________________
કળશ- ૨૧૩
૩૪૯
કર્યું. એ પરને લઈને દોષ થયા, કર્મને લઈને વિકાર થાય છે એમ નથી. આહાહા.!
અંદર શાતાવેદનીયનો ઉદય છે એથી આ પૈસા આવે છે, આના રાગને લઈને આવે છે એ તો નહિ પણ એને પૂર્વની શાતાવેદનીયનો ઉદય છે તેથી તેને પૈસા ને સામગ્રીનો સંયોગ આવે છે, એમ નહિ. કેમકે શાતાવેદનીયના પરમાણુના ઉત્પાદ-વ્યય-ધ્રુવની સત્તા વિદ્યમાન ભિન્ન છે અને આ પૈસો આવે એની ઉત્પાદ-વ્યય-ધ્રુવની સત્તા વિદ્યમાન એનામાં છે. એ પૈસાને લાવે કોણ? આહાહા.! બોલાય એમ વ્યવહારે કે, આના પુણ્ય હતા તો પૈસા આવ્યા. બોલાય, પણ એ વસ્તુ એમ નથી. આહાહા...! એણે રાગનો વ્યવસાય કર્યો માટે પૈસા આવ્યા એ વાત તો તદ્દન ખોટી જ છે. એમ હશે? “ચીમનભાઈ. આહાહા...!
અહીં તો છ દ્રવ્યમાં એક દ્રવ્ય સાથે “સર્વથા મળતું નથી” ભાષા જોઈ? હું એક તો એ લીધું છે ઓલામાં નહિ પરમાર્થ વચનિકા'. જીવના એક પરિણામની સાથે બીજા જીવના પરિણામનો મેળ નથી ખાતો. છે એમાં પરિણામ, હોં પાછા આવે છે ને? અપૂર્વકરણ ને અધિકરણ ને આવે છે. આહાહા. એક એક જીવના પરિણામ અને બીજા જીવના પરિણામનો મેળ નથી. પરિણામ કરે તો નહિ પણ એના બેના પરિણામ સરખા ન હોય. પરિણામ પણ સ્વતંત્ર સત્તા. આહાહા...! સમજાણું કાંઈ? આવી વાતું છે, ભાઈ! શું થાય? દુનિયાને ન બેસે એથી કાંઈ સત્ય ચાલ્યું જાય?
મુમુક્ષુ :- અનિવૃત્તિકરણમાં પરિણામ સરખા હોય.
ઉત્તર :- એ સરખા હોય તોય પણ અમુકમાં બધા સરખા ન હોય. એ અમુક જાતના પરિણામ સરખા હોય. આહાહા. એવી વાત છે. ત્યાં આવે છે. પરમાર્થ વચનિકામાં આવે છે). એના બધા પરિણામ સરખા ન હોય, કોઈ જીવના. કારણ કે સત્તા ભિન્ન છે. તો કેવળજ્ઞાનીની સત્તા સરખી છે ને? તોય એને કાંઈક ફેર હોય. શરીરની આકૃતિમાં, વ્યંજનપર્યાયમાં... આહાહા...!
“સર્વથા મળતું નથી એવી દ્રવ્યોના સ્વભાવની મર્યાદા છે.” આહાહા...! હાથ બાંધીને બેસી રહો, એની મેળાએ થાશે, એમ કહે છે. પણ હાથ બાંધીને બેસી પણ કોણ રહે અને હાથ હલાવે પણ કોણ? એમ કે, એની મેળાએ થાશે? એની મેળાએ જ ત્યાં થાય છે. તે ત્યાં આગળ ઊભો છો એટલે વ્યવસ્થા મારાથી થાય છે એ તો તારું અભિમાન છે, અજ્ઞાન છે. આહાહા...! સમજાણું કાંઈ? “એવી દ્રવ્યોના સ્વભાવની મર્યાદા છે...” એમ કીધું. જોયું? એક દ્રવ્યની મર્યાદામાં બીજા દ્રવ્યનું સંક્રમણ થતું નથી. એ ૧૦૩ ગાથામાં આવ્યું ને? “સમયસાર'. એક દ્રવ્યની પર્યાયમાં બીજા દ્રવ્યની પર્યાયનું સંક્રમણ થતું નથી. સંક્રમણ થતું નથી તો પરને શી રીતે કરે? આહાહા...! ૧૦૩ (ગાથામાં આવે છે. આહાહા...!
તેન હજુ વસ્તુ તત્ વસ્તુ' આહાહા...! “તે કારણથી નિશ્ચયથી જે કોઈ દ્રવ્ય છે.” પરમાણુ કે આત્મા તે પોતાના સ્વરૂપે છે-જેમ છે તેમ જ છે... આહાહા! એ તો આપણે