________________
૩૪૮
કલશામૃત ભાગ-૬
મોટો વાંધો છે, જૈનના ત્રણે સંપ્રદાયને. સ્થાનકવાસીમાં હતા તોય વાંધો ઉઠ્યો, શ્વેતાંબરમાં વાત ગઈ તો વાંધો ઉઠ્યો, આ દિગંબરમાં આવ્યા તો વાંધો ઉઠ્યો. નહિ, કર્મથી વિકાર ન થાય? મોટી ભૂલમાં પડ્યા. આહાહા...!
અહીં તો કહે છે, કર્મના રજકણો દ્રવ્ય છે કે નહિ? તો કર્મનો એક એક પરમાણુ સત્તા–પોતાની સત્તાથી ત્યાં રહ્યો છે કે નહિ? વિદ્યમાન એટલે ઉત્પાદથી ત્યાં રહ્યો છે કે નહિ? અને અહીં રાગના ઉત્પાદમાં આ સત્તા અહીં રહી છે. હવે ઈ કર્મના ઉદયની સત્તા આ રાગની સત્તાને કરે શી રીતે? સમજાણું કાંઈ આ મોટો અત્યારે વાંધો ઈ છે સંપ્રદાયમાં આખો પંડિતોમાં, સાધુઓમાંઆહા!
મુમુક્ષુ :- કોઈ એમ કહે છે કે, જેવા બાંધ્યા હશે એવા ભોગવવા પડશે.
ઉત્તર :- કોણ બાંધે ને કોણ ભોગવે છે તો આવે છે. “અનાથિમુનિનું આવે છે, સ્થાનકવાસીમાં આવે. “અખા કર્તા વિકર્તા હૈ દોહાણીયો સોહાણીયો ઈ આવે છે. અનાથિમુનિનું વસમું અધ્યયન છે ને. આત્મા કર્તા અને આત્મા ભોક્તા. કોણ? કર્મનો કર્તા એમ કહે છે.
મુમુક્ષુ – ઈ પણ ભાવકર્મ.
ઉત્તર :– ભાવકર્મ કરે અને એને એ ભોગવે અજ્ઞાનભાવે. આહાહા. ભાનભાવે તો જ્ઞાનને કરે અને જ્ઞાનના આનંદને ભોગવે. આ સત્તાનું સ્વરૂપ છે. કેમકે નિજસત્તામાં વિકૃત થવાનો ગુણ નથી. એથી વિકૃત થવાની અવસ્થા પર્યાયદૃષ્ટિમાં જે છે, એ દૃષ્ટિ જેને છૂટી ગઈ અને દ્રવ્યદૃષ્ટિ સ્વભાવ શુદ્ધ ચૈતન્યશક્તિવાળું તત્ત્વ એવું ભાન, અનુભવ થયો તો એની કોઈ શક્તિ વિકારને કરે એવો કોઈ ગુણ, શક્તિ નથી. આહાહા.! પર્યાયમાં એ વિકૃત સ્વતંત્ર થાય તેને શાતા તરીકે જાણે. આહાહા.! એક દ્રવ્યની સત્તામાં અનંત શક્તિઓની કોઈ એવી સત્તા નથી કે વિકૃત કરે. આહાહા.! પર્યાયમાં વિકૃત થવાની યોગ્યતાને કારણે પર્યાયમાં થાય. એ અજ્ઞાની હોય તો એનો કર્તા થાય, જ્ઞાની હોય તો તેનો જ્ઞાતા થાય, બસ, આ ફેર. આહાહા...!
આ મોરપીંછી પડી, લ્યો એની મેળાએ ઉપડતી હશે? એમ કરીને એક જણો કહેતો હતો. આ મોરપીંછી હોય ને? એની મેળાએ ઉપડે? હા, હા. એની મેળાએ ઉપડે, સાંભળને (બનેલો બનાવ છે). હે ઈ પૂછ્યું હતું, કીધું નહિ? મોરપીંછી ઉઠાવો તમે તો ઉઠશે. પણ એ ઉઠવા વખતે એના ઉત્પાદની પર્યાયથી ઉભી થઈ છે. એ આ આંગળીને લઈને નહિ. આ તે વાત! આહાહા! દરેક દ્રવ્ય પોતાના સમયના ઉત્પાદ-વ્યયરૂપે થાય એ ઉત્પાદવ્યયને બીજું દ્રવ્ય શી રીતે કરે? આહાહા. આકરું કામ છે, ભાઈ! આ કર્મના સિદ્ધાંતનું આકરું કામ છે. શ્રીમદ્ તો કહ્યું કે, મુનિઓ તો એમ કહે છે કે, તારા દોષને લઈને તારે રખડવું થયું. તારો દોષ એટલો કે તે એ દોષને પોતાના માન્યા ને અભિમાન, અજ્ઞાન