હતો, એક પંડિત હતો. આહાહા...! દૃષ્ટિ પણ આ દેખાય છે, એમ છે. પાણી ઊનું થયું છે એ પોતાથી થયું છે એમ દેખાય છે. તેની તે સમયની ઊની પર્યાયનો ઉત્પાદ પોતાના ગુણને લઈને થયેલ છે અથવા પર્યાયની સ્વતંત્રતાને લઈને થયેલ છે. આહાહા...! આહા..! આત્મામાં. કેટલાક એમ કહે છે કે, આત્મા તો શુદ્ધ છે તો એમાં વિકાર આવ્યો ક્યાંથી? એક ચિદાનંદજી' (નામના) ક્ષુલ્લક હતા. નથી ઓલા ચિદાનંદજી? બે ચોમાસા હતા. છ દિ સુધી ખૂબ ચર્ચા ચાલી. કારણ કે એ લોકો આખા સંપ્રદાયમાં બધે કર્મને