________________
૩૫૦
કલશામૃત ભાગ-૬
આવી ગયું નહિ પહેલા? ચાર બોલ ન આવી ગયા? ચાર બોલ. દરેક દ્રવ્યના પરિણામ તે કર્મ છે. થયું? એ કર્મ પરિણામીને આશ્રયે છે. અત્યારે તો પરથી ભિન્ન પાડીને વાત છે). પરિણામી જે પરિણમનાર છે તેને આશ્રયે તે કર્મ છે. બે (વાત). તે કર્મ કર્યા વિના હોતું નથી. ત્રણ (વાત). અને તે પરિણામ એકરૂપ રહેતા નથી. પહેલા વાત આવી ગઈ છે. ૨૧૧ (શ્લોક). આહાહા.! એક એક શ્લોકા જે રીતે ભિન્ન વસ્તુ છે તે રીતે ભિન્નની સત્તાનો અહીં સ્વીકાર કરાવે છે. આહાહા...! તારા પર્યાયમાં તને રાગ આવ્યો માટે આ શરીરને એમ કે આમ ચલાવું કે શરીરની ઇન્દ્રિયોને આમ કરું, એ ત્રણકાળમાં બને એવું નથી. આહાહા...!
પાંચ ઇન્દ્રિયોના પરમાણુઓની પર્યાય એને કાળે ઉત્પાદપણે થાય એમાં આત્મા રાગ કરે તો તે ઇન્દ્રિયોનો પર્યાય થાય, એમ નથી. આહાહા...! સમજાણું કાંઈ? આવી ભ્રમણા એકદમ થઈ જાય છે. ઇન્દ્રિય, ઇન્દ્રિય છે તે પર્યાયમાં જાગૃત થાય તો એને આત્માએ જાગૃત કરી છે, એમ નથી કહે છે. આહાહા...! ભારે ગજબ વાત છે ને સમજાણું કાંઈ તારી સત્તામાં તે કામ લીધું. હવે પરની સત્તામાં લેવા ક્યાં ગયો? આહાહા...! ગળે ઉતારવું, બાપુ! આ તો અંદરની વાત છે, હોં! શ્રદ્ધા કરવાની વાત છે. એમ ને એમ ભાષામાં ભલે એમ કહે કે, અમે કરી શક્તા નથી પણ અંદરમાં કરી શકવાનો અભિપ્રાય છૂટતો નથી. આહાહા...!
મહાસિદ્ધાંત તો આમાંથી આટલો લેવો છે કે, કર્મનો ઉદય છે એની સત્તા ભિન્ન છે અને રાગ કરનારનો રાગનો પર્યાય તે ભિન્ન છે. એક સમયે ભલે હો, પણ છતાં તે કર્મને લઈને અહીં રાગ થયો છે કે ત્યાં વેદનો ઉદય આવ્યો એ જડ છે, અજીવ છે માટે અહીં વેદવાસના થઈ, એમ નથી. આહાહા.! લ્યો
તે પોતાના સ્વરૂપે છે–જેમ છે તેમ જ છે; તે તે વસ્તુનો તે સમયનો જે પર્યાય જેમ છે તેમ જ છે. આહાહા...! “ઝયમ નિશ્ચય: “આવો તો નિશ્ચય છે. એક વાત. પરમેશ્વરે કહ્યો છે.......બે વાત. આવો તો નિશ્ચય છે, પરમેશ્વરે કહ્યું છે. સર્વજ્ઞ ભગવાન ત્રિલોકનાથ પરમાત્માએ પણ એમ કહ્યું છે. આહાહા! ભગવાન પણ એમ કહે છે કે, આ વાણી નીકળે છે એ મારાથી નહિ. એ મોટી ચર્ચા ચાલી હતી. પાલીતાણા. પાલીતાણા. “રામવિજય હતા ત્યાં. પહેલા (સંવત) ૧૯૯૫ માં જ્યારે ગયા ત્યારે. ભગવાન પહેલે સમયે પરમાણુ ગ્રહે, બીજે સમયે છોડે. આહાહા.!
મુમુક્ષુ :- “ભગવતી’ શાસ્ત્રમાં એમ લખ્યું છે.
ઉત્તર :- એ બધા એના લખાણ છે. કલ્પિત લખાણ છે બધા. આહાહા.! સત્ય સિદ્ધાંત તો જે હોય એ પ્રમાણે હોય તો સિદ્ધાંત કહેવાય ને? વિપરીત વાતું કરે એ સિદ્ધાંત કહેવાય? આહાહા...! ભગવાન પણ એમ કે પરમાણુને ગ્રહે અને બીજે સમયે છોડે. આહાહા...!