________________
કળશ- ૨૧૩
૩પ૧
અહીં તો કહે છે કે, આત્મામાં એક... શુકનલાલજી' ક્યાંક ગયા લાગે છે. હા, એને ઠીક નહોતું. આત્મામાં ત્યાગઉપાદાન નામની એક શક્તિ છે. પરનું ગ્રહણ અને પરના ત્યાગ રહિત જ એનું સ્વરૂપ છે. પરનો ત્યાગ કરવો કે ગ્રહણ કરવું એ એનું સ્વરૂપ જ નથી. આહાહા.! કહો! આ રોટલો ઉપાડવો, ગ્રહણ કરવો અને ઘૂંકી નાખવું, કહે છે એ ગ્રહણત્યાગ આત્મામાં છે જ નહિ. અજ્ઞાનીના આત્મામાં પણ નથી. આહાહા...! એ તો માને છે. શ્રીમદ્ એકવાર એમ કહ્યું, તણખલાના બે કટકા કરવાની અમારામાં તાકાત નથી. ત્યારે લોકો એમ કહે કે, નબળાઈને લઈને છે? એક તણખલું સમજ્યા? તીનકા... તીનકા. એના બે કટકા કરવાની અમારામાં તાકાત નથી એટલે કે આત્મા કરી શકતો નથી. આહાહા...!
મુમુક્ષુ :- એક વાકયમાં આખો કર્તા-કર્મ અધિકાર' લખી નાખ્યો. ઉત્તર :- બધું આવી જાય. વિસ્તારથી સમજાવવું તો પડે ને ઘણા પ્રકાર પડે.
ત્યાં તો કહ્યું કે, વિકારભાવ એ સંયોગીભાવ છે. એ સંયોગીભાવ જીવ કેમ કરે? જ્ઞાની સ્વભાવભાવને કરે. આહાહા...! અહીં તો સંયોગીભાવ સિદ્ધ નથી કરવો. એનો ભાવ એનામાં છે એમ સિદ્ધ કરવું છે. આહાહા.! “કર્તા-કર્મમાં તો એ લીધું કે, પુણ્ય ને પાપનો, દયા, દાન, વ્રતનો વિકલ્પ જે ઊઠે છે રાગ, તે સંયોગી ચીજ છે, એની સ્વભાવની ચીજ નથી. આહાહા...! માટે તે સંયોગીભાવનો કર્તા થાય તે અજ્ઞાની છે. એ અત્યારે અહીં સિદ્ધ નથી કરવું. અહીં તો એની સત્તામાં જે ભાવ થાય તે પરની સત્તાને લઈને નહિ અને પરની સત્તામાં જે ભાવ થાય તે બીજી સત્તાને લઈને નહિ. આહાહા...! આવું સાંભળવા પણ મળતું નથી, કહે છે. હૈ? આહાહા.! જ્યાં-ત્યાં ગોટેગોટા, શેઠિયાઓને રાજી રાખે, પૈસા ખર્ચે. એને થાય કે, ઓહોહો! તમે તો બહુ કામ કર્યા. તમે તો આમ કર્યા છે, તેમ કર્યા છે. ઢીંકણાય કર્યા નથી. આહાહા.! પરના કામ કર્યા છે એમ માન્યતા મનાવવી છે એ મિથ્યાત્વ છે, મહાપાપ છે. આહા! કહો, શેઠા
મુમુક્ષુ :- અનાદિનો અભ્યાસ છે.
ઉત્તર :- ઇ માટે તો કહે છે, એ છોડાવે છે. અનાદિનો અભ્યાસ છે અને એ જાતના એને પ્રરૂપકો મળી ગયા છે. એ વાત એને ચે, ગોઠે છે. આહાહા.!
અહીં તો ભગવાન પરમેશ્વરે એમ કહ્યું છે. આમાં આવ્યું ને? હૈ? સર્વજ્ઞ ભગવાન ત્રિલોકનાથે એમ ફરમાવ્યું છે કે, એક દેહની આ ચાલવાની ક્રિયા છે એ આત્માથી થતી નથી. એની સત્તામાં આત્માની સત્તાનો પ્રવેશ નથી. આહાહા.! આવી વાત છે. એક શાકના બે કટકા, ઘીંસોડો આખો હોય, (એના) કટકા કરવાની પર્યાય છે એ જીભે કરી નથી, દાંતે કરી નથી. કારણ કે દાંતની સત્તાના રજકણ ભિન્ન છે અને શાકની જે સત્તા છે એના રજકણ ભિન્ન છે. બીજાના રજકણના ઉત્પાદમાં એનું વિદ્યમાનપણું છે પણ બીજાની પર્યાયના વિદ્યમાનપણામાં આનું વિદ્યમાનપણું જાય અને ઉત્પન્ન કરે એમ છે નહિ. આહાહા...! આમાં